+ -

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضيَ اللهُ عنه قَالَ:
بَيْنَمَا نَحْنُ فِي الْمَسْجِدِ مَعَ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِذْ جَاءَ أَعْرَابِيٌّ، فَقَامَ يَبُولُ فِي الْمَسْجِدِ، فَقَالَ أَصْحَابُ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: مَهْ مَهْ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «لَا تُزْرِمُوهُ، دَعُوهُ» فَتَرَكُوهُ حَتَّى بَالَ، ثُمَّ إِنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ دَعَاهُ فَقَالَ لَهُ: «إِنَّ هَذِهِ الْمَسَاجِدَ لَا تَصْلُحُ لِشَيْءٍ مِنْ هَذَا الْبَوْلِ، وَلَا الْقَذَرِ إِنَّمَا هِيَ لِذِكْرِ اللهِ عَزَّ وَجَلَّ، وَالصَّلَاةِ وَقِرَاءَةِ الْقُرْآنِ» أَوْ كَمَا قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: فَأَمَرَ رَجُلًا مِنَ الْقَوْمِ فَجَاءَ بِدَلْوٍ مِنْ مَاءٍ فَشَنَّهُ عَلَيْهِ.

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 285]
المزيــد ...

અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે મસ્જિદમાં બેઠા હતા, એક ગામડિયો આવ્યો અને મસ્જિદમાં જ પેશાબ કરવા લાગ્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સાથીઓએ તેને ના, ના કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને કહ્યું: «તેને પેશાબ કરતા ન રોકો, તેને પેશાબ કરી લેવા દો», સહાબાઓએ તેને છોડી દીધો અને પેશાબ કરી લેવા દીધી, જ્યારે તે પેશાબ કરી રહ્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને બોલાવ્યો અને કહ્યું: «આ મસ્જિદ છે, અહીંયા પેશાબ કરવી અથવા અન્ય કોઈ ગંદકી કરવી યોગ્ય નથી, મસ્જિદ તો નમાઝ, ઝિક્ર અને કુરઆનની તિલાવત માટે બનાવવામાં આવી છે», અને આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ પાણીની એક ડોલ ભરીને તેના પર રેડી દેવાનો આદેશ આપ્યો.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 285]

સમજુતી

સહાબા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે મસ્જિદમાં બેઠા હતા, એક ગામડિયો આવ્યો અને મસ્જિદના એક ખૂણામાં પેશાબ કરવા લાગ્યો. સહાબાઓએ તેને બોલ્યા અને કહ્યું: રુકી જા ભઈ, ના કર. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને કહ્યું: તેને છોડી દો, તેને પેશાબ કરવાથી વચ્ચે ન રોકો, સહાબાઓએ તેને છોડી દીધો, ગામડિયએ પેશાબ કરી લીધી.
ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને બોલાવ્યો અને કહ્યું: મસ્જિદોમાં પેશાબ અને ગંદકી કરવી યોગ્ય નથી, મસ્જિદ તો અલ્લાહનો ઝિક્ર કરવા, નમાઝ પઢવા અને કુરઆનની તિલાવત કરવા તેમજ અન્ય ઈબાદત માટે હોય છે. ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સહાબાઓ માંથી એક સહાબીને તેના પર એક ડોલ પાણી રેડી દેવાનો આદેશ આપ્યો.

હદીષથી મળતા ફાયદા

  1. મસ્જિદોનો આદર કરવો અને તેને દરેક યોગ્ય વસ્તુથી બચવ્વાઈ જરૂરી છે.
  2. ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં મસ્જિદોની કેરવ અને તેને ગંદકી તેમજ થૂંક, ઊંચા અવાજ, ઝઘડા, લે-વેચ કરવા અને અન્ય તમામ કરારો અને તેના જેવા અન્ય કાર્યોથી મુક્ત રાખવાનો સમાવેશ થાય છે.
  3. અજ્ઞાની વ્યક્તિ પ્રત્યે દયાળુ બનો અને કઠોરતા કે નુકસાન પહોંચાડ્યા વિના તેમને જે જાણવું જરૂરી છે, તેની શિક્ષા આપવી, જ્યાં સુધી તેઓ તિરસ્કાર કે હઠીલાપણુંથી ભૂલ ન કરે.
  4. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક દયાળુ, સોમ્ય અને સહનશીલ શિક્ષક હતા.
  5. આ હદીષમાં લોકોને અલ્લાહના ઘરોમાં નમાઝ, કુરઆનની તિલાવત, અને અલ્લાહનો ઝિક્ર કરવા પર પ્રોત્સાહિત કર્યા છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الأمهرية الدرية الرومانية المجرية الجورجية الخميرية الماراثية
ભાષાતર જુઓ
વધુ