عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«بَدَأَ الْإِسْلَامُ غَرِيبًا، وَسَيَعُودُ كَمَا بَدَأَ غَرِيبًا، فَطُوبَى لِلْغُرَبَاءِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 145]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«ઇસ્લામની શરૂઆત અજાણતાની સ્થિતિમાં થઇ પછી નજીકમાં જ તે સ્થિતિમાં આવી જશે, જેનાથી શરૂઆત થઈ હતી, શુભસુચના છે, અજાણ લોકો માટે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 145]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે ઇસ્લામની શરૂઆત એક નવીનતારૂપે થઈ તેમજ તેના અનુયાયીઓ પણ ઓછા હતા, એ જ પ્રમાણે તે પાછો આવશે, ઘણા ઓછા લોકો તેનું પાલન કરતા હશે, અજાણીયા લોકો માટે ખુશખબર છે, ખુશી છે તેમના માટે અને શાંતિ હશે.