+ -

عَنْ أَنَسٍ رَضيَ اللهُ عنه قَالَ:
كَانَتْ عَامَّةُ وَصِيَّةِ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ حِينَ حَضَرَهُ الْمَوْتُ: «الصَّلَاةَ وَمَا مَلَكَتْ أَيْمَانُكُمْ، الصَّلَاةَ وَمَا مَلَكَتْ أَيْمَانُكُمْ»، حَتَّى جَعَلَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يُغَرْغِرُ بِهَا صَدْرُهُ، وَمَا يَكَادُ يُفِيضُ بِهَا لِسَانُهُ.

[صحيح] - [رواه النسائي في السنن الكبرى وابن ماجه] - [مسند أحمد: 12169]
المزيــد ...

અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મૃત્યુની નજીક સામાન્ય વસીયત એ હતી: «નમાઝ અને ગુલામ તેમજ દાસીઓનો ખ્યાલ રાખજો, નમાઝ અને ગુલામ તેમજ દાસીઓનો ખ્યાલ રાખજો», આપ સતત આ વાક્યો કહેતા રહ્યા, જેના કારણે શ્વાસ ફુલવા લાગ્યો અને જબાન વડે બોલવામાં પણ તકલીફ થવા લાગી.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [رواه النسائي في الكبرى وابن ماجه] - [મુસ્નદ એહમદ - 12169]

સમજુતી

મૃત્યુની નજીક વધુ પડતી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વસીયત પોતાની ઉમ્મતને આ હતી: નમાઝની પાબંદી કરો તેની સુરક્ષા કરો તેના પ્રત્યે ગાફેલ ન થાઓ, એવી જ રીતે લોકોના અધિકારમાં ગુલામ અને દાસીઓનો હકનો ખાસ ધ્યાન રાખો, તેમની સાથે સારો વ્યવહાર કરો, આ વાક્યો વારંવાર કહેતા રહ્યા અહીં સુધી કે શ્વાસ ફુલવા લાગ્યો અને આપ પોતાની જબાન પર મુશ્કેલી સાથે આ વાક્યો બોલી રહ્યા હતા.

હદીષથી મળતા ફાયદા

  1. નમાઝની મહ્ત્વતા તેમજ તેમના અધિકાર જે તમારા હેઠળ કામ કરતા હોય, એટલા માટે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના અંતિમ સમયે જે વાતોની વસીયત કરી તેમાંથી આ બન્ને વસીયત પણ હતી.
  2. બંદાઓ પર અલ્લાહનો મોટો અધિકાર નમાઝ છે, અને મખલૂકના અધિકારો નબળા લોકો અને કમજોરોની સાથે સાથે જેઓ તેમના હેઠળ કામ કરનારા હોય તેમની સાથે સારો વ્યવહાર કરવો, તે તેમનો અધિકારો માંથી છે.
ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન બંગાલી તુર્કી રસિયન સિન્હાલા વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી الأمهرية الهولندية الدرية الرومانية المجرية الموري Malagasy الولوف الأوكرانية الجورجية المقدونية الخميرية الماراثية
ભાષાતર જુઓ