+ -

عَنْ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُمَا قَالَ: أَخَذَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بِمَنْكِبِي، فَقَالَ:
«كُنْ فِي الدُّنْيَا كَأَنَّكَ غَرِيبٌ أَوْ عَابِرُ سَبِيلٍ»، وَكَانَ ابْنُ عُمَرَ، يَقُولُ: إِذَا أَمْسَيْتَ فَلاَ تَنْتَظِرِ الصَّبَاحَ، وَإِذَا أَصْبَحْتَ فَلاَ تَنْتَظِرِ المَسَاءَ، وَخُذْ مِنْ صِحَّتِكَ لِمَرَضِكَ، وَمِنْ حَيَاتِكَ لِمَوْتِكَ.

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 6416]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મારો ખભો પકડી કહ્યું:
«દુનિયામાં એવી રીતે જીવન પસાર કરો, જેમ કે તમે એક અજાણ હોવ અથવા રાહદાર હોવ», ઈબ્ને ઉમર કહેતા હતા: જ્યારે તમે સાંજ કરી લો તો સવારની રાહ ન જુઓ અને જ્યારે તમે સવાર કરો તો સાંજની રાહ ન જુઓ, બીમારી આવતા પહેલા તંદુરસ્તીના સમયને ગનીમત જાણો, મૃત્યુ આવતા પહેલા જીવનમાં મૃત્યુની તૈયારી કરી લો.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 6416]

સમજુતી

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાએ કહ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મારો ખભો પકડ્યો જે બાઝુઓનો ઉપરનો ભાગ છે- અને કહ્યું: દુનિયામાં એવી રીતે જીવન પસાર કરો જાણે કે તમે એક અજાણ વ્યક્તિ છો, જે એક શહેરથી બીજા શહેર ફરતો રહે છે, જેનું કોઈ ઠેકાણું નથી હોતું અને તેની મહેમાન નવાજી માટે કોઈ બંદોબસ્ત નથી, તેના ઘરવાળાઓ, બચ્ચાઓ અને ખાનદાન પણ ન હોય, જેમના કારણે તે પોતાના પાલનહારથી દૂર થઈ જાય છે, પરંતુ અજાણ કરતા પણ વધુ એ કે તે રાહદાર વ્યક્તિ હોય, જે પોતાના વતન માટે ચાલી રહ્યો હોય, કારણકે એક અજાણ તો અન્ય વતનમાં પણ રોકાઈ શકે છે, ત્યાં રહી શકે છે, તે મુસાફર વિરુદ્ધ જે પોતાના વતન માટે ચાલતો હોય, તે રુકશે નહીં, અને પોતાના વતન પહોંચવા માટે ઉત્સુક રહેશે, જે રીતે એક મુસાફર પોતાની મંજિલ કરતા વધુ કઈ નથી ઇચ્છતો એવી જ રીતે એક મુમિન તેના મૂળ ઠેકાણા કરતા વધુ કંઈ નથી ઇચ્છતો.
ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા આ નસીહત પણ અમલ કરતા કહેતા હતા: જ્યારે તમે સવાર કરો તો સાંજની રાહ ન જુઓ અને સાંજ કરો તો સવારની રાહ ન જુઓ, અને તમે પોતાને કબરના લોકોમાં ગણતરી કરો, કારણકે જીવન તંદુરસ્તી અને બીમારીથી ખાલી નથી; એટલા માટે તંદુરસ્તીના દિવસોમાં બીમારીનો સ્વીકાર કરી અમલ કરવામાં ઉતાવળ કરો, તંદુરસ્તીના દિવસોના અમલને ગનીમત સમજો એ પહેલાં કે તમારી અને તેની વચ્ચે બીમારી આવી જાય, દુનિયાના જીવનને ગનીમત સમજો અને તે એકઠું કરી લો જે મૃત્યુ પછી તમારા માટે ફાયદાકારક હોય.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ થાય જર્મન પૂશ્તો આસામી الأمهرية الهولندية Kirgisisch النيبالية الرومانية Malagasy Oromo
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. શિક્ષક પોતાની હથેળી વિદ્યાર્થીના ખભા પર લગાવ અને લાગણીના કારણે મૂકી શકે છે.
  2. જે લોકોએ સવાલ ન કર્યો હોય તેમને પણ વાર્તાલાપ કરતા નસીહત અને માર્ગદર્શન આપવું જોઈએ.
  3. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો શિક્ષા આપવાનો તરીકો, જેઓ કે આપ તેઓને ઉદાહરણ આપી સમજાવી રહ્યા છે, "દુનિયામાં એવી રીતે જીવન પસાર કરો જેમ કે તેમે એક અજાણ વ્યક્તિ અથવા મુસાફર હોવ".
  4. લોકો તેમના મૃત્યુ પછીના સફરમાં વિભિન્ન છે, અજાણ્યા કરતાં મુસાફિર પરહેજગારીમાં ઉચ્ચ દરજ્જો ધરાવે છે.
  5. પોતાની મનેચ્છાઓ પર કાબુ કરવો અને મૃત્યુ માટે તૈયાર રહેવું.
  6. આ હદીષ રોજી પર રોક માટે નથી તેમજ દુનિયાની નેઅમતો દ્વારા ફાયદો ઉઠાવવા પર રોક માટે નથી પરંતુ દુનિયામાં પરહેજગારી અપનાવવા અને પોતાની મનેચ્છાઓને ઓછી કરવા તરફ ઈશારો કર્યો છે.
  7. નેક અમલ કરવા પર ઉતાવળ કરો એ પહેલાં કે તેને કરવાની ક્ષમતા ખોવી દો, અને બીમારી તેમજ મૃત્યુ તમારી આસપાસ ચક્કર લગાવતા રહે.
  8. અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમાની મહત્ત્વતા જેઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નસીહતથી ઘણા પ્રભાવિત થયા.
  9. મોમિનોનું મૂળ વતન જન્નત છે એટલા માટે તે આ દુનિયામાં અજાણ વ્યક્તિ માફક છે, અને તે આખિરતના સફર પર છે એટલા માટે તેમનું દિલ બીજા અજનબી શહેરમાં લાગતું નથી, પરંતુ તેમને જ્યાં પાછું ફરવાનું છે, તેમનું દિલ ત્યાં લાગેલું છે, આ દુનિયા તેની જરૂરત પુરી કરવા અને તેના મૂળ વતનની તૈયારી માટે છે.
વધુ