عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمِنِينَ رَضِيَ اللَّهُ عَنْهَا أَنَّهَا قَالَتْ:
يَا رَسُولَ اللَّهِ، نَرَى الجِهَادَ أَفْضَلَ العَمَلِ، أَفَلاَ نُجَاهِدُ؟ قَالَ: «لَا، لَكُنَّ أَفْضَلُ الجِهَادِ: حَجٌّ مَبْرُورٌ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 1520]
المزيــد ...
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેમણે કહ્યું:
હે અલ્લાહના પયગંબર! અમે જિહાદ (યુદ્ધ) ને સૌથી શ્રેષ્ઠ કાર્ય સમજીએ છીએ, તો શું અમે પણ જિહાદ (યુદ્ધ) ન કરીએ? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «ના, પરંતુ તમારા માટે સૌથી શ્રેષ્ઠ જિહાદ (યુદ્ધ) "હજ્જે મબરૂર" (તે હજછે, જે દરેક પ્રકારના ગુનાહ અને પાપથી બચીને ફકત એક અલ્લાહ માટે નિખાલસ થઈને કરવામાં આવે) છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 1520]
સહાબા રઝી અલ્લાહુ અન્હુમ (અલ્લાહ તે સૌથી રાજી થાય) અલ્લાહના માર્ગમાં જિહાદ અને દુશ્મનો સાથે યુદ્ધ કરવાને સૌથી શ્રેષ્ઠ કાર્યો માંથી સમજતા હતા, તો આયશ રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે જિહાદ (યુદ્ધ) માં ભાગ લેવાની અનુમતિ માંગી?
તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેમનું માર્ગદર્શન તેમના માટે સૌથી શ્રેષ્ઠ જિહાદ (યુદ્ધ) અર્થાત્ જિહાદ હજ્જે મબરૂર તરફ કર્યું, તે હજ જે કુરઆન અને હદીષનું અનુસરણ કરી અને ગુનાહ અને દેખાડાથી બચીને કરવામાં આવે.