પેટા- કેટેગરીઓ

હદીષનું અનુક્રમણિકા

1. એક સ્ત્રી અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એક યુદ્ધમાં મૃતક મળી, તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્ત્રીઓ અને બાળકોની હત્યા કરવાથી રોક્યા
عربي અંગ્રેજી ઉર્દુ
2. મન્નત માનવાથી રોક્યા છે, અને કહ્યું: «મન્નત કોઈ ભલાઈ નથી લાવતી, તેના દ્વારા તો બસ કંજૂસ પાસેથી માલ કઢાવવામાં આવે છે
عربي અંગ્રેજી ઉર્દુ
3. અને જો હું કોઈ કસમ (સોગંદ) ખાઈ લઉં અને તેનાથી વધુ સારી વસ્તુ જોઉ, તો મારી કસમ (સોગંદ) નો કફ્ફારો (પ્રાયશ્ચિત) આપીશ, અને તે જ કાર્ય કરીશ જેમાં વધુ ભલાઈ હશે - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
4. જે વ્યક્તિ દુનિયામાં રેશમી પોશાક પહેરશે તો તેને આખિરતમાં પહેરાવામાં નહીં આવે
عربي અંગ્રેજી ઉર્દુ
5. અત્યાચારી શાસક સામે ન્યાયની વાત કરવી એ સૌથી શ્રેષ્ઠ જિહાદનું એક સ્વરૂપ છે
عربي અંગ્રેજી ઉર્દુ
6. જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રાત્રે (તહજ્જુદ) પઢવા માટે ઉઠતા, તો મિસ્વાક વડે ખૂબ સારી રીતે મોઢું સાફ કરતા હતા
عربي અંગ્રેજી ઉર્દુ
7. એક વ્યક્તિએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કયામત વિશે સવાલ કર્યો, તેણે પૂછ્યું કે કયામત ક્યારે આવશે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે તેના માટે શું તૈયારી કરી રાખી છે?
عربي અંગ્રેજી ઉર્દુ
8. વ્યક્તિ પોતાના મિત્રના દીન પર હોય છે, માટે તમારા માંથી દરેક વ્યક્તિએ જોવું જોઈએ કે તેણે કોની સાથે મિત્રતા કરી છે
عربي અંગ્રેજી ઉર્દુ
9. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુઆ ખૂબ કરતા હતા: «યા મુલ્લલિબલ્ કુલૂબ ષબ્બિત કલ્બિ અલા દીનિક, "હે દિલોને ઉલટફેર કરનાર, મારા દિલને મારા દીન પર અડગ રાખ
عربي અંગ્રેજી ઉર્દુ
10. જ્યારે કૂતરું તમારા માંથી કોઈના વાસણમાં પી લે, તો તે વાસણને સાત વખત ધોવામાં આવશે
عربي અંગ્રેજી ઉર્દુ
11. અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અરબ માટે નષ્ટતા તે બુરાઈના કારણે આવશે, જેનો સમય નજીક આવી ગયો છે, આજે યાજૂજ અને માજૂજની દિવાલમાં આટલું કાળું પડી ગયું છે
عربي અંગ્રેજી ઉર્દુ
12. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પડદો કરતી કુંવારી છોકરી કરતા પણ વધુ હયાદાર હતા, જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કોઈ વાત નાપસંદ લાગતી તો અમે તેને આપના ચહેરા પરથી સમજી જતા
