عن أبي سعيد الخدري رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«لَا ضَرَرَ وَلَا ضِرَارَ، مَنْ ضَارَّ ضَرَّهُ اللَّهُ، وَمَنْ شَاقَّ شَقَّ اللَّهُ عَلَيْهِ».
[صحيح بشواهده] - [رواه الدارقطني] - [سنن الدارقطني: 3079]
المزيــد ...
અબુ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«કોઈ કોઈને તકલીફ ન પહોંચાડે, જો કોઈ કોઈને તકલીફ પહોંચાડશે તો તેને અલ્લાહ તેને તકલીફ પહોંચાડશે અને જે કોઈના પર સખતી કરશે તો અલ્લાહ તઆલા તેના પર સખતી કરશે».
[સહીહ બિશવાહિદીહી] - [આ હદીષને ઈમામ દારુલ્ કુત્ની રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન-અદ-દારુલ-કુતની - 3079]
આપ ﷺ એ જણાવ્યું કે દરેક પ્રકારના નુકસાનને પોતાનાથી અને અન્ય લોકોથી પણ દૂર રાખવા જરૂરી છે, એટલા માટે કોઈના માટે જાઈઝ નથી કે તે પોતાને અને અન્ય લોકોને બરાબર નુકસાન પહોંચાડે.
નુકસાનનો બદલો નુકસાન વડે આપવો હરામ છે, એટલા માટે કે નુકસાન, તકલીફ આપવાથી દૂર નથી થતી, હા કિસાસનો મસઅલો અલગ છે, તેને ગણવામાં નહીં આવે.
પછી આપ ﷺ એ લોકોને નુકસાન પહોંચાડનાર અને લોકો પર સખતી કરનારાઓને સખત ચેતવણી આપી છે.