عَنِ ابْنِ عَبَّاسٍ رضي الله عنهما قَالَ:
مَرَّ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بِقَبْرَيْنِ، فَقَالَ: «إِنَّهُمَا لَيُعَذَّبَانِ، وَمَا يُعَذَّبَانِ فِي كَبِيرٍ، أَمَّا أَحَدُهُمَا فَكَانَ لاَ يَسْتَتِرُ مِنَ البَوْلِ، وَأَمَّا الآخَرُ فَكَانَ يَمْشِي بِالنَّمِيمَةِ» ثُمَّ أَخَذَ جَرِيدَةً رَطْبَةً، فَشَقَّهَا نِصْفَيْنِ، فَغَرَزَ فِي كُلِّ قَبْرٍ وَاحِدَةً، قَالُوا: يَا رَسُولَ اللَّهِ، لِمَ فَعَلْتَ هَذَا؟ قَالَ: «لَعَلَّهُ يُخَفِّفُ عَنْهُمَا مَا لَمْ يَيْبَسَا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 218]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે:
નબી ﷺ બે કબરો પાસેથી પસાર થયા, અને કહ્યું: «આ બન્ને કબર વાળાને અઝાબ થઈ રહ્યો છે, અને આ અઝાબ કોઈ મોટા ગુનાહના કારણે નથી થઈ રહ્યો, પરંતુ તેમાંથી એક પેશાબના છાંટાથી બચતો ન હતો, અને તેમાંથી બીજો ચાડી કરતો હતો», પછી નબી ﷺ એ એક લીલી ડાળી લઈ તેને વચ્ચેથી બે ટુકડા કર્યા અને બન્ને કબરો પર અલગ અલગ લગાવી દીધા, લોકોએ સવાલ કર્યો હે અલ્લાહના રસૂલ ﷺ ! તમે આવું કેમ કર્યું? નબી ﷺ એ જવાબ આપ્યો: « કદાચ જ્યાં સુધી આ બંને ડાળીઓ સુકાઈ ન જાય ત્યાં સુધી તેમને અઝાબમાં ઘટાડો કરવામાં આવે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 218]
નબી ﷺ બે કબરો પાસેથી પસાર થયા અને કહ્યું: આ બન્ને કબરવાળા વ્યક્તિઓને અઝાબ થઈ રહ્યો છે, અને તમારી દ્રષ્ટિએ અઝાબનું કારણ મોટું નથી, પરંતુ અલ્લાહની નજીક તે ગુનાહ મોટા છે, તેમાંથી એક પોતાના શરીર અને કપડાંને પેશાબના છાંટાથી બચાવતો ન હતો, અહીં સુધી કે તે પોતાની હાજત પુરી કરી લેતો, બીજો વ્યક્તિ લોકોની ચાડી કરનાર હતો, જે લોકો વચ્ચે મતભેદ કરવા માટે બીજાની વાતો કરતો.