عَنْ سَهْلِ بْنِ سَعْدٍ رَضِيَ اللهُ عَنْهُ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا يَزَالُ النَّاسُ بِخَيْرٍ مَا عَجَّلُوا الْفِطْرَ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1098]
المزيــد ...
સહલ બિન સઅદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું:
«લોકો ત્યાં સુધી ભલાઈમાં રહેશે, જ્યાં સુધી ઇફતારી કરવામાં જલ્દી કરશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 1098]
નબી ﷺએ જણાવ્યું કે લોકો સતત ભલાઈના માર્ગમાં રહેશે, જ્યાં સુધી તેઓ સૂર્યાસ્ત થયા પછી તરત જ ઇફતારી કરી લેશે, સુન્નત પણ અમલ કરતા અને શરીઅતે વર્ણવેલ હદ કાયમ કરતા.