عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمنينَ رَضِيَ اللَّهُ عَنْهَا زَوْجِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَعْتَكِفُ العَشْرَ الأَوَاخِرَ مِنْ رَمَضَانَ، حَتَّى تَوَفَّاهُ اللَّهُ، ثُمَّ اعْتَكَفَ أَزْوَاجُهُ مِنْ بَعْدِهِ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2026]
المزيــد ...
નબી ﷺની પત્ની ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે:
આપ ﷺ રમઝાનના છેલ્લા અશરામાં એઅતિકાફ કરતા હતા, અહીં સુધી કે અલ્લાહએ આપને મૃત્યુ આપ્યું, ત્યારબાદ આપ
ﷺની પત્નીઓ પણ એઅતિકાફ કરતી હતી.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 2026]
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા જણાવી રહ્યા છે કે આપ ﷺ રમઝાનના છેલ્લા અશરામાં જરૂર એઅતિકાફમાં બેસતા હતા, લૈલતુલ્ કદર પ્રાપ્ત કરવા માટે, આ અમલ સતત કરતા રહ્યા, જ્યાં સુધી અલ્લાહએ આપ ﷺને મૃત્યુ ન આપી દીધું, ત્યારબાદ આ રીતે આપ ﷺની પત્નીઓ પણ જરૂર એઅતિકાફ કરતી હતી.