عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«أَلَا أَدُلُّكُمْ عَلَى مَا يَمْحُو اللهُ بِهِ الْخَطَايَا، وَيَرْفَعُ بِهِ الدَّرَجَاتِ؟» قَالُوا بَلَى يَا رَسُولَ اللهِ قَالَ: «إِسْبَاغُ الْوُضُوءِ عَلَى الْمَكَارِهِ، وَكَثْرَةُ الْخُطَا إِلَى الْمَسَاجِدِ، وَانْتِظَارُ الصَّلَاةِ بَعْدَ الصَّلَاةِ، فَذَلِكُمُ الرِّبَاطُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 251]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:
«શુ હું તમને એવા અમલ વિશે જાણકારી ન આપું, જેનાથી અલ્લાહ તઆલા તમારા ગુનાહ માફ કરી દેશે અને તમારા દરજ્જા બુલંદ કરશે?» સહાબાઓએ કહ્યું, કેમ નહીં હે અલ્લાહના રસૂલ!: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «ઈચ્છા ન હોય તો પણ સારી રીતે વઝૂ કરવું, મસ્જિદ તરફ વધુ ચાલતા જવું, એક નમાઝ પઢયા પછી બીજી નમાઝ માટે રાહ જોવી, આ જ રિબાત (શૈતાન વિરુદ્ધ યુદ્ધની છાવળી) છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 251]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ સહાબાઓને સવાલ કર્યો કે શું તમે એવા અમલ વિષે જાણવાની ઈચ્છા ધરાવો છો, જેના કારણે ગુનાહ માફ થાય છે, કર્મનોધ માંથી તે ગુનાહ ભૂંસી નાખવામાં આવે છે, અને તે કાર્યો જન્નતમાં ઊંચા દરજ્જાનું કારણ બને છે?
સહાબાઓએ કહ્યું: હા અમે એવા અમલ વિષે જાણવાની ઈચ્છા ધરાવીએ છીએ, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:
પહેલું: મુસીબત હોવા છતાંય સારી રીતે વઝૂ કરવું, જેવું કે ઠંડીમાં, પાણીની અછત વખતે શરીરમાં દુખાવાના કારણે, અને ગરમ પાણી હોય વગેરે.
બીજું: ઘરેથી મસ્જિદ દૂર હોવા છતાંય ચાલતા નમાઝ પઢવા જવું, અને આ કાર્ય સતત કરતાં રહેવું.
ત્રીજું: એક નમાઝ પછી બીજી નમાઝ માટે રાહ જોવી, તેના પ્રત્યે દિલ લગાવવું, તેની તૈયારી કરવી અને જમાઅત માટે નમાઝની રાહ જોવી, જ્યારે નમાઝ પઢી લે તો તે જ જગ્યા પર બેસીને બીજી નમાઝની રાહ જોવી.
પછી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યુ કે ખરેખર આ અમલ સાચે પહેરેદારી કરવા જેવા છે, કારણકે દિલ પરથી શૈતાનના માર્ગને દૂર કરે છે, તે પોતાના નફ્સ પર કાબુ કરે છે, અને વસ્વસાને સ્વીકાર કરવાથી રોકે છે, આ રીતે અલ્લાહની જમાઅત શૈતાનના લશ્કર સામે વિજય પામે છે, અને ખરેખર આ જ મોટું જિહાદ છે, જે દુશ્મનની પીઠ પર જોરદાર વાર કરે છે.