+ -

عَنِ العَبَّاسِ بْنِ عَبْدِ الْمُطَّلِبِ رَضيَ اللهُ عنهُ قَالَ:
قُلْتُ: يَا رَسُولَ اللهِ، عَلِّمْنِي شَيْئًا أَسْأَلُهُ اللَّهَ عَزَّ وَجَلَّ. قَالَ: «سَلِ اللَّهَ العَافِيَةَ»، فَمَكَثْتُ أَيَّامًا ثُمَّ جِئْتُ فَقُلْتُ: يَا رَسُولَ اللهِ، عَلِّمْنِي شَيْئًا أَسْأَلُهُ اللَّهَ. فَقَالَ لِي: «يَا عَبَّاسُ، يَا عَمَّ رَسُولِ اللهِ، سَلِ اللَّهَ العَافِيَةَ فِي الدُّنْيَا وَالآخِرَةِ».

[صحيح لغيره] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي: 3514]
المزيــد ...

અબ્બાસ બિન અબ્દુલ્ મુત્તલિબ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ! મને કોઈ એવી દુઆ શીખવાડો, જેના દ્વારા હું અલ્લાહ પાસે સવાલ કરી શકું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ પાસે આફિયત માંગો», થોડાક દિવસ પસાર થયા પછી, હું ફરી વાર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો, વિનંતી કરી કે હે અલ્લાના રસૂલ! મને એક એવી દુઆ શીખવાડો જેના દ્વારા હું અલ્લાહની પાસે સવાલ કરી શકું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને કહ્યું: «હે અબ્બાસ, હે રસૂલના કાકા, અલ્લાહ પાસે દુનિયા અને આખિરતમાં આફિયતનો સવાલ કરો».

[સહીહ લિગયરિહી] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 3514]

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કાકા અબ્બાસ બિન અબ્દુલ મુત્તલિબ રઝી અલ્લાહુ અન્હુએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને વિનંતી કરી કે મને કોઈ એવી દુઆ શીખવાડો જેના દ્વારા હું અલ્લાહ પાસે સવાલ કરી શકું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને કહ્યું કે તમે અલ્લાહ પાસે દીન, દુનિયા અને આખિરતમાં તકલીફ અને ચેતવણીઓથી હિફાજત અને આફિયતનો સવાલ કરો, અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું થોડાક દિવસ પછી, ફરી આવ્યો, અને મેં કહ્યું કે મને કોઈ એવી દુઆ શીખવાડો જેના દ્વારા હું અલ્લાહ પાસે સવાલ કરી શકું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ભારપૂર્વક કહ્યું: હે અબ્બાસ, હે રસૂલના કાકા, તમે દુનિયા અને આખિરતમાં દરેક નુકસાનથી બચવા અને ભલાઈની તેમજ ફાયદાની પ્રાપ્તિ માટે આફિયતનો સવાલ કરો.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા મલ્યાલમ સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية الرومانية Malagasy
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુનું ફરીવાર આવીને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે સવાલ કરવું અને તેના જવાબમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું તે જ જવાબ આપવું, એ વાતની પુષ્ટિ કરે છે કે બંદાએ પોતાના રબ પાસે આફિયતનો સવાલ કરવો જોઈએ, કારણકે તેમાં સંપૂર્ણ ભલાઈ છે.
  2. આફિયતની દુઆ કરવાની મહત્ત્વતા અને એ કે તેમાં દુનિયા અને આખિરતની દરેક ભલાઈઓ છુપાયેલી છે.
  3. ઇલ્મ અને ભલાઈની પ્રાપ્તિ માટે સહાબા રિઝવાનલ્લાહુ અલૈહિમની ઉત્સુકતા.
વધુ