عَنْ أَبِي أُمَامَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ قَرَأَ آيَةَ الْكُرْسِيِّ فِي دُبُرِ كُلِّ صَلَاةٍ مَكْتُوبَةٍ لَمْ يَمْنَعْهُ مِنْ دُخُولِ الْجَنَّةِ إِلَّا أَنْ يَمُوتَ».
[صحيح] - [رواه النسائي في الكبرى] - [السنن الكبرى للنسائي: 9848]
المزيــد ...
અબૂ ઉમામહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:
«જે વ્યક્તિ દરેક ફર્ઝ નમાઝ પછી આયતુલ્ કુરસી પઢે, તો તેને મોત સિવાય કોઈ વસ્તુ જન્નતમાં પ્રવેશ કરવાથી રોકી નહીં શકે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - - [અસ્ સુનનુલ્ કુબરા લિન્નિસાઇ - 9848]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે જે વ્યક્તિ દરેક ફર્ઝ નમાઝ પછી આયતુલ્ કુરસી પઢશે, તો તેને મોત સિવાય કોઈ વસ્તુ જન્નતમાં પ્રવેશ કરવાથી રોકી નહીં શકે, અને તે સૂરે બકરહમાં છે, અલ્લાહ તઆલા કહે છે: {અલ્લાહ સિવાય કોઈ જ ઇલાહ નથી, જે હંમેશાથી જીવિત છે અને સૌને સંભાળી રાખનાર છે, જેને ન ઉંઘ આવે છે ન નિંદ્રા, આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે, દરેક તેનું જ છે કોણ છે, જે તેની પરવાનગી વગર તેની સામે ભલામણ કરી શકે? જે કંઈ લોકોની સામે છે, તે તેને પણ જાણે છે અને જે કંઈ તેમનાથી અદ્રશ્ય છે, તેને પણ જાણે છે, તેઓ તેના જ્ઞાન માંથી કોઇ વસ્તુનો ઘેરાવ નથી કરી શકતા પરંતુ જેટલું તે ઇચ્છે, તેની કુરસીની ચોડાઇએ ધરતી અને આકાશને ઘેરી રાખ્યા છે અને અલ્લાહ તઆલા તેની દેખરેખથી થાકતો નથી, તે તો ઘણો જ મહાન અને ઘણો જ મોટો છે}. [અલ્ બકરહ: ૨૫૫].