+ -

عَن ابنِ عباسٍ رضي الله عنهما أنَّ رسولَ اللهِ صلي الله عليه وسلم قال:
«لَو يُعطَى النّاسُ بدَعواهُم لادَّعَى رِجالٌ أموالَ قَومٍ ودِماءَهُم، ولَكِنَّ البَيِّنَةَ على المُدَّعِى، واليَمينَ على مَن أنكَرَ».

[صحيح] - [رواه البيهقي] - [السنن الكبرى للبيهقي: 21243]
المزيــد ...

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જો લોકોને તેમના દાવા પ્રમાણે આપવામાં આવે, તો કેટલાક લોકો બીજાના માલ અને જાનનો દાવો કરવા લાગશે, પરંતુ આમ નથી, શરીઅતનો કાયદો એ છે) કે દાવો કરનારે દલીલ આપવી પડશે, અને ઇન્કાર કરનારાએ કસમ ખાવી પડશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [Al-Bayhaqi] - [السنن الكبرى للبيهقي - 21243]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ જણાવ્યું કે જો લોકોને આમ જ સામાન્ય દાવો કરવા પર, કોઈ પુરાવા અને પ્રમાણના માપદંડ વગર જ આપવામાં આવે, તો કેટલાક લોકો બીજાના માલ અને પ્રાણ સુધીનો પણ દાવો કરવા લાગશે, તેથી જરૂરી છે કે દાવો કરનારાએ પ્રમાણ (દલીલ) આપવું પડશે, જેનો તે દાવો કરી રહ્યો છે, જો તેની પાસે કોઈ પ્રમાણ ન હોય, તો તેનો દાવો રદ કરવામાં આવશે, તેમજ ઇન્કાર કરનારા માટે કસમ ખાવી જરૂરી છે, જો તે કસમ ખાઈ લેશે, તો તે નિર્દોષ ગણવામાં આવશે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية الرومانية Malagasy Kanadische Übersetzung
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ઈબ્ને દકીક અલ્ ઈદ રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ આદેશો, નિયમ અને કાયદા માટે મૂળ છે, તકરાર અને ઝઘડા વખતે સૌથી મોટો સ્ત્રોત સાબિત થશે.
  2. ઇસ્લામી શરીઅત લોકોના માલની સુરક્ષા તેમજ તેમના પ્રાણને ઝેરીલા તત્વોથી બચાવવા માટે છે.
  3. જજ પોતાના ઇલ્મ પ્રમાણે નિર્ણય ન આપે, પરંતુ પ્રમાણ અને પુરાવાના આધારે નિર્ણય કરે.
  4. દરેક દાવો કરનાર, જે પ્રમાણ વગર દાવો કરે, તો તેનો દાવો રદ કરવામાં આવશે, ભલેને તે દાવો અધિકારો બાબતે હોય, કે વ્યવહાર બાબતે અથવા ઇમાન તેમજ ઇલ્મ બાબતે પણ કેમ ન હોય.
વધુ