+ -

عَنِ الحُسَينِ بنِ عَلِيٍّ بنِ أَبِي طَالِبٍ رضي الله عنهما قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«الْبَخِيلُ مَنْ ذُكِرْتُ عِنْدَهُ فَلَمْ يُصَلِّ عَلَيَّ».

[صحيح] - [رواه الترمذي والنسائي في الكبرى وأحمد] - [السنن الكبرى للنسائي: 8046]
المزيــد ...

હુસૈન બિન અલી બિન અબી તાલિબ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«કંજૂસ તે વ્યક્તિ છે, જેની સામે મારું નામ લેવામાં આવે અને તે મારા પર દરૂદ ન પઢે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - - [અસ્ સુનનુલ્ કુબરા લિન્નિસાઇ - 8046]

સમજુતી

આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચેતવણી આપી છે કે જો તમારી સામે મારું નામ, ઉપનામ અથવા ગુણ વર્ણન થાય અને તમે મારા પર દરૂદ ન પઢો, અને કહ્યું: સંપૂર્ણ કંજૂસ તે છે જે મારું નામ સાંભળે અને મારા પર દરૂદ ન પઢે, આ એટલા માટે કે:
પહેલું: તે કોઈ વસ્તુથી કંજૂસ છે, જેના કારણે તે થોડું કે ઘણું ગુમાવતો નથી, અને તે પૈસા અથવા પ્રયત્નો ખર્ચતો નથી.
બીજું: તેણે પોતાના પર કંજુસાઈ કરી, અને તે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ મોકલી સવાબથી વચિંત રહ્યો, જે તે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દરૂદ મોકલી મેળવી શકતો હતો, પરંતુ તેણે હક અદા ન કર્યો અને તે સવાબથી વચિંત રહ્યો.
ત્રીજું: ખરેખર આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આપણા પર હકો માંથી એક હક એ પણ છે કે જ્યારે આપનું નામ આવે તો આપ પર દરૂદ પઢવામાં આવે, તેમણે આપણને શીખવાડ્યું છે અને આપણને માર્ગદર્શન આપ્યું છે, અને તેમણે આપણને અલ્લાહ તરફ બોલાવ્યા, અને તે વહી લાવ્યા અને શરીઅત પેશ કરી, આપણી હિદાયતની ચિંતા કરી, અને જો આપણે તેમના પર દરૂદ ન પઢીએ તો આપણે ખૂબ જ કંજૂસ છે; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે આપણે સામાન્ય હક પણ અદા નથી કરી શકતા.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય જર્મન પૂશ્તો આસામી الأمهرية الهولندية النيبالية الرومانية Oromo
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ ન પઢવું તે કંજૂસ હોવાની નિશાની છે.
  2. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ પઢવું, દરેક સમયે ઉત્તમ એહસાન અને અનુસરણ માંથી છે, જ્યારે પણ આપનો ઝિકર આવે, તેમના પર દરૂદ પઢવું જોઈએ.
  3. ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: જ્યારે પણ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ પઢો, તો દરૂદ અને સલામ બન્નેના શબ્દ પઢો, બન્ને માંથી એક શબ્દ ન પઢો, એવું કહો કે (આપ પર દરુદ) અને ફક્ત એવું પણ ન કહો કે (આપ પર સલામતી થાય).
  4. ઈમામ અબૂલ્ આલિયા રહિમહુલ્લાહએ આ આયત વિષે કહ્યું: {નિઃશંક અલ્લાહ અને તેના ફરિશ્તા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ મોકલે છે} કહ્યું: અલ્લાહ તઆલાનો પોતાના નબી પર દરૂદ પઢવાનો અર્થ તેમની પ્રશંસા કરવી, ફરિશ્તા અને માનવીઓનો દરૂદ પઢવાનો અર્થ એ કે તેમના માટે દુઆ કરવી છે.
  5. ઈમામ હલીમી રહિમહુલ્લાહએ કહ્યું: «અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદ» નો અર્થ: હે અલ્લાહ ! તું તેમને આ દુનિયામાં મહાન બનાવ તેમના ઉત્તમ ઝિકર સાથે, તેમના દીનને વિજય આપ, અને તેમની શરીઅત બાકી રાખ, અને આખિરતમાં તેમની કોમ માટે તેમની શિફારીશ (ભલામણ) સાબિત કર, તેમને ભરપૂર સવાબ આપ, પહેલા અને અંતિમ લોકોને મકામે મહમૂદ આપ, અને તેમને પોતાના દરેક નિકટ લોકો પર પ્રાથમિકતા આપ.
વધુ