عربي અંગ્રેજી ઉર્દુ
13. જે વ્યક્તિ અલ્લાહથી સાચા દિલથી શહાદત માંગશે, તો અલ્લાહ તેને શહીદ લોકોના દરજ્જા સુધી પહોંચાડી દેશે, ભલેને તેનું મૃત્યુ પથારીમાં થયું હોય
عربي અંગ્રેજી ઉર્દુ
14. મોમિન પુરુષ અને મોમિન સ્ત્રી બન્ને પર તેના પ્રાણ, તેના સંતાન અને તેના માલમાં મુસીબતો આવતી રહે છે, અહીં સુધી કે જ્યારે તે પોતાના પાલનહાર સાથે મુલાકાત કરે છે, તો તેના પર કંઈ પણ ગુનાહ હોતા નથી
عربي અંગ્રેજી ઉર્દુ
15. અલ્લાહ તઆલા પોતાના બંદોઓની સૌથી નજીક રાતના છેલ્લા પહોરમાં હોય છે
عربي અંગ્રેજી ઉર્દુ
16. કયામતના દિવસે એક વ્યક્તિને લાવી જહન્નમમાં નાખવામાં આવશે, જેના કારણે તેના પેટના આંતરડા બહાર આવી જશે, અને તે તેને લઈ એવી રીતે ચક્કર લગાવતો હશે જેવી રીતે એક ગધેડો ઘંટીની આજુબાજુ ચક્કર લગાવે છે
عربي અંગ્રેજી ઉર્દુ
17. «આ એક પથ્થર છે, જે સિત્તેર વર્ષ પહેલા જહન્નમમાં ફેંકવામાં આવ્યો હતો, હમણાં તે નીચલા ભાગ સુધી પહોંચ્યો છે, અને તેમે તેનો અવાજ સાંભળ્યો
عربي અંગ્રેજી ઉર્દુ
18. જે વ્યક્તિએ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર વ્યક્તિ માટે સફરના સામાનની વ્યવસ્થા કરી, તો તેણે પણ જિહાદ કર્યું ગણાશે, અને જેણે અલ્લાહના માર્ગમાં જનાર વ્યક્તિના ઘરવાળાઓની સારી રીતે દેખરેખ કરી, તો તેણે પણ જિહાદ કર્યું એમ ગણાશે
عربي અંગ્રેજી ઉર્દુ
19. મારા પહેલા અલ્લાહ તઆલાએ જેટલા નબી મોકલ્યા, તેમના માટે તેમની કોમના હવારી (મદદ અને સહાય કરનાર) અને સાથીઓ હોતા, જેઓ તેમની સુન્નત પર અમલ કરતા અને તેમના આદેશોનું અનુસરણ કરતા હતા
عربي અંગ્રેજી ઉર્દુ
20. મને પાંચ વસ્તુઓ એવી આપવામાં આવી, જે મારા પહેલા કોઈ નબીને આપવામાં નથી આવી
عربي અંગ્રેજી ઉર્દુ
21. દરેક ફર્ઝ નમાઝ પછી આ શબ્દો કહેવાનું ન ભૂલશો: "અલ્લાહુમ્મ અઇન્ની અલા ઝિક્રિક વ શુક્રિક વ હુસ્નિ ઈબાદતિક" (હે અલ્લાહ! તારો ઝિક્ર કરવા, શુક્ર કરવા અને સારી રીતે તારી ઈબાદત કરવામાં તું મારી મદદ કર
عربي અંગ્રેજી ઉર્દુ
22. અલ્લાહ તઆલાએ કહ્યું: આદમની સંતાનના દરેક કાર્યો તેના માટે જ છે, ફક્ત રોઝો, તે ફક્ત મારા માટે છે છે અને હું જ તેનો બદલો આપીશ - 10 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
23. તમારા માંથી કોઈ વ્યક્તિ પોતાના ભાઈ સાથે મુલાકાત કરે, તો તેને સલામ કરે, પછી જો તેમની વચ્ચે વૃક્ષ અથવા દિવાલ અથવા પથ્થર આવી જાય ફરી બીજી વાર મુલાકાત કરે તો ફરી સલામ કરે
عربي અંગ્રેજી ઉર્દુ
