عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللَّهِ رَضِيَ اللَّهُ عَنْهُما قَالَ:
كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي سَفَرٍ، فَرَأَى زِحَامًا وَرَجُلًا قَدْ ظُلِّلَ عَلَيْهِ، فَقَالَ: «مَا هَذَا؟»، فَقَالُوا: صَائِمٌ، فَقَالَ: «لَيْسَ مِنَ البِرِّ الصَّوْمُ فِي السَّفَرِ»، وَفِي لَفْظٍ لِمُسلِمٍ: «عَلَيْكُمْ بِرُخْصَةِ اللهِ الَّذِي رَخَّصَ لَكُمْ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1946]
المزيــد ...
જાબિર બિન્ અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જોયું કે એક સફરમાં લોકો ભેગા થઈ એક વ્યક્તિને છાંયડો કરી રહ્યા છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પૂછયું: «આ શું છે?» તેઓએ કહ્યું: આ વ્યક્તિએ રોઝો રાખ્યો છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સફરમાં રોઝો રાખવો કોઈ નેકીનું કામ નથી», મુસ્લિમના શબ્દો છે: «અલ્લાહએ જે તમને છૂટ આપી હોય તેના પર અમલ કરો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1946]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક સફરમાં જોયું કે લોકો એક વ્યક્તિ પાસે ભેગા થઈ તેના માટે છાયડો કરી રહ્યા છે, સખત તાપ અને તરસના કારણે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પૂછ્યું: તેને શું થયું છે? લોકોએ કહ્યું: આ વ્યક્તિ રોજદાર છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: સફરમાં રોઝો રાખવો કોઈ નેકીનું કાર્ય નથી, અલ્લાહએ આપેલ છૂટ અપનાવવી જોઈએ.