عَنِ ابْنِ عَبَّاسٍ رضي الله عنهما قَالَ:
تَوَضَّأَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ مَرَّةً مَرَّةً.
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 157]
المزيــد ...
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે:
નબી ﷺ એ વઝૂ કરતી વખતે દરેક અંગોને એક એક વખત ધોયા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 157]
નબી ﷺ ક્યારેક વઝૂ કરતી વખતે વઝૂના અંગોને એક જ વખત ધોતા હતા, આપ ચહેરો ધોવો, કોગળા કરવા, નાકમાં પાણી ચઢાવવું, બંને હાથ અને બંને પગ ધોવા, વઝૂ માટે જે અંગો ધોવા જરૂરી છે, તેને એક વખત જ ધોતા હતા.