+ -

عَنْ أَنَسٍ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قالَ:
«لاَ يُؤْمِنُ أَحَدُكُمْ، حَتَّى يُحِبَّ لِأَخِيهِ مَا يُحِبُّ لِنَفْسِهِ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 13]
المزيــد ...

અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમારા માંથી કોઈ વ્યક્તિ ત્યાં સુધી મોમિન નથી, જ્યાં સુધી તે પોતાના ભાઈ માટે તે જ વસ્તુ પસંદ કરે, જે વસ્તુ તે પોતે પોતાના માટે પસંદ કરે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 13]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે તે વ્યક્તિ સંપૂર્ણ મોમિન નથી, જે કોઈ મુસલમાન માટે તે જ વસ્તુ પસંદ કરે, જે વસ્તુ તે પોતાના માટે પસંદ કરતો હોય, દીન અને દુનિયામાં ભલાઈના કામો માંથી, અને તે વસ્તુ નાપસંદ કરે, જે પોતાના માટે નાપસંદ કરતો હોય, જ્યારે તે કોઈ મુસલમાન ભાઈમાં દીન પ્રત્યે ગફલત જુએ, તો તેની તરત જ ઇસ્લાહ કરવી જોઈએ, અને જો તે કોઈ ભલાઈનું કાર્ય કરતો હોય તો તેની મદદ કરવી જોઈએ તેમજ દીન અને દુનિયા બાબતે તેની ઇસ્લાહ કરવી જોઈએ.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية النيبالية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. વ્યક્તિ માટે જરૂરી છે કે તે પોતાના ભાઈ માટે તે જ વસ્તુ પસંદ કરે, જે પોતાના માટે પસંદ કરતો હોય, તે વ્યક્તિના ઇમાનમાં કચાસ છે, જે પોતાના માટે કોઈ વસ્તુ પસંદ કરતો હોય અને તે પોતાના ભાઈ માટે પસંદ ન કરતો હોય.
  2. અલ્લાહ માટે ભાઈચારો પોતાના નસબી ભાઈચારા કરતા પણ વધુ ઉચ્ચ દરજ્જાનો છે, અને તે જરૂરી પણ છે.
  3. આ મોહબ્બત વિરુદ્ધ દરેક કામ હરામ છે, જેવા કે વાતોમાં, કાર્યોમાં, ધોખો આપવો, નિંદા કરવી, દ્વેષ રાખવો, દુશ્મની કરવી, અથવા એક મુસલમાનના માલ અને તેની ઇઝઝત સાથે રમત કરવી.
  4. એવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ, જે કાર્ય કરવા પર ઉત્સુક કરે, જેવા કે "પોતાના ભાઈ માટે".
  5. ઈમામ કિરમાની રહિમહુલ્લાહએ કહ્યું: અને તે પણ ઇમાન છે કે માનવી પોતાના ભાઈ માટે તે વસ્તુ નાપસંદ કરે, જે તે પોતાના માટે નાપસંદ કરતો હોય, અને આ વાતનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો; કારણકે કોઈ વસ્તુને પસંદ કરવી તે દર્શાવે છે તેની વિરુદ્ધ વસ્તુ નાપસંદ હશે, અહીંયા વાત ભલાઈ પર જ પૂર્ણ કરવામાં આવી.
વધુ