عَنْ أَبِي الدَّرْدَاءِ رضي الله عنه قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«أَلاَ أُنَبِّئُكُمْ بِخَيْرِ أَعْمَالِكُمْ، وَأَزْكَاهَا عِنْدَ مَلِيكِكُمْ، وَأَرْفَعِهَا فِي دَرَجَاتِكُمْ وَخَيْرٌ لَكُمْ مِنْ إِنْفَاقِ الذَّهَبِ وَالوَرِقِ، وَخَيْرٌ لَكُمْ مِنْ أَنْ تَلْقَوْا عَدُوَّكُمْ فَتَضْرِبُوا أَعْنَاقَهُمْ وَيَضْرِبُوا أَعْنَاقَكُمْ؟» قَالُوا: بَلَى. قَالَ: «ذِكْرُ اللهِ تَعَالَى».
[صحيح] - [رواه الترمذي وابن ماجه وأحمد] - [سنن الترمذي: 3377]
المزيــد ...
અબૂ દરદાઅ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:
«શું હું તમને તમારા માટે સૌથી શ્રેષ્ઠ અમલ વિશે ન જણાવું, જે અમલ તમારા પાલનહારની નજીક સૌથી પ્રશંસનીય અને તમારા દરજ્જાને ઊચા કરવાવાળો છે, તમારા સોના અને ચાંદીને ખર્ચ કરવા કરતા પણ વધારે ઉત્તમ અને તેના કરતાં પણ વધારે ઉત્તમ અમલ છે કે જ્યારે તમારો સામનો દુશ્મનો સામનો થાય અને તમે તેની ગરદન મારો અને તેઓ તમારી ગરદન મારે?» સહાબાઓએ કહ્યું કેમ નહીં, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તે અમલ અલ્લાહનો ઝિક્ર છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 3377]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ સહાબાઓને સવાલ કર્યો: .
શું તમે ઇચ્છો છો કે હું તમને એક મહાન અમલ વિશે જણાવું જે તમારા પાલનહારની નજીક સૌથી શ્રેષ્ઠ, ઉત્તમ અને પવિત્ર છે? .
જે અમલ જન્નતમાં તમારા દરજ્જા બુલંદ કરશે?
જે અમલ સોના અને ચાંદી ખર્ચ કરવા કરતા પણ વધારે શ્રેષ્ઠ છે?
અને જિહાદ જેવા અમલ કરતા પણ વધુ શ્રેષ્ઠ અમલ, જેમાં તમે કાફિરો સાથે યુદ્ધમાં એકબીજાની ગરદન મારો છો?
સહાબાઓએ કહ્યું: હા જરૂર અમે જાણવા ઇચ્છીએ છીએ.
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં અને દરેક વખતે અલ્લાહનો ઝિક્ર કરવો.