24. શેતાન તમારા માંથી દરેક વ્યક્તિના માથાના પાછળના ભાગમાં સૂતી વખતે ત્રણ ગાંઠ બાંધી દે છે, અને દરેક ગાંઠ વખતે ફૂંક મારે છે કે અને કહે છે કે સૂઈ જા હજુ રાત લાંબી છે
عربي અંગ્રેજી ઉર્દુ
25. ઇસ્રા અને મેઅરાજની રાત્રે હું ઇબ્રાહિમ અલૈહિસ્ સલામને મળ્યો, તેમણે મને કહ્યું: હે મુહમ્મદ ! તમારી ઉમ્મતને મારા તરફથી સલામ કહેજો, અને તેમને જાણ કરી દેજો કે જન્નતની માટી ખૂબ જ ફળદ્રુપ છે, તેનું પાણી ખૂબ જ મીઠું છે
عربي અંગ્રેજી ઉર્દુ
26. તમે બહુ મોટી વાત પૂછી છે, પરંતુ તે વ્યક્તિ માટે સહેલી છે જેના માટે અલ્લાહ સરળ બનાવી દે
عربي અંગ્રેજી ઉર્દુ
27. હે લોકો ! અલ્લાહ તઆલા પવિત્ર છે, અને તે ફક્ત પવિત્ર વસ્તુઓને જ પસંદ કરે છે, અને અલ્લાહ તઆલાએ મોમિનોને એ જ આદેશ આપ્યો છે, જે આદેશ અલ્લાહ તઆલાએ પયગંબરોને આપ્યો - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
28. મારા દોસ્ત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને ત્રણ વાતોની વસિયત કરી, પ્રત્યેક મહિનાના ત્રણ રોઝા રાખવા, ચાષ્તની બે રકઅત્ નમાઝ પઢવી, અને સૂતા પહેલા વિતરની નમાઝ પઢવી
عربي અંગ્રેજી ઉર્દુ
29. જ્યારે તમે (રમઝાન)નો ચાંદ જુઓ, તો રોઝા રાખો અને (શવ્વાલ)નો ચાંદ જોવો તો રોઝો છોડી દો અને જો વાદળ છવાઇ જાય તો ગણતરી પુરી કરો (અર્થાત્ ત્રીસ દિવસ પુરા કરી લો)
عربي અંગ્રેજી ઉર્દુ
30. પહેલાના પયગંબરોની જે વાત મળી, તેમાં આ વાત પણ છે કે જો હયા જ ન હોય, તો પછી જે મનમાં આવે તે કરો
عربي અંગ્રેજી ઉર્દુ
31. જે વસ્તુ તમને શંકામાં નાખે, તેને છોડી તે વસ્તુ અપનાવો જે શંકામાં ન નાખે; કારણકે સત્યતામાં સંતુષ્ટિ છે અને જૂઠ દિલને બેચેન કરી નાખે છે
عربي અંગ્રેજી ઉર્દુ
32. દુનિયામાં એવી રીતે જીવન પસાર કરો, જેમ કે તમે એક અજાણ હોવ અથવા રાહદાર હોવ
عربي અંગ્રેજી ઉર્દુ
33. તારી જબાન હમેંશા અલ્લાહના ઝિક્રમાં મગન રહે
عربي અંગ્રેજી ઉર્દુ
34. તમે તેને કતલ ન કરશો, જો તમે કતલ કરશો તો તે તમારી જગ્યા પર આવી જશે, જે જગ્યાએ તમે કતલ કર્યા પહેલા હતા અને તમે તે જગ્યા પર આવી જશો, જે જગ્યા પર પહેલા તે હતો
عربي અંગ્રેજી ઉર્દુ
35. જે વ્યક્તિ કાચું લસણ અને કાચી ડુંગળી ખાઈ લે તો તેણે અમારાથી દૂર રહેવું જોઈએ, -અથવા કહ્યું: તે અમારી મસ્જિદથી દૂર રહે, અને પોતાના ઘરમાં જ બેસી રહે
عربي અંગ્રેજી ઉર્દુ
36. હું આ ઝંડો એવા વ્યક્તિને આપીશ, જે અલ્લાહ અને તેના રસૂલથી મોહબ્બત કરે છે, અલ્લાહ તેના હાથ વડે વિજય અપાવશે
