عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه:
أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ دَخَلَ المَسْجِدَ فَدَخَلَ رَجُلٌ، فَصَلَّى، فَسَلَّمَ عَلَى النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَرَدَّ وَقَالَ: «ارْجِعْ فَصَلِّ، فَإِنَّكَ لَمْ تُصَلِّ»، فَرَجَعَ يُصَلِّي كَمَا صَلَّى، ثُمَّ جَاءَ، فَسَلَّمَ عَلَى النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: «ارْجِعْ فَصَلِّ، فَإِنَّكَ لَمْ تُصَلِّ» ثَلاَثًا، فَقَالَ: وَالَّذِي بَعَثَكَ بِالحَقِّ مَا أُحْسِنُ غَيْرَهُ، فَعَلِّمْنِي، فَقَالَ: «إِذَا قُمْتَ إِلَى الصَّلاَةِ فَكَبِّرْ، ثُمَّ اقْرَأْ مَا تَيَسَّرَ مَعَكَ مِنَ القُرْآنِ، ثُمَّ ارْكَعْ حَتَّى تَطْمَئِنَّ رَاكِعًا، ثُمَّ ارْفَعْ حَتَّى تَعْدِلَ قَائِمًا، ثُمَّ اسْجُدْ حَتَّى تَطْمَئِنَّ سَاجِدًا، ثُمَّ ارْفَعْ حَتَّى تَطْمَئِنَّ جَالِسًا، وَافْعَلْ ذَلِكَ فِي صَلاَتِكَ كُلِّهَا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 757]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મસ્જિદમાં આવ્યા, તો એક વ્યક્તિ આવ્યો, તેણે નમાઝ પઢી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સલામ કર્યું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો અને કહ્યું: «જાઓ ફરી નમાઝ પઢો; કારણકે તમે નમાઝ નથી પઢી», તે ગયો અને જે પ્રમાણે નમાઝ પઢી હતી તે પ્રમાણે ફરીવાર નમાઝ પઢી, ફરી પાછો આવ્યો, તેણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સલામ કર્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જાઓ ફરી નમાઝ પઢો; કારણકે તમે નમાઝ નથી પઢી», ત્રણ વખત આ પ્રમાણે જ થયું, ફરી તેણે કહ્યું: તે ઝાતની કસમ! જેણે આપને સત્ય સાથે મોકલ્યા છે, હું આના કરતાં વધારે સારી રીતે નમાઝ નથી પઢી શકતો, તમે મને નમાઝ શીખવાડો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે તું નમાઝ માટે ઉભા થાઓ તો, સૌ પ્રથમ અલ્લાહુ અકબર કહો, ત્યારબાદ તમને કુરઆનનો જે ભાગ યાદ હોય, તેમાંથી તિલાવત કરો, ફરી રુકૂઅ કરો, અહીં સુધી કે તમે શાંતિ પૂર્વક રુકૂઅ કરી લો, ફરી રુકૂઅ માંથી ઉભા થાઓ અને સીધા ઉભા થઇ જાવ, ફરી સિજદો કરો જ્યાં સુધી તમે શાંતિપૂર્વક સિજદો ન કરી લો, ત્યારબાદ ઉભા થાઓ અને શાંતિથી બન્ને સિજદા વચ્ચે બેસો, અને સંપૂર્ણ નમાઝમાં આ પ્રમાણે જ કરો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 757]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મસ્જિદમાં આવ્યા, તેમની પાછળ એક વ્યક્તિ પણ આવ્યો, તેણે ઉતાવળમાં બે રકઅત નમાઝ પઢી, તેણે શાંતિપૂર્વક કિયામ, રુકૂઅ અને સિજદા ન કર્યા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ધ્યાનથી તેની નમાઝ જોઈ, તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મસ્જિદની એક બાજુ બેઠા હતા, તેણે સલામ કર્યું આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેના સલામનો જવાબ આપ્યો અને કહ્યું: પાછા જાઓ, અને ફરીવાર નમાઝ પઢો એટલા માટે કે તમે નમાઝ નથી પઢી. તે પાછો ફર્યો અને જલ્દી જલ્દી નમાઝ પઢી, તે પાછો આવ્યો સલામ કર્યું, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: પાછા જાઓ, અને ફરીવાર નમાઝ પઢો; કારણકે તમેં નમાઝ નથી પઢી, ત્રણ વખત આ પ્રમાણે થયું. તો તે વ્યક્તિએ કહ્યું: તે ઝાતની કસમ! જેણે તમને સત્ય સાથે મોકલ્યા છે, હું આના કરતા વધુ સારી રીતે નમાઝ નથી પઢી શકતો, તમે મને નમાઝ શીખવાડો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને કહ્યું: જ્યારે નમાઝ માટે ઉભા થાઓ તો તકબીરે તહરિમા અલ્લાહુ અકબર કહો, સૂરે ફાતિહા પઢો ત્યારબાદ જે કંઈ અલ્લાહ ઈચ્છે તે તમે પઢો, ફરી રુકુઅ કરો અહીં સુધી કે તમને શાંતિ મળે, પછી તમારા ઘૂંટણ પર તમારી હથેળીઓ મૂકીને અને તમારી પીઠને લંબાવીને અને ઘૂંટણ ટેકવા માટે સમર્થ થાઓ ત્યાં સુધી તમે આરામદાયક ન અનુભવો ત્યાં સુધી રુકુઅ કરો, ફરી ઉભા થાઓ અને પછી હાડકાં તેમના સાંધા પર પાછા ન આવે અને સ્તર ન થાય ત્યાં સુધી તમારા કોરને ઉંચો અને સીધો કરો. પછી કપાળ, નાક, હાથ, ઘૂંટણ અને પગના અંગૂઠા જમીન પર રાખીને સિજદામાં આરામ ન થાય ત્યાં સુધી સિજદો કરો. ફરી બન્ને સિજદા વચ્ચે શાંતિથી બેસો, અને નમાઝની દરેક રકઅતમાં આ પ્રમાણે નમાઝ પઢો.