+ -

عَنْ عَبْدِ اللهِ بْنِ بُسْرٍ رضي الله عنه أَنَّ رَجُلاً قَالَ: يَا رَسُولَ اللهِ إِنَّ شَرَائِعَ الإِسْلاَمِ قَدْ كَثُرَتْ عَلَيَّ، فَأَخْبِرْنِي بِشَيْءٍ أَتَشَبَّثُ بِهِ، قَالَ:
«لاَ يَزَالُ لِسَانُكَ رَطْبًا مِنْ ذِكْرِ اللَّهِ».

[صحيح] - [رواه الترمذي وابن ماجه وأحمد] - [سنن الترمذي: 3375]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન બુસ્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે એક વ્યક્તિ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમારા માટે ઇસ્લામના આદેશો ઘણા છે, કોઈ એવો અમલ જણાવો, જેને અમે પકડી રાખીએ, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તારી જબાન હમેંશા અલ્લાહના ઝિક્રમાં મગન રહે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 3375]

સમજુતી

એક વ્યક્તિએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ફરિયાદ કરી કે નફીલ ઈબાદત ઘણી છે, નબળાઈના કારણે તેને અદા કરી શકતો નથી, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહ્યું કે એક એવો સરળ અમલ બતાવો જેને મજબૂતી અને પાબંદી સાથે હું કરી શકું અને ઘણો સવાબ મેળવી શકું.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું કે હમેંશા તારી જબાન પર અલ્લાહનો ઝિક્ર હોવો જોઈએ, દરેક સમયે દરેક પરિસ્થિતિમાં; સુબ્હાનલ્લાહ, અલ્ હમ્દુ લિલ્લાહ, અને અસ્તગ્ફિરુલ્લાહ તેમજ આ પ્રમાણેના ઝિક્ર કરતાં રહો.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય પૂશ્તો આસામી الأمهرية الهولندية Oromo
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. હમેંશા અલ્લાહનો ઝિક્ર કરતા રહેવાની મહત્ત્વતા.
  2. અલ્લાહની ભવ્ય કૃપા કે સવાબ માટે સરળ સ્ત્રોત વર્ણન કર્યો.
  3. નેકી અને ભલાઈના સ્ત્રોત બંદાઓમાં તફાવત.
  4. જબાન પર અલ્લાહનો વધુ ઝિક્ર અર્થાત્ તસ્બીહ, તહમીદ, તહલીલ અને તકબીર એવી જ રીતે અન્ય અઝકાર, ઘણી નફીલ ઈબાદતોના બદલામાં છે.
  5. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સવાલ કરનારના સવાલ પર વિચાર કરી તેના પ્રમાણે જવાબ આપ્યો.
વધુ