عربي અંગ્રેજી ઉર્દુ
37. તમે તેમની વાત સાંભળો તેમનું અનુસરણ કરો, તેઓના પર તેમની જવાબદારી છે અને તમારા પર તમારી જવાબદારી છે
عربي અંગ્રેજી ઉર્દુ
38. મુસલમાનને ગાળો આપવી ગુનાહનું કામ છે અને તેમને કતલ કરવું કુફ્ર છે
عربي અંગ્રેજી ઉર્દુ
39. યહૂદી અને નસ્રાની લોકોને સલામ કરવામાં પહેલ ન કરો અને જ્યારે તે બન્ને માંથી કોઈ રસ્તામાં તમારી સામસામે થઈ જાય તો તમે તેને તંગ રસ્તા તરફ ચાલવા પર મજબુર કરી દો
عربي અંગ્રેજી ઉર્દુ
40. તે વ્યક્તિ અમારા માંથી નથી, જે ગાલ પર મારે, કપડાં ફાડે અને અજ્ઞાનતાના સમય જેવી વાતો કરે
عربي અંગ્રેજી ઉર્દુ
41. જે જુમ્માની નમાઝ પઢવા માટે આવે તેણે સારી રીતે ગુસલ કરી આવવું જોઈએ
عربي અંગ્રેજી ઉર્દુ
42. કંજૂસ તે વ્યક્તિ છે, જેની સામે મારું નામ લેવામાં આવે અને તે મારા પર દરૂદ ન પઢે - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
43. જે વ્યક્તિ સવાર સાંજ મસ્જિદ તરફ જાય, તો અલ્લાહ તઆલા તેના માટે જન્નતમાં મહેમાન નવાજી તૈયાર કરે છે, જ્યારે પણ સવાર સાંજ તે મસ્જિદ જતો હોય છે
عربي અંગ્રેજી ઉર્દુ
44. અઝાન અને ઈકામત દરમિયાન દુઆ રદ કરવામાં નથી આવતી - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
45. અલ્લાહુમ્મ અસ્લિહ્ લી દીનીયલ્ લઝી હુવ ઇસ્મતુ અમ્રી, વ અસ્લિહ્ લી દુનીયાયલ્ લતી ફીહા મઆશી, વ અસ્લિહ્ લી આખિરતીલ્ લતી ફીહા મઆદી, વજ્અલ્લિ હયાત ઝિયાદતલ્ લી ફી કુલ્લી ખૈરી, વજ્અલિલ્ મૌત રાહતન્ લી મિન્ કુલ્લી શર્રીન્" હે અલ્લાહ ! તું મારા દીનને સુધારી દે, જે મારા જીવનનું મૂળ છે - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
46. રબ્બિગ્ફિર્લી ખતિ અતી, વજહ્લી, વઇસ્રાફી ફી અમ્રી કુલ્લિહિ, વમા અન્ત અઅલમુ બિહિ મિન્ની, અલ્લાહુમ્મગ્ફિર્લી ખતાયાય, વઅમ્દી વજહ્લી વહઝ્લી, વકુલ્લુ ઝાલિક ઇન્દી, અલ્લાહુમ્મગ્ફિર્લી, મા કદ્દમ્તુ વમા અખ્ખર્તુ, વમા અસ્રર્તુ, વમા અ-અલન્તુ, અન્તલ્ મુકદ્દિમુ વઅન્તલ્ મુઅખ્ખિર, વઅન્ત અલા કુલ્લિ શૈઇન્ કદીર" હે અલ્લાહ ! મારી ભૂલો, મારી અજ્ઞાનતા અને મારી બાબતે મેં કરેલ અતિરેક અને તે દરેક વાતો, જેને તું મારા કરતાં વધુ જાણે છે, તેને માફ કરી દે, હે અલ્લાહ ! જે કાર્ય મેં ખૂબ જ ગંભીરતાથી કર્યું અને જે મજાક મજાકમાં કર્યું હોય, જે જાણી જોઈને અને જે અજાણતામાં થઈ ગઈ હોય, તે દરેકને તું માફ કરી દે, અને આ દરેક મારાથી થઈ છે, (હું એનો એકરાર કરું છું), હે અલ્લાહ ! તું મારા આગળના અને પાછળના અને જે મેં છૂપી રીતે કર્યા હોય કે જાહેરમાં અને તું મારા કરતાં વધુ જાણે છે, મારા દરેક ગુનાહને માફ કરી દે, તું જ આગળ કરવાવાળો છે અને તું જ પાછળ કરવાવાળો છે અને તું જ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે
