عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا تَحَاسَدُوا، وَلَا تَنَاجَشُوا، وَلَا تَبَاغَضُوا، وَلَا تَدَابَرُوا، وَلَا يَبِعْ بَعْضُكُمْ عَلَى بَيْعِ بَعْضٍ، وَكُونُوا عِبَادَ اللهِ إِخْوَانًا الْمُسْلِمُ أَخُو الْمُسْلِمِ، لَا يَظْلِمُهُ وَلَا يَخْذُلُهُ، وَلَا يَحْقِرُهُ التَّقْوَى هَاهُنَا» وَيُشِيرُ إِلَى صَدْرِهِ ثَلَاثَ مَرَّاتٍ «بِحَسْبِ امْرِئٍ مِنَ الشَّرِّ أَنْ يَحْقِرَ أَخَاهُ الْمُسْلِمَ، كُلُّ الْمُسْلِمِ عَلَى الْمُسْلِمِ حَرَامٌ، دَمُهُ، وَمَالُهُ، وَعِرْضُهُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2564]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«એકબીજાથી ઈર્ષા ન કરો, વેચાણમાં એકબીજાને ધોખો ન આપો, એકબીજા પ્રત્યે દ્વેષ ન રાખો, એકબીજાથી મોઢું ન ફેરવો, કોઈના વેપાર પર વેપાર ન કરો, અલ્લાહના બંદાઓ અને ભાઈ ભાઈ બની જાઓ, મુસલમાન મુસલમાનનો ભાઈ હોય છે, ન તો તેના પર જુલમ કરે છે અને ન તો તેને એકલો છોડે છે, ન તો તેને તુચ્છ સમજે છે, તકવા અને પરહેજગારી અહીંયા છે», આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના હૃદય તરફ ત્રણ વખત ઈશારો કર્યો, «કોઈ વ્યક્તિના ખરાબ હોવા માટે એટલી જ વાત પૂરતી છે કે તે પોતાના મુસલમાન ભાઈને તુચ્છ સમજે, દરેક મુસલમાનના પ્રાણ, તેનો માલ અને તેની આબરૂ બીજા મુસલમાન માટે હરામ છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2564]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક મુસલમાનને પોતાના મુસ્લિમ ભાઈ પ્રત્યે ભલાઈની વસિયત કરી છે, અને તેના પર કેટલાક જરૂરી અધિકારો માંથી કેટલાક અધિકારોનું વર્ણન કર્યું; તેમાંથી: પહેલી વસિયત: એકબીજા પ્રત્યે ઈર્ષા ન કરો કે તેની નેઅમતો નષ્ટ થઈ જવાની ઈચ્છા રાખવી. બીજી વસિયત: એક સોદો થતો હોય, તેની વચ્ચે બીજો સોદો ન કરો, એવી રીતે કે માલની કિંમત વધારી, જ્યારે કે ખરીદવાની કોઈ ઈચ્છા ન હોય, આ એટલા માટે કે તે વેચનારને ફાયદો પહોંચવાડવા અથવા ખરીદનારને નુકસાન પહોંચાડવાની ઈચ્છા રાખતો હોય. ત્રીજી વસિયત: એકબીજા પ્રત્યે દ્વેષ ન રાખો, અને તે ખરાબ ઈરાદાના કહે છે, જે મોહબ્બત વિરુદ્ધ છે, જો તે નફરત અલ્લાહ માટે હોય; તો તે વાજિબ ગણવામાં આવશે. ચોથી વસિયત: એકબીજાથી મોઢું ન ફેરવો, એવી રીતે કે જ્યારે તમારો સામનો તમારા ભાઈ સામે થાય, તો તમે તેનાથી પીઠ ફેરવો, તેનાથી મોઢું ફેરવી લો અને તેને બોલાવવાનું છોડી દો. પાંચમી વસિયત: ખરીદનાર વ્યક્તિની વસ્તુ જોઈ બીજો વેપારી એમ કહી પોતાની વસ્તુ ન વેંચે કે મારી પાસે જે વસ્તુ છે, તે આના કરતાં વધારે સસ્તી અથવા આના કરતાં વધારે શ્રેષ્ઠ છે. ત્યારબાદ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખૂબ જ વ્યાપક વસિયત કરી કહ્યું: ઉપરોક્ત વર્ણવેલ ઝેરીલા તત્વોને છોડીને ભાઈભાઈ બનીને રહો, મોહબ્બત, નરમી, કરુણા, દયા, સ્નેહ અને દરેક ભલાઈના કાર્યોમાં સહકાર આપીને રહો, હા, પણ દરેક સ્થિતિમાં મુખલિસ અને સાફ હૃદય રાખો. ભાઈચારા માટે જરૂરી સ્ત્રોતો માંથી: કોઈ પોતાના મુસ્લિમ ભાઈ પર જુલમ ન કરે અને તેના પર અત્યાચારથી કામ ન લે. એ રીતે કે મુસલમાન ભાઈ પર જુલમ ન થવા દે, અને જ્યાં સુધી બની શકે તેના પર થતા અન્યાયથી બચાવવો જોઈએ અને તેનાથી જુલમને દૂર કરવો જોઈએ. અને ન તો તેને તુચ્છ સમજો, તેને આઝાદ સમજો, તેને તુચ્છ અને નીચી નજર કરવાથી બચો, આ ઘમંડના કારણે હોય છે. ત્યારબાદ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ત્રણ વખત જણાવ્યું કે તકવો દિલમાં હોય છે, જે વ્યક્તિના દિલમાં જેટલો તકવો હશે તેના અખલાક એટલા જ ઉત્તમ હશે, એટલો જ તે અલ્લાહથી ડરતો હશે અને તે બાબતે ધ્યાન આપતો હશે તેમજ ન તો તે પોતાના ભાઈને તુચ્છ જાણતો હશે. ખરાબ આદતો અને ખરાબ અખલાક માટે એટલું જ પૂરતું છે કે તે પોતાના ભાઈને તુચ્છ સમજે, એટલા માટે કે તેના દિલમાં ઘમંડ હોય છે. ત્યારબાદ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ઉપરોક્ત વાતો પ્રમાણે તાકીદ કરી કે એક મુસલમાન પર બીજા મુસલમાન માટે હરામ છે: તેના પ્રાણ: એ કે તેના પર અત્યાચાર કરવામાં આવે, અથવા તેને કતલ કરવામાં આવે અથવા તેને ઇજા પહોંચાડવામાં આવે અથવા કોઈ પણ રીતે તેને તકલીફ આપવામાં આવે, એવી જ રીતે તેનો માલ પર હરામ છે: એ રીતે કે ધોખો આપી તેને હડપ કરી લેવામાં આવે, એવી જ રીતે તેની આબરૂ પર હરામ છે: એ કે તેને પોતાને અથવા તેના વંશને અપશબ્દો કહેવામાં આવે અથવા તેનું અપમાન કરવામાં આવે .