عن عَمْرُو بْنُ عَامِرٍ عَنْ ‌أَنَس بن مالك قَالَ:
كَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَتَوَضَّأُ عِنْدَ كُلِّ صَلَاةٍ، قُلْتُ: كَيْفَ كُنْتُمْ تَصْنَعُونَ؟ قَالَ: يُجْزِئُ أَحَدَنَا الْوُضُوءُ مَا لَمْ يُحْدِثْ.

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 214]
المزيــد ...

અમ્ર બિન આમિર રઝી અલ્લાહુ અન્હુ અનસ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત કરે છે, તેમણે કહ્યું:
નબી ﷺ દરેક નમાઝ વખત નવું વઝૂ કરતા હતા, મેં કહ્યું કે તમે કંઈ રીતે કરતા હતા? અમારા માંથી દરેકને તેનું વુઝૂ તેના માટે પૂરતું હોતું જ્યાં સુધી કોઈ વુઝૂ તોડવાવાળી વસ્તુ ન બને.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 214]

સમજુતી

નબી ﷺ દરેક ફર્ઝ નમાઝ માટે વઝુ કરતા હતા, ભલેને તેમનું વઝૂ બાતેલ એટલે કે તૂટ્યું ન હોય, અને સવાબ અને બદલાની ઈચ્છા માટે કરતા હતા.
કોઈ વ્યક્તિ એક જ વુઝૂ દ્વારા જો તેનું વઝૂ સુરક્ષિત હોય તો એકથી વધારે ફર્ઝ નમાઝ પઢી શકે છે.

હદીષથી મળતા ફાયદા

  1. નબી ﷺ સામાન્ય રીતે દરેક ફર્ઝ નમાઝ માટે વઝૂ કરતા હતા; સપૂર્ણતા માટે.
  2. દરેક નમાઝ વખતે નવું વઝૂ કરી શકાય છે.
  3. એક વઝૂ વડે એકથી વધુ નમાઝ પઢવી જાઈઝ છે.
ભાષાતર જુઓ
ભાષા: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ વધુ (58)