عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّهُ سَمِعَ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«أَرَأَيْتُمْ لَوْ أَنَّ نَهَرًا بِبَابِ أَحَدِكُمْ يَغْتَسِلُ فِيهِ كُلَّ يَوْمٍ خَمْسًا، مَا تَقُولُ ذَلِكَ يُبْقِي مِنْ دَرَنِهِ؟» قَالُوا: لَا يُبْقِي مِنْ دَرَنِهِ شَيْئًا، قَالَ: «فَذَلِكَ مِثْلُ الصَّلَوَاتِ الخَمْسِ، يَمْحُو اللَّهُ بِهِ الخَطَايَا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 528]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી. રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી ﷺને કહેતા સાંભળ્યા:
«તમારું શું કહેવું છે, જો તમારા માંથી કોઈના દરવાજા પાસે નહેર વહેતી હોય અને તે દરરોજ તેમાં પાંચ વખત સ્નાન કરતો હોય, તો શું તેના શરીર પર કંઈ પણ મેલ બાકી રહી જશે» સહાબાઓએ કહ્યું: ના, તેના શરીર પર કંઈ પણ મેલ બાકી નહીં રહે, નબી ﷺએ કહ્યું: «આજ ઉદાહરણ પાંચ નમાઝોનું છે કે અલ્લાહ તેના દ્વારા બંદાઓના ગુનાહ માફ કરી દે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 528]
આ હદીષમાં નબી ﷺએ દરરોજ દિવસ અને રાત દરમિયાન પાંચ નમાઝ પઢનાર વ્યક્તિના ગુનાહોને ખતમ કરવા માટે અને તેનો કફ્ફારાનું ઉદાહરણ એવી રીતે આપ્યું કે એક વ્યક્તિ જેના દરવાજા પાસે નહેર હોય, અને તે દરરોજ પાંચ વખત તેમાં સ્નાન કરતો હોય, તો તેના શરીર પર કોઈ પણ પ્રકારનો મેલ બાકી નહીં રહે.