+ -

عن عمر بن الخطاب رضي الله عنه قال: إنه سمع نبي الله صلى الله عليه وسلم يقول:
«لَو أَنَّكُمْ تَتَوَكَّلُونَ عَلَى اللهِ حَقَّ تَوَكُّلِهِ، لَرَزَقَكُمْ كَمَا يَرْزُقُ الطَّيْرَ، تَغْدُو خِمَاصًا وَتَرُوحُ بِطَانًا».

[صحيح] - [رواه الترمذي وابن ماجه وأحمد] - [مسند أحمد: 205]
المزيــد ...

ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«જો તમે અલ્લાહ પર એવી રીતે ભરોસો કરો જેવી રીતે કરવાનો હક છે, તો તમને એવી રીતે રોજી આપવામાં આવશે, જેવી રીતે પક્ષીઓને રોજી આપવામાં આવે છે, તેઓ સવારમાં ખાલી પેટ નીકળે છે અને સાંજે ભરપેટ પાછા ફરે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [મુસ્નદ એહમદ - 205]

સમજુતી

આ હદીષમાં એ વાત તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે કે આપણે દરેક બાબતમાં અલ્લાહ પર ભરોસો કરવો જોઈએ, દીન અને દુનિયાની દરેક બાબતમાં ફાયદાની પ્રાપ્તિ અને નુકસાનથી બચવા માટે અલ્લાહ પર જ ભરોસો કરવામા આવે, અલ્લાહ સિવાય ન તો કોઈ આપી શકે છે અને ન તો રોકી શકે છે અને ન તો કોઈ નુકસાન દૂર કરી શકે છે અને ન તો ફાયદો આપી શકે છે. અને આ ભરોસો કર્યા પછી ફાયદો પહોંચાડવા માટેના સ્ત્રોત અને નુકસાન દૂર કરવાના સ્ત્રોત જરૂર અપનાવવા જોઈએ, જો આ પ્રમાણે કરીશું તો અલ્લાહ આપણને એવી રીતે રોજી આપશે જેવી રીતે પક્ષીઓને રોજી પહોંચાડે છે, તેઓ સવાર સવારમાં ભૂખ્યા પેટે નીકળે છે અને જ્યારે પાછા ફરે છે તો ભરપેટ પાછા ફરે છે, પક્ષીઓ આળસ કર્યા વગર રોજીની શોધમાં મહેનત કરે છે, જે સ્ત્રોત અપનાવવાની ઠોસ દલીલ છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Kinyarwanda الرومانية المجرية التشيكية الموري Malagasy الفولانية Oromo Kanadische Übersetzung الولوف البلغارية Aserbaidschanisch الأوزبكية الأوكرانية الجورجية اللينجالا المقدونية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. અલ્લાહ પર ભરોસો કરવાની મહત્વતા, અલ્લાહ પર ભરોસો કરવો એ રોજી પ્રાપ્ત કરવાનો સૌથી મોટો સ્ત્રોત છે.
  2. અલ્લાહ પર ભરોસો કરવો એ સ્ત્રોત અપનાવવા પર રોક નથી લગાવતું, કારણકે તેણે જણાવ્યું કે સવાર સાંજ રોજીની શોધમાં નીકળવું એ અલ્લાહ ભરોસ વિરુદ્ધ નથી.
  3. શરીઅતમાં દિલની ઈબાદતનું મહત્વ, કારણકે ભરોસો કરવો દિલનું કામ છે.
  4. ફક્ત સ્ત્રોત પર ભરોસો કરવો દીનમાં નુકસાન ગણાશે અને સ્ત્રોતને સંપૂર્ણ છોડી દેવા તે બુદ્ધિમાં નુકસાન ગણાશે.
વધુ