+ -

عَنْ أَبِي طَلْحَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لاَ تَدْخُلُ المَلاَئِكَةُ بَيْتًا فِيهِ كَلْبٌ وَلاَ صُورَةٌ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3322]
المزيــد ...

અબૂ તલહા રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું:
«ફરિશ્તાઓ તે ઘરમાં દાખલ થતાં નથી, જેમાં કોઈ કૂતરું અથવા ચિત્ર હોય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 3322]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે જે ઘરમાં કૂતરું અથવા કોઈ જીવિત વ્યક્તિનું ચિત્ર હોય, તે ઘરમાં રહેમતના ફરિશ્તાઓ દાખલ થતાં નથી; કારણકે કોઈ વસ્તુનું ચિત્ર જેમાં જીવ હોય: તે એક ભયાનક ગુનોહ છે, તે અલ્લાહના સર્જન કરવાના ગુણની સરખામણી અને શિર્કનો સ્ત્રોત છે, અને તેમાં કેટલાક એવા પણ ચિત્રો હોય છે, જેની અલ્લાહને છોડીને ઈબાદત કરવામાં આવે છે, અને ઘરમાં કૂતરું ના રાખવાનું કારણ: તે ખૂબ જ ગંદકી ખાઈ છે, અને તેમાંથી કેટલાકને શૈતાન પણ કહેવામાં આવે છે, અને ફરિશ્તાઓ શૈતાન વિરુદ્ધ છે, અને કુતરામાં દુર્ગંધ પણ ખૂબ જ આવતી હોય છે, અને ફરિશ્તાઓ દુર્ગંધને પસંદ કરતાં નથી, એટલા માટે કુતરાઓને ઘરમાં રાખવાથી રોક્યા છે, બસ જે વ્યક્તિ કુતરાઓને ઘરમાં રાખે છે, તે ઘર ફરિશ્તાઓ દાખલ, થવા, તેમાં નમાઝ પઢવા, તૌબા કરવા અને તે ઘરમાં બરકત ઉતારવા અને શૈતાનની બુરાઈથી દૂર કરવા જેવા ફાયદાથી તે વંચિત થઈ જાય છે, અને તે રૂપે તેને સજા આપવામાં આવે છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય પૂશ્તો આસામી الأمهرية الهولندية Kirgisisch النيبالية الرومانية Malagasy
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. શિકાર કરવા અથવા જાનવરોને સાચવવા માટે કુતરા રાખવા જાઈઝ છે, તે સિવાયના કોઈ પણ કામ માટે કુતરા રાખવા હરામ છે.
  2. ચિત્રો બનાવવા તે ગુનાહના કામો માંથી છે, જેના દ્વારા ફરિશ્તાઓ દૂર જતાં રહે છે, અને ચિત્રોનું ઘરમાં હોવું, અલ્લાહની રહેમતથી વંચિત રહી જવાનું કારણ છે, એવી જ રીત કુતરા બાબતે પણ.
  3. ફરિશ્તાઓ તે ઘરમાં દાખલ થતાં નથી જેમાં ચિત્ર અને કૂતરું હોય છે, તે રહેમતના ફરિશ્તાઓ હોય છે, પરંતુ સુરક્ષાના ફરિશ્તા, જેમના બીજા કામ હોય છે, જેમકે મોતનો ફરિશ્તો, તો તે દરેક ઘરમાં દાખલ થાય છે.
  4. દિવાલો તથા અન્ય જગ્યાઓ પર જીવિત લોકોના ચિત્રો લટકાવવા હરામ છે.
  5. ઈમામ ખત્તાબી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ કહ્યું: ફરિશ્તાઓ તે ઘરમાં દાખલ નથી થતા, જેમાં કુતરા અથવા એવા ચિત્રો હોય, જેના માલિક બનવું અશક્ય છે, પરંતુ શિકાર કરવા અથવા જાનવરો પાડવા માટે રાખવામાં આવતા કુતરા હરામ નથી, અને તે ચિત્રો જેમાં કોઈ જીવનું ચિત્ર ન હોય, જેમક ગાદલાં, ઓશીકા, વગેરે પર હોય છે, તો તે ફરિશ્તાઓના ઘરમાં દાખલ થવાથી રોકતા નથી.
વધુ