عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِذَا وَجَدَ أَحَدُكُمْ فِي بَطْنِهِ شَيْئًا، فَأَشْكَلَ عَلَيْهِ أَخَرَجَ مِنْهُ شَيْءٌ أَمْ لَا، فَلَا يَخْرُجَنَّ مِنَ الْمَسْجِدِ حَتَّى يَسْمَعَ صَوْتًا، أَوْ يَجِدَ رِيحًا».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 362]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું:
«જ્યારે તમારા માંથી કોઈને તમારા પેટ માંથી કંઈ વસ્તુનો આભાસ થાય અને તમને શંકા થાય કે કંઈ નીકળ્યું છે કે નહીં તો તેણે મસ્જિદ માંથી ન નીકળવું જોઈએ જ્યાં સુધી કે અવાજ સાંભળે અથવા વાંસ ન આવી જાય».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 362]
નબી ﷺ એ જણાવ્યું કે જ્યારે નમાઝ પઢનાર વ્યક્તિને તેના પેટ બાબતે શંકા થાય કે પાછળથી કંઈ નીકળ્યું છે કે નહીં? તો તેણે નમાઝ તોડવાની જરૂર નથી અને તેણે વઝૂ કરવાની પણ જરૂર નથી, અહીં સુધી કે તેને યકીન થઈ જાય કે પાછળની જગ્યાએ થી કોઈ ગંદકી નીકળી છે, જેનાથી તેનું વઝૂ તૂટી જતું હોય, અર્થાત્ તેને વાછૂટનો એહસાસ થાય અથવા વાંસ આવવા લાગે; કારણકે યકીન શંકાને બાતેલ નથી કરતું, અને તેને પાકીનું યકીન છે અને હદષ બાબતે શંકા કરી રહ્યો છે.