+ -

عَنْ زَيْدِ بْنِ ثَابِتٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ:
تَسَحَّرْنَا مَعَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، ثُمَّ قَامَ إِلَى الصَّلاةِ، قُلْتُ: كَمْ كَانَ بَيْنَ الأَذَانِ وَالسَّحُورِ؟ قَالَ: قَدْرُ خَمْسِينَ آيَةً.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1921]
المزيــد ...

ઝૈદ બિન સાબિત રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું:
અમે નબી ﷺ સાથે સેહરી કરી, પછી આપ નમાઝ માટે ઉભા થયા, મેં પૂછ્યું: અઝાન અને સેહરી વચ્ચે કેટલો સમય હોવો જોઈએ? નબી ﷺએ કહ્યું: લગભગ પચાસ આયત તિલાવત કરી શકાય એટલો સમય.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1921]

સમજુતી

કેટલાક સહાબા રઝી અલ્લાહુ અન્હુમ નબી ﷺ સાથે સેહરી કરતા હતા અને પછી આપની સાથે ફજરની નમાઝ પઢતા હતા. અનસ રઝી અલ્લાહુ અન્હુએ ઝૈદ બિન સાબિતને સવાલ કર્યો: અઝાન અને સેહરી ખતમ થવામાં કેટલો સમય રહેતો હતો? તો ઝૈદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મધ્યમ પચાસ આયતો પઢી શકાય એટલો સમય રહેતો હતો, ન તો લાંબી આયતો અને ન તો ટૂંકી આયતો, એવી જ રીતે ન તો ઝડપથી અને ન તો ધીમા અવાજથી.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી આસામી
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. સેહરી ફજર સુધી વિલંબ કરવી બહેતર છે; કારણકે વિલંબ કરવામાં શરીરમાં શક્તિ અને સાંજ સુધી ફાયદો રહે છે.
  2. સહાબા રઝી અલ્લાહુ અન્હુમની હંમેશા આપ
  3. ﷺ પાસેથી દીન બાબતે શિક્ષા પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા.
  4. નબી ﷺનો પોતાના સહાબાઓ સાથે સદ્ વ્યવહાર, જેવું કે આપ
  5. ﷺએ તેમની સાથે ખાવાનું ખાધું.
  6. તુલૂએ ફજરથી ખાવા-પીવાથી રુકી જવું જોઈએ, અર્થાત્ રોઝાનો સમય તુલૂએ ફજર છે.
  7. સહાબીનું કહેવું: "અઝાન અને સેહરી વચ્ચેનો સમય કેટલો" અર્થાત્ સેહરી અને ઈકામત વચ્ચેનો સમય કેટલો; કારણકે એક બીજી હદીષમાં વર્ણન થયું છે: સેહરી અને નમાઝમાં દાખલ થવાના સમય વચ્ચે કેટલો સમય રહેતો હતો", અને બીજી હદીષો પણ આ જ સમજૂતી વર્ણન કરે છે.
  8. મુહલ્લિબે કહ્યું: શારીરિક કાર્યો વડે સમયનો અંદાજો લગાવવો, અને અરબના લોકો અમલ વડે સમયનો અંદાજો લગાવતા હતા, જેવું કે બકરીના દૂધ કાઢવાનો અંદાજો, ઊંટ ઝબેહ કરવાના સમયનો અંદાજો, અહીંયા ઝૈદ બિન સાબિત રઝી અલ્લાહુ અન્હુએ કુરઆન મજીદની તિલાવત વડે સમયનો અંદાજો લગાવ્યો; જેનાથી ઈશારો મળે છે કે તે સમય ઈબાદતનો સમય છે; કારણકે જો તેઓ અન્ય અમલ વડે સમયનો અંદાજો લગાવતા તો આમ કહેતા: આ તરફ ચાલવાના સમય જેટલો સમય અથવા પાંચમા ભાગનો એક તૃતિયાંશ સમય.
  9. ઈબ્ને અબી જમુરહ રહિમહુલ્લાહએ કહ્યું: આપ ﷺ પોતાની ઉમ્મત માટે આસાની તરફ ધ્યાન કરતા, અને તે અમલ કરતા જે ઉમ્મત માટે સરળ હોય, કારણકે જો આપ સેહરી જ ન કરતા અને લોકો આપનું અનુસરણ કરતા તો કેટલાક માટે આ અમલ અઘરો સાબિત થતો, અને કદાચ જો સેહરી અડધી રાત્રે કરી લેતા, તો પણ કેટલાક લોકો માટે આ અમલ અઘરો સાબિત થાત; કારણકે તે ઊંઘનો સમય છે, જેના કારણે ફજરની નમાઝ છૂટી જવાની શક્યતા વધી જાય છે, અથવા લોકો સેહરી કરવા માટે રાત્રે જાગવાનો પ્રયત્ન કરતા.