عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللَّهِ رضي الله عنهما أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا تَعَلَّمُوا الْعِلْمَ لِتُبَاهُوا بِهِ الْعُلَمَاءَ، وَلَا لِتُمَارُوا بِهِ السُّفَهَاءَ، وَلَا تَخَيَّرُوا بِهِ الْمَجَالِسَ، فَمَنْ فَعَلَ ذَلِكَ، فَالنَّارُ النَّارُ».
[صحيح] - [رواه ابن ماجه] - [سنن ابن ماجه: 254]
المزيــد ...
જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«તમે ઇલ્મને આલિમો સામે બડાઈ મારવા ન શીખો, અને ન તો મૂર્ખ લોકો સાથે તકરાર કરવા માટે શીખો, અને દીનના ઇલ્મને મજલિસો (સભાઓ) માં પદ માટે શણગારનું માધ્યમ ન બનાવો, જેણે આવું કર્યું તો તેના માટે જહન્નમ છે, જહન્નમ છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ ઈબ્ને માજા - 254]
આપ ﷺ એ ઇલ્મને એકબીજા પર મોટાઈ અને આલિમો સામે બડાઈ કરવા માટે શીખવાથી સખ્તી સાથે રોક્યા છે, અને એ દેખાડો કરવો કે હું આલિમોની માફક જ છું, અથવા ખુતબા આપવા અથવા મૂર્ખ તેમજ મંદબુદ્ધિ લોકો સાથે તકરાર કરવા અથવા મજલિસોમાં પદ તેમજ બડાઈ મારવા અને બીજા સમક્ષ સ્પષ્ટ દેખાડો કરવા માટે ન શીખો. જો તમે આ માટે ઇલ્મ શીખશો અને આવું કરશો તો તમારા માટે અલ્લાહ માટે ઇલ્મ ન શીખવા અને ઇખલાસની કમી તેમજ દેખાડો કરવા માટે ઇલ્મ પ્રાપ્ત કરવા પર જહન્નમ વાજિબ થઈ જશે.