عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا تَصْحَبُ الْمَلَائِكَةُ رُفْقَةً فِيهَا كَلْبٌ وَلَا جَرَسٌ».

[صحيح] - [رواه مسلم]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«તે જૂથ સાથે ફરિશ્તાઓ નથી હોતા, જેમાં કૂતરું અને ઘંટડી હોય».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે ફરિશ્તાઓ તે લોકોના કાફલા સાથે સફર નથી કરતા, જેમની સાથે કુતરુ હોય, અથવા ઘંટડી હોય, જે જાનવરોના ગળામાં લટલાવવામાં આવી હોય, જ્યારે તેઓ ચાલે તો તે ઘંટડી અવાજ કરે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. શિકાર કરવા અથવા સુરક્ષા સિવાય અન્ય કોઈ કામ માટે કુતરુ રાખવું કે પાળવું હરામ છે.
  2. જે ફરિશ્તાઓ આપણી સાથે નથી હોતા, તે રહેમતના ફરિશ્તા હોય છે, પરંતુ સુરક્ષા કરનાર ફરિશ્તાઓ કયારે પણ અલ્લાહના બંદાઓથી અલગ થતાં નથી, ભલે તે સફરમાં હોય કે ઘરે.
  3. ઘંટડીથી રોકવામાં આવ્યા; કારણકે તે શૈતાનની વાંસળીઓ માંથી એક છે, અને આ ઘંટડી ઈસાઈઓની ઘંટડી સાથે સમાનતા ધરાવે છે.
  4. એક મુસલમાન માટે જરૂરી છે કે તે દરેક વસ્તુથી દૂર રહે જેના કારણે ફરિશ્તા તેનાથી દૂર થઈ જાય છે.
વધુ