+ -

عن أَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«تَسَحَّرُوا، فَإِنَّ فِي السَّحُورِ بَرَكَةً».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1923]
المزيــد ...

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું:
«સેહરી કરો, કારણકે સેહરી કરવામાં બરકત છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1923]

સમજુતી

આ હદીષ નબી ﷺ લોકોને સેહરી કરવા પર પ્રોત્સાહન આપી રહ્યા છે, સેહરી રોઝાની તૈયારી માટે રાતના છેલ્લા પહોરે ખાવામાં આવતા ખોરાકને કહે છે; કારણકે તેમાં ઘણી બરકતો છે, સવાબ અને બદલો મળવાની રીતે, રાત્રે દુઆ કરવા માટે ઉઠવું, રોઝા માટે શક્તિ પ્રાપ્ત કરવી, તેના માટે ચપળતા તેમજ તેમાં ભૂખની સખતીમાં થોડીક રાહત મળવી.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી આસામી
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. શરીઅતના આદેશનો સ્વીકાર કરી સેહરી કરવું મુસ્તહબ છે.
  2. ફતહુલ્ બારીમાં ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: ઘણી રીતે સેહરી કરવામાં બરકત છે, જેમ કે સુન્નતનું અનુસરણ, અહલે કિતાબનો વિરોધ, ઠોસ ઈબાદત, ચપળતામાં વધારો, ભૂખથી ઉતપન્ન થતા ખરાબ વ્યવહાર પર રોક, તે લોકો માટે સદકાનો માર્ગ સરળ કરવો, જેઓ માગે છે, અથવા ખાવા માટે ભેગા થાય છે, દુઆ કબૂલ થવા માટેની ઘડી વખતે ઝિક્ર અને દુઆ કરવાનો સમય મળવો, તેમજ તે લોકો માટે રોઝાની નિયત કરવાનો સમય, જેઓ સૂતા પહેલા નિયત કરવાનું ભૂલી ગયા હોય.
  3. નબી ﷺનો સારો શિક્ષણ અભિગમ; કારણકે હિકમત સાથે આદેશ આપવો હૃદયને સંતુષ્ટ કરવા અને શરીઅતને ઉપલબ્ધિ જાણવી રાખવા.
  4. ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: સેહરી ત્યારે કહેવાશે જ્યારે વ્યક્તિ થોડુંક ખાઈ પી લેશે.