عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا تَقَدَّمُوا رَمَضَانَ بِصَوْمِ يَوْمٍ وَلَا يَوْمَيْنِ إِلَّا رَجُلٌ كَانَ يَصُومُ صَوْمًا فَلْيَصُمْهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1082]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર
ﷺએ કહ્યું:
«રમઝાનના એક અથવા બે દિવસ પહેલા રોઝા ન રાખો, પરંતુ કોઈ વ્યક્તિ આગળથી જ (નફીલ) રોઝા રાખતો હોય તો તે રાખી લે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 1082]
આ હદીષમાં નબી ﷺએ રમઝાન મહિનાના એક દિવસ અથવા બે દિવસ પહેલા સાવચેતીરૂપે રોઝા રાખવાથી રોક્યા છે; કારણકે રમઝાનનો ચાંદ જોયા પછી રમઝાનના રોઝા ફર્ઝ થાય છે, માટે સાહસ કરવાની જરૂર નથી, હા, જે વ્યક્તિ નફીલ રોઝા રાખતો હોય જેવું કે કોઈની આદત હોય એક દિવસ રોઝો રાખવો અને એક દિવસ ન રાખવો, તેમજ સોમવાર અને ગુરુવારના દિવસના રોઝા તો તેની છૂટ છે, તેનો રમઝાનના ઇસ્તિકબાલ પર કોઈ સબંધ નથી, તેને લગતા વાજિબ રોઝા પણ હોઈ શકે છે, જેવું છૂટી ગયેલા રોઝા અને નઝરના રોઝા.