عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ الْجُهَنِيِّ رضي الله عنه:
أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَقْبَلَ إِلَيْهِ رَهْطٌ، فَبَايَعَ تِسْعَةً وَأَمْسَكَ عَنْ وَاحِدٍ، فَقَالُوا: يَا رَسُولَ اللهِ، بَايَعْتَ تِسْعَةً وَتَرَكْتَ هَذَا؟ قَالَ: «إِنَّ عَلَيْهِ تَمِيمَةً»، فَأَدْخَلَ يَدَهُ فَقَطَعَهَا، فَبَايَعَهُ، وَقَالَ: «مَنْ عَلَّقَ تَمِيمَةً فَقَدْ أَشْرَكَ».
[حسن] - [رواه أحمد] - [مسند أحمد: 17422]
المزيــد ...
ઉકબા બિન આમીર અલ્ જુહ્ની રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
એક વખત નબી ﷺ પાસે એક જૂથ આવ્યું, તો નબી ﷺ તેમના નવ લોકો સાથે બૈઅત કરી, પરંતુ એક વ્યક્તિ સામેથી હાથ ખેંચી લીધો, તો તે લોકોએ કહ્યું: હે અલ્લાહના પયગંબર ! તમે નવ લોકો સાથે બૈઅત (સંકલ્પ) કરી અને એકને છોડી દીધો? નબી ﷺ એ કહ્યું: «તેણે તાવીજ બાંધ્યું છે», આ સાંભળી તેણે ગળામાં હાથ નાખી તે તાવીજ તોડી નાખ્યું, અને નબી ﷺ એ કહ્યું: «જેણે તાવીજ બાંધ્યું તણે શિર્ક કર્યું».
[હસન] - [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [મુસ્નદ એહમદ - 17422]
એક જૂથ નબી ﷺ પાસે આવ્યું, જેમની સંખ્યા દસ હતી, તો નબી ﷺ એ તેમના માંથી નવ લોકો સાથે બૈઅત કરી, અને દસમાં વ્યક્તિ પાસેથી બૈઅત ન લીધી, તો જ્યારે તેની સાથે બૈઅત ન કરવાનું કારણ પૂછવામાં આવ્યું તો નબી ﷺ એ કહ્યું: તેણે તાવીજ બાંધ્યું છે, અને તાવીજ એ કે જે નુકસાન અથવા બુરાઈથી બચવા માટે દોરી અથવા તેના જેવી કોઈ વસ્તુઓ દ્વારા બાંધવામાં આવે છે. તો તે વ્યક્તિ એ તાવીજની જગ્યાએ હાથ નાખ્યો અને તે તાવીજને તોડી નાખ્યું, અને તેનાથી પાક થઈ ગયો, તો નબી ﷺ એ તેની સાથે પણ બૈઅત કરી, અને તાવીજ વિરુદ્ધ ચેતવણી આપતા અને તેના વિશે સ્પસ્ટ આદેશ જણાવી દીધો: "જેણે તાવીજ બાંધ્યું તેણે શિર્ક કર્યું".