عربي અંગ્રેજી ઉર્દુ
47. અલ્લાહમ્મ ઇન્ની અસ્અલુકલ્ આફિયહ ફિદ્ દુનિયા વલ્ આખિરતિ, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ અફવ વલ્ આફિયહ ફી દીની વ દુનિયાય વઅહ્લી વ માલી, અલ્લાહુમ્મસ્ તુર અવરતી -અથવા: અવરાતી, વઆમિન રવઆતી, અલ્લાહુમ્મહ્ફઝ્ની મિમ્ બય્ની યદય્ય, વમિન ખલ્ફી, વઅન યમાની, વઅન શિમાલી, વમિન ફવકી, વઅઊઝુબિ અઝ્મતિક અન્ ઉગ્તાલ્ મિન તહ્તી", હે અલ્લાહ ! હું તારી પાસે દુનિયા અને આખિરતમાં આફીયતનો સવાલ કરું છું - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
48. અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક મિનલ્ ખૈરિ કુલ્લિહિ, આજિલિહિ વ આજિલિહિ, મા અલિમ્તુ મિન્હુ વમા અઅલમુ, વઅઊઝુ બિક મિન્ શર્રિ કુલ્લિહિ, આજિલિહિ વ આજિલિહિ, મા અલિમ્તુ મિન્હુ વમા અઅલમુ
عربي અંગ્રેજી ઉર્દુ
49. અલ્લાહુમ્મ ઇન્ની અઉઝુબિક મિન્ ઝવાલિ નિઅમતિક્, વતહવ્વુલિ આફિયતિક્, વફુજાઅતિ નિક્મતિક્, વજમીઅ સખતિક્" હે અલ્લાહ! હું તારી આપેલ નેઅમતો જે ખત્મ થઈ જાય, એવી તંદુરસ્તી જે બીમારિમાં ફેરવાઈ જાય, અચાનક આવનાર મુસીબત અને તારી દરેક પ્રકારની નારાજગીથી પનાહ માંગું છું
عربي અંગ્રેજી ઉર્દુ
50. અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિન્ ગલબતિત્ દૈનિ, વ ગલબતિલ્ અદુવ્વિ, વશિમાતતિલ્ અઅદાઅ" હે અલ્લાહ ! હું દેવામાં ફસાઈ જવાથી, દુશ્મનના મારા પર હાવી થવાથી તેમજ દુશ્મનોના મારા પર હસવાથી તારી પનાહ માંગુ છું
عربي અંગ્રેજી ઉર્દુ
51. અલ્લાહુમ્મ બિક અસ્બહના, વબિક અમ્સય્ના, વબિક નહ્યા, વબિક નમૂતુ, વઇલૈકન્ નુશૂર
عربي અંગ્રેજી ઉર્દુ
52. સ્ત્રીઓની નજીક જવાથી બચો», એક અન્સારી સહાબીએ સવાલ કર્યો: હે અલ્લાહના રસૂલ ! દેવર વિશે શું હુકમ છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દેવર તો મોત છે - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
53. સોનાના બદલામાં ચાંદીનો વેપાર વ્યાજ છે, પરંતુ રોક્કડ હોય તો વાંધો નથી, ઘઉંના બદલામાં ઘઉં વ્યાજ ગણાશે, પરંતુ જો રોકકડ સોદો થતો હોય તો વાંધો નથી, તેમજ જુવારીના બદલામાં જુવારી વ્યાજ છે, પરંતુ જો તેનો સોદો રોકકડ થાય તો વાંધો નથી, તેમજ ખજૂરના બદલામાં ખજૂર પણ વ્યાજ છે, પરંતુ તે પણ રોકકડ સોદો થાય તો વાંધો નથી
