عَنْ أبي سَلَمَةَ بْنِ عَبْدِ الرَّحْمَنِ أَنَّ جَابِرَ بْنَ عَبْدِ اللَّهِ الأَنْصَارِيِّ رَضِيَ اللَّهُ عَنْهُمَا قَالَ: وَهُوَ يُحَدِّثُ عَنْ فَتْرَةِ الوَحْيِ، فَقَالَ فِي حَدِيثِهِ:
«بَيْنَا أَنَا أَمْشِي إِذْ سَمِعْتُ صَوْتًا مِنَ السَّمَاءِ، فَرَفَعْتُ بَصَرِي، فَإِذَا المَلَكُ الَّذِي جَاءَنِي بِحِرَاءٍ جَالِسٌ عَلَى كُرْسِيٍّ بَيْنَ السَّمَاءِ وَالأَرْضِ، فَرُعِبْتُ مِنْهُ، فَرَجَعْتُ فَقُلْتُ: زَمِّلُونِي، فَأَنْزَلَ اللَّهُ تَعَالَى: {يَا أَيُّهَا المُدَّثِّرُ1 قُمْ فَأَنْذِرْ} [المدثر: 2] إِلَى قَوْلِهِ {وَالرُّجْزَ فَاهْجُرْ} [المدثر: 5]. فَحَمِيَ الوَحْيُ وَتَتَابَعَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4]
المزيــد ...
અબૂ સલમા બિન્ અબ્દુર્ રહમાન વર્ણન કરે છે કે જાબિર બિન્ અબ્દુલ્લાહ અન્સારી રઝી અલ્લાહુ અન્હુમા વર્ણન કરે છે, તેમણે કહ્યું: જ્યારે ટૂંક સમય માટે વહી રોકાઈ ગઇ તે સમય દરમિયાનની વાત કરતાં હતા, તેમણે હદીષમાં કહ્યું:
«જયારે હું ચાલતો હતો, ત્યારે મેં આકાશમાંથી એક અવાજ સંભાળ્યો, મેં ઉપર જોયું, તો તે ફરિશ્તો જે મારી પાસે હીરા ગુફા આવ્યો હતો તે આકાશ અને જમીન વચ્ચે કુર્સી પર બેઠો હતો, હું ભયભીત થઇ ગયો અને ઘરે પાછો ફરી ગયો, તો મેં કહ્યું: મને કામળો ઓઢાવી દો, તો અલ્લાહએ આ આયતો ઉતારી: {હે (મુહમ્મદ) જે ચાદર ઓઢી સૂઈ રહ્યા છો (૧), ઉઠો અને (લોકોને ખરાબ પરિણામથી) ડરાવો} [અલ્ મુદષષિર: ૧-૨] અહીં સુધી: {અને ગંદકીથી દૂર રહો} [અલ્ મુદષષિર: ૫], ત્યાર પછી વહી સતત આવવા લાગી».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 4]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના મિશનની શરૂઆતના સમયની એક વાત વર્ણન કરી, જ્યારે ટૂંક સમય માટે વહી રોકાઈ ગઈ હતી: હું મક્કાની ગલીઓમાં ચાલી રહ્યો હતો, અચાનક મેં આકાશમાંથી એક અવાજ સાંભળ્યો, મેં ઉપર નજર કરી જોયું તો જિબ્રઈલ અલૈહિસ્ સલામ તે જ ફરિશ્તા હતા, જે હીરા ગુફામાં મારી પાસે આવ્યા હતા, આકાશ અને જમીન વચ્ચે એક કુર્સી પર બેઠા હતા, હું ભયભીત થઇ ગયો અને તેમનાથી ડરી ગયો, જેથી હું મારા ઘરવાળા પાસે પાછો આવ્યો અને કહ્યું: મને ચાદર ઓઢાવી દો. તો ઉચ્ચ અલ્લાહએ આ આયત ઉતારી: {હે (મુહમ્મદ) જે ચાદર ઓઢી સૂઈ રહ્યા છો} કપડા ઓઢેલા, {ઉભા થાઓ} આમંત્રણ માટે, {ભયભીત કરો} અને તે લોકોને સચેત કરો જે તમારા પયગંબર હોવા પર ઈમાન ન લાવે. {અને તમારો પાલનહાર} અને તમારો ઇલાહ પાલનહાર {તેની મહાનતા વર્ણન કરો} તેના વખાણ અને મહાનતા વખાણ કરો. {અને તમારા કપડા} અને વસ્ત્રો {અને તેને શુદ્ધ કરો} તેને અશુદ્ધતાથી સાફ કરો {અને ગંદકીથી દૂર રહો} અર્થાત્ મૂર્તિ અને ખોટા દેવીદેવતાઓની પૂજાથી {અને તેનાથી સંપૂર્ણપણે દૂર રહો} તેને છોડી દો, ત્યાર પછી વહી મજબૂત અને સતત આવતી થઇ ગઈ.