+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«الدُّنْيَا سِجْنُ الْمُؤْمِنِ وَجَنَّةُ الْكَافِرِ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2956]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«મોમિન માટે આ દુનિયા જેલ અને કાફિર માટે જન્નત છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2956]

સમજુતી

આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે દુનિયાનું જીવન મોમિન માટે જેલ જેવું છે, જેમાં શરીઅતે અનિવાર્ય કરેલ આદેશો પર અમલ અને અવૈધ કરેલ કાર્યો છોડવા પર તકલીફ, જ્યારે તે મૃત્યુ પામશે તો શાંતિ અને અમન ભર્યું જીવન તેને મળશે, તેમજ અલ્લાહએ તૈયાર કરેલ નેઅમતોની પ્રાપ્તિ થશે, અને દુનિયા કાફિર માટે જન્નત છે; કારણ કે પોતાની મનેચ્છા પ્રમાણે જેમ ઈચ્છે તે કરે છે, અને આ દરેક વસ્તુ કયામતના દિવસે અલ્લાહએ તૈયાર કરેલ અઝાબ દ્વારા બદલાય જશે, જેમાં તેઓ હમેંશા રહેશે.

હદીષથી મળતા ફાયદા

  1. ઇમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: દરેક મોમિન દુનિયામાં પ્રતિબંધિત અને અણગમતી મનેચ્છાથી બંધાયેલો છે, અઘરા આદેશોનું પાલન કરવા પર પણ બંધાયેલો છે, આ દરેક વસ્તુ મૃત્યુ પછી શાંતિ અને અમનમાં ફેરવાય જશે, અને અલ્લાહએ હમેંશા માટે તૈયાર કરેલ નેઅમત દ્વારા બદલાય જશે, તેમજ સંપૂર્ણ રાહત મળશે, અને કાફિર પાસે આ દુનિયામાં જે પણ આનંદ છે તે માર્યાદિત અને મુશ્કેલીઓ વારી છે, જયારે તે મૃત્યુ પામે છે આ દરેક કાયમી અઝાબ અને દુ:ખમાં ફેરવાઈ જશે.
  2. ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું કહેવું (મોમિન માટે જેલ) નો અર્થ: જો તે આનંદની સ્થિતિમાં હોય, તો પણ તેના માટે જન્નત તેના કરતા વધુ શ્રેષ્ઠ છે, (કાફીર માટે જન્નત) નો અર્થ: જો તે ઘૃણાની સ્થિતિમાં હશે, તો પણ તેના માટે જહન્નમ તેના કરતા વધુ ખરાબ છે.
  3. અલ્લાહની નજીક આ દુનિયા તુચ્છ છે.
  4. આ દુનિયા ઇમાનવાળાઓ માટે અજમાયશ તેમજ કસોટીનું ઘર છે.
  5. કાફિર વ્યક્તિએ આ દુનિયામાં પોતાનું સ્વર્ગ ઉતાવળથી મેળવ્યું; તેથી તેને મૃત્યુ પછીના સ્વર્ગ અને આનંદથી વંચિત રાખીને સજા આપવામાં આવશે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી તામિલ થાય આસામી الأمهرية الدرية الصربية الرومانية المجرية الجورجية الخميرية الماراثية
ભાષાતર જુઓ
વધુ