عربي અંગ્રેજી ઉર્દુ
54. તમે કહો: "અલ્લાહુમ્મહ્ દિની વસદ્દિદની" હે અલ્લાહ! મને હિદાયત આપ અને મને સત્ય માર્ગ બતાવ, અને હે અલી ! હિદાયત માંગતી વખતે સાચો માર્ગ દિમાગમાં રાખો, અને સત્ય માર્ગ વિચાર કરતી વખતે તદ્દન તીરની જેમ સાચો માર્ગ દિમાગમાં હોવો જોઈએ
عربي અંગ્રેજી ઉર્દુ
55. જ્યાં તમને દુખાવો થતો હોય ત્યાં તમારો હાથ મુકો અને ત્રણ વખત બિસ્મિલ્લાહ પઢો, અને સાત વખત આ દુઆ પઢો, "અઊઝુ બિલ્લાહિ વ કુદરતિહી મિન્ શર્રિ મા અજિદુ વ ઉહાઝિરુ" અર્થ: હું અલ્લાહથી પનાહ માગું છું તે વસ્તુની બુરાઇથી, જેને હું (મારા શરીરમાં) અનુભવું છું અને જેનાથી હું ડરી રહ્યો છું
عربي અંગ્રેજી ઉર્દુ
56. જે વ્યક્તિ "બિસ્મિલ્લાહિલ્લઝી લા યઝુર્રુ મઅસ્મિહી શૈઉન ફિલ્ અર્ઝિ વલા ફિસ્ સમાઇ વ હુવસ્ સમીઉલ્ અલીમ" અર્થ: અલ્લાહના નામથી શરૂ કરું છું, અલ્લાહના નામ સાથે જમીન અને આકાશમાં કોઈ વસ્તુ તકલીફ પહોંચાડી શકતી નથી, તે બધું જ સાંભળવવાળો અને જાણવાવાળો છે, જે વ્યક્તિ સાંજે ત્રણ વખત આ દુઆ પઢી લેશે, તો તેને સવાર સુધી અચાનક કોઈ તકલીફ નહિ પહોંચે
عربي અંગ્રેજી ઉર્દુ
57. જે વ્યક્તિ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પહેલાની નમાઝની પાબંદી કરશે, તે વ્યક્તિ ક્યારેય જહન્નમમા દાખલ નહીં થાય
عربي અંગ્રેજી ઉર્દુ
58. જયારે પણ કોઈ વ્યક્તિ મારા પર સલામ મોકલે છે, તો અલ્લાહ તઆલા મારા પ્રાણ મારામાં પાછા મોકલી દે છે અહી સુધી કે હું તેના સલામનો જવાબ આપી દઉં
عربي અંગ્રેજી ઉર્દુ
59. બે વસ્તુ લોકોમાં એવી છે, જે કુફ્રનું કારણ બને છે: નસબ (ખાનદાન) બાબતે મહેણાંટોણો મારવા અને મૃતક પર નવહા (વિલાપ) કરવો
عربي અંગ્રેજી ઉર્દુ
60. જે વ્યક્તિ પાસે સોનું અને ચાંદી હોય અને તે (નિસાબ) સુધી પહોંચી જાય, છતાંય તેનો (ઝકાત)નો હક અદા ન કરે, તો કયામતના દિવસે તેના માલની આગની તખતીઓ બનાવવામાં આવશે - 4 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
61. જ્યારે જન્નતી લોકો જન્નતમાં દાખલ થશે, તો એક સૂચના આપનાર ફરિશ્તો સૂચના આપશે: તમે હમેંશા જીવિત રહેશો, તમને ક્યારેય મૃત્યુ નહીં આવે, તમે હમેંશા યુવાન જ રહેશો ક્યારેય વૃદ્ધ નહીં થાઓ, તમે હમેંશા ખુશહાલ રહેશો ક્યારેય તમે દુઃખી નહીં થાઓ
عربي અંગ્રેજી ઉર્દુ
62. જ્યારે જન્નતી લોકો જન્નતમાં જતા રહેશે, તો કહ્યું:અલ્લાહ તઆલા તેમને કહેશે: હજુ કઈ વધારે ઈચ્છા કરી?
