عَنْ النَّوَّاسِ بْنِ سَمْعَانَ الْأَنْصَارِيِّ رضي الله عنه عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«ضَرَبَ اللهُ مَثَلًا صِرَاطًا مُسْتَقِيمًا، وَعَلَى جَنْبَتَيْ الصِّرَاطِ سُورَانِ، فِيهِمَا أَبْوَابٌ مُفَتَّحَةٌ، وَعَلَى الْأَبْوَابِ سُتُورٌ مُرْخَاةٌ، وَعَلَى بَابِ الصِّرَاطِ دَاعٍ يَقُولُ: أَيُّهَا النَّاسُ، ادْخُلُوا الصِّرَاطَ جَمِيعًا، وَلَا تَتَعَرَّجُوا، وَدَاعٍ يَدْعُو مِنْ فَوْقِ الصِّرَاطِ، فَإِذَا أَرَادَ يَفْتَحُ شَيْئًا مِنْ تِلْكَ الْأَبْوَابِ، قَالَ: وَيْحَكَ لَا تَفْتَحْهُ، فَإِنَّكَ إِنْ تَفْتَحْهُ تَلِجْهُ، وَالصِّرَاطُ الْإِسْلَامُ، وَالسُّورَانِ: حُدُودُ اللهِ، وَالْأَبْوَابُ الْمُفَتَّحَةُ: مَحَارِمُ اللهِ، وَذَلِكَ الدَّاعِي عَلَى رَأْسِ الصِّرَاطِ: كِتَابُ اللهِ، وَالدَّاعِي مِنِ فَوْقَ الصِّرَاطِ: وَاعِظُ اللهِ فِي قَلْبِ كُلِّ مُسْلِمٍ».
[صحيح] - [رواه الترمذي وأحمد] - [مسند أحمد: 17634]
المزيــد ...
નવ્વાસ બિન સમઆન અલ્ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«અલ્લાહ તઆલાએ (ઇસ્લામનું) ઉદાહરણ સિરાતે મુસ્તકીમ (સાચો માર્ગ) દ્વારા આપ્યું છે, જેની બંને બાજુ બે દીવાલો છે, તે દીવાલોમાં બે અલગ લગ દરવાજાઓ છે અને દરેક દરવાજા પર પડદા પડેલા છે, એક પોકારવાવાળો તે માર્ગની શરૂઆતમાં ઉભો રહી પોકારી રહ્યો છે, હે લોકો ! તમે દરેક આ માર્ગ પર આવી જાવ, અને ઊંધા માર્ગ પર ન જાઓ, જ્યારે કોઈ વ્યક્તિ તે દરવાજાનો કોઈ પડદો ખોલવાની ઈચ્છા કરે છે તો તેના પર પોકારવાવાળો વ્યક્તિ કહે છે, તારા માટે નષ્ટતા છે, તું આ પડદો ન ખોલ, જો તું ખોલી નાખીશ તો અંદર દાખલ થઈ જઈશ, (અહીંયા સિરાતનો અર્થ) ઇસ્લામ છે અને બન્ને દિવારો અલ્લાહે નક્કી કરેલ હદ છે, અને જે ખુલ્લા દરવાજા છે: તે અલ્લાહ એ હરામ કરેલી વસ્તુઓ છે, અને તે પોકારવાવાળો જે માર્ગની શરૂઆત પર પોકારી રહ્યો છે: તે અલ્લાહની કિતાબ (કુરઆન મજીદ) છે, અને માર્ગની ઉપર પોકારવાવાળો: દરેક મુસલમાનના દિલમાં રહેલ નસીહત કરવાવાળો છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [મુસ્નદ એહમદ - 17634]
આપ ﷺ એ જણાવ્યું: અલ્લાહ તઆલા ઇસ્લામ માટે સાચા માર્ગનું એક ઉદાહરણ વર્ણન કરે છે, જેમાં કોઈ ખોટો તેમજ વિકૃત માર્ગ નથી, તે માર્ગની બન્ને બાજુ સિમાઓ બનેલી છે અથવા બે દીવાલો બનેલી છે, જેણે ચારેય તરફથી ઘેરાવ કરેલો છે, તે બન્ને અલ્લાહ એ નક્કી કરેલ હદ છે, તે બન્ને દીવાલોમાં ખુલ્લા દરવાજા છે, જે અલ્લાહ તઆલા એ રોકેલ કાર્યો છે, અને તે દરવાજા પર પડદા પડેલા છે, જેના કારણે માર્ગ પર ચાલવાવાળાને અંદરની વસ્તુ નથી દેખાતી, અને માર્ગની શરૂઆતમાં એક શુભેચ્છુક બેઠેલો છે, જે તમને સાચા માર્ગ તરફ માર્ગદર્શન આપી રહ્યો છે, અને કહી રહ્યો છે કે આ તરફ ચાલો, આજુબાજુ ધ્યાન કરી ન ચાલશો, અને આ પોકારવાવાળો અલ્લાહની કિતાબ કુરઆન છે, અને એક બીજો પોકારવાવાળો જે રસ્તાની ઉપર બેઠો છે, અને જ્યારે પણ માર્ગ પર ચાલવાવાળાએ સહેજ પડદો ઉઠાવી તેમાં ઝાકવાનો પ્રયત્ન કર્યો, અને પડદો ઉઠાવવાની કોશિશ કરી તો તરત જ તેણે સચેત કરતા કહ્યું: તમારા માટે નષ્ટતા છે, આ પડદો ન ખોલશો અને જો તમે ખોલશો તો તમે અંદર દાખલ થઈ જશો અને તમે પોતાને અંદર દાખલ થવાથી રોકી નહીંશકો, આ શુભેચ્છુક મુસલમાન મોમિનના દિલમાં હોય છે, જે અલ્લાહ તરફથી નસીહત કરનાર છે.