عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه قَالَ:
كُنَّا نُخْرِجُ إِذْ كَانَ فِينَا رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ زَكَاةَ الْفِطْرِ، عَنْ كُلِّ صَغِيرٍ وَكَبِيرٍ، حُرٍّ أَوْ مَمْلُوكٍ، صَاعًا مِنْ طَعَامٍ، أَوْ صَاعًا مِنْ أَقِطٍ، أَوْ صَاعًا مِنْ شَعِيرٍ، أَوْ صَاعًا مِنْ تَمْرٍ، أَوْ صَاعًا مِنْ زَبِيبٍ، فَلَمْ نَزَلْ نُخْرِجُهُ حَتَّى قَدِمَ عَلَيْنَا مُعَاوِيَةُ بْنُ أَبِي سُفْيَانَ رضي الله عنه حَاجًّا، أَوْ مُعْتَمِرًا فَكَلَّمَ النَّاسَ عَلَى الْمِنْبَرِ، فَكَانَ فِيمَا كَلَّمَ بِهِ النَّاسَ أَنْ قَالَ: إِنِّي أَرَى أَنَّ مُدَّيْنِ مِنْ سَمْرَاءِ الشَّامِ، تَعْدِلُ صَاعًا مِنْ تَمْرٍ، فَأَخَذَ النَّاسُ بِذَلِكَ، قَالَ أَبُو سَعِيدٍ: فَأَمَّا أَنَا فَلَا أَزَالُ أُخْرِجُهُ كَمَا كُنْتُ أُخْرِجُهُ، أَبَدًا مَا عِشْتُ.
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 985]
المزيــد ...
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
અમે નબી ﷺના સમયે
દરેક નાના મોટા, આજાદ અને ગુલામ તરફથી એક સાઅ ઘઉં અથવા એક સાઅ પનીર અથવા એક સાઅ જુવાર, અથવા એક સાઅ ખજૂર અથવા એક સાઅ કિશમીશ (સૂકી દ્રાક્ષ) ફિતરો કાઢતા હતા, અમે આ પ્રમાણે જ ફિતરો નીકાળતા રહ્યા અહીં સુધી કે એકવાર મુઆવિયહ બિન અબી સુફયાન રઝી અલ્લાહુ અન્હુ હજ કરવા અથવા ઉમરહ કરવા અમારી પાસે આવ્યા, અને મિમ્બર પર ચઢી ખુતબો કર્યો, અને લોકો સાથે વાતચીત પણ કરી, લોકો સાથે જે વાત કરી તેમાં આ વાતનો પણ ઉલ્લેખ હતો કે હું એવું સમજુ છું કે શામ શહેરથી આવનારા મોંઘા ઘઉંના બે મૂદ (અડધો સાઅ) ખજૂરના એક સાઅ બરાબર છે, ત્યારબાદ લોકોએ આ વાત સ્વીકારી લીધી, પરંતુ અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: હું જ્યાં સુધી જીવિત રહીશ ત્યાં સુધી આપ
ﷺએ જે પ્રમાણે ફિતરો કાઢ્યો છે તે પ્રમાણે જ કાઢતો રહીશ.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 985]
મુસલમાનો નબી ﷺના સમયે અને તેમના પછી ખુલફાએ રાશીદિનના સમયમાં દરેક નાના મોટા તરફથી ખોરાક માંથી એક સાઅ સદકતુલ્ ફિતર (ફિતરો) કાઢતા હતા. ખોરાક માંથી ઘઉં, (કિશમીશ): સૂકી દ્રાક્ષ, અને (પનીર): ઠરેલું દૂધ અને ખજૂર. એક સાઅ ચાર મુદ બરાબર હોય છે અને એક મુદનું પ્રમાણ એક મધ્યસ્થ વ્યક્તિના ખોબા જેટલું હોય છે. પછી જ્યારે મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ મદીનહ આવ્યા, અને તે સમયે તેઓ ખલીફા હતા, અને શામ શહેરના ઘઉં વધારે પ્રમાણમાં જોયા તો તેમણે ખુતબો આપ્યો અને કહ્યું: હું સમજુ છું કે બે મુદ શામના ઘઉં (અડધો સાઅ) એક સાઅ ખજૂર બરાબર છે, ત્યારબાદ લોકોએ પ્રમાણે આપવા લાગ્યા. અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું તો એવી જ રીતે સદકતુલ્ ફિતર આપતો રહીશ, જે પ્રમાણે આપ ﷺના સમયમાં હું કાઢતો હતો, અને જ્યાં સુધી જીવિત રહીશ, ત્યાં સુધી આ પ્રમાણે જ કાઢતો રહીશ.