عربي અંગ્રેજી ઉર્દુ
63. સમુંદરનું પાણી પાકી માટે ઉપયોગમાં લઇ શકાય છે અને તેનું મૃતક પણ હલાલ છે
عربي અંગ્રેજી ઉર્દુ
64. જ્યારે પાણી બે ખોબા જેટલું હોય તો તેમાં ગંદકી આવતી નથી
عربي અંગ્રેજી ઉર્દુ
65. જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ ઊંઘ માંથી ઉઠે, તો તે પોતાના નાકને ત્રણ વખત સાફ કરે; કારણકે શૈતાન તેના નાકના કાણાંમાં રાત પસાર કરે છે
عربي અંગ્રેજી ઉર્દુ
66. તમારા માંથી કોઈ વઝૂ કરે અને મોજા પહેરી લે તો તે મોજા પહેરીને જ નમાઝ પઢી લે, અને તે તેના પર મસહ કરી લે તેને કાઢવાની જરૂર નથી, હા, જો તેં જુનુબી થઈ જાય તો મોજા ઉતારવા પડશે
عربي અંગ્રેજી ઉર્દુ
67. કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને અપરાધી અથવા કાફિર હોવાનો આરોપ ન લગાવે, તે તેની તરફ જ પાછું ફરી આવશે, જો વાસ્તવમાં તે વ્યક્તિ અપરાધી અથવા કાફિર ન હોય
عربي અંગ્રેજી ઉર્દુ
68. ખરેખર શૈતાન નિરાશ થઈ ગયો છે કે નમાઝીઓ (મુસલમાનો) અરબમાં તેની ઈબાદત કરશે, પરંતુ તે તેમની વચ્ચે મતભેદ ફેલાવવા પ્રત્યે નિરાશ નથી થયો
عربي અંગ્રેજી ઉર્દુ
69. જે વ્યક્તિએ અમાનતની કસમ ખાધી, તો તે અમારા માંથી નથી
عربي અંગ્રેજી ઉર્દુ
70. હે સ્ત્રીઓનું જૂથ! તમે ખૂબ જ સદકો કરો, કારણકે મેં જહન્નમમ્માં સૌથી વધારે તમને જ જોયા છે» તે સ્ત્રીઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! કેમ? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે ખૂબ જ મહેણાંટોણાં કરો છે, અને પોતાના પતિની નાશુકરી કરો છો, તમે દીનમાં અડધી બુદ્ધિના હોવાના કારણે પણ એક બુદ્ધિશાળી અને અનુભવી માણસને ગાંડો બનાવવામાં તમારા સિવાય બીજો કોઈનો હાથ નથી હોતો - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
71. જે વ્યક્તિ અઝાન સાંભળ્યા પછી આ શબ્દો કહે: "અલ્લાહુમ્મ રબ્બ હાઝિહિદ્ દઅવતિત્તામ્મતિ, વસ્સલાતિલ્ કાઇમતિ આતિ મુહમ્મદનિલ્ વસીલત વલ્ ફઝીલહ, વબ્અષહુ મકામમ્ મહમુદલ્લઝી વઅદ્તહુ" (હે અલ્લાહ ! આ સંપૂર્ણ દઅવત અને ઉભી થવાવાળી નમાઝના પાલનહાર! અમારા પયગંબર (મુહમ્મદ સલ્લલ્લાહુઅલૈહિ વસલ્લમ ને વસિલો અને ઉપલબ્ધિ આપ અને તેમને મહમૂદ નામની જગ્યાએ પહોંચાડ, જેના વિશે તારું વચન છે), તો કયામતના દિવસે તેના માટે આપ સલ્લલ્લાહુઅલૈહિ વસલ્લમની ભલામણ અનિવાર્ય થઈ જશે
عربي અંગ્રેજી ઉર્દુ
72. તમારા માથી કોઈ એક કપડાંમાં નમાઝ ન પઢે, કે તે કપડાંનો ભાગ તેના ખભા પર ન હોય
عربي અંગ્રેજી ઉર્દુ
73. જ્યારે તમે સિજદો કરો તો બન્ને હથેળીઓ નીચી રાખો અને બન્ને કોળીઓ ઉપર ઉઠાવો
عربي અંગ્રેજી ઉર્દુ
74. મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે નમાઝ પઢી, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જમણી બાજુ મોઢું ફેરવતા આ શબ