+ -

عن أبي هريرة رضي الله عنه:
أَنَّ رَجُلًا قَالَ لِلنَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: أَوْصِنِي، قَالَ: «لَا تَغْضَبْ» فَرَدَّدَ مِرَارًا قَالَ: «لَا تَغْضَبْ».

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 6116]
المزيــد ...

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓએ કહ્યું:
એક વ્યક્તિ આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું: મને વસિયત કરો, આપ ﷺ એ કહ્યું «ગુસ્સો ન કર » તે વારંવાર પૂછતો રહ્યો અને આપ ﷺ કહેતા રહ્યા: «ગુસ્સો ન કર».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 6116]

સમજુતી

એક સહાબી એ અલ્લાહના રસૂલ ﷺ સમક્ષ આગ્રહ કર્યો કે અમને એવી વાત જણાવો જે અમને ફાયદો પહોંચાડે, આપ ﷺ એ આદેશ આપ્યો કે ગુસ્સો ન કરો, અર્થાત્ તે એવા કારણોથી બચે જેના દ્વારા ગુસ્સો આવતો હોય અને જ્યારે ગુસ્સો આવી જાય તો પોતાના ઉપર નિયંત્રણ રાખે, એવી ન થાય કે તેશમાં આવી કોઇની હત્યા કરી નાખે, મારી ડે અથવા ગાળો આપવા લાગે.
તે સહાબી એ વસિયત કરવાની વિનંતી કરી અને વારંવાર કરતો રહ્યો, પરંતુ દરેક વખતે નબી ﷺ એ એક જ જવાબ આપ્યો કે "ગુસ્સો ન કરો".

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Kinyarwanda الرومانية المجرية التشيكية الموري Malagasy ઇટાલિયન Oromo Kanadische Übersetzung الولوف البلغارية Aserbaidschanisch الأوزبكية الأوكرانية الجورجية اللينجالا المقدونية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ગુસ્સો કરવાથી તેમજ ગુસ્સે થવાના કારણોથી બચવું જોઈએ, એટલા માટે કે તે બુરાઈનું મૂળ છે અને તેનાથી બચવું ભલાઈ પ્રાપ્તિ માટેનું મૂળ સ્ત્રોત છે.
  2. અલ્લાહ માટે ગુસ્સે થવું,જેવું કે જ્યારે અલ્લાહના આદેશોની વિરુદ્ધ કઈ કામ થઈ રહ્યું હોય, આ ગુસ્સો પ્રશંસનીય છે.
  3. જરૂરત વખતે વાતનો વારંવાર કહેવી જોઈએ, જેથી સાંભળવાવાળો સમજી જાય અને વાતનું મહત્વ તેના દિમાગમાં સમજાઈ જાય.
  4. આલિમ પાસે વસિયતનો આગ્રહ કરવો જાઈઝ છે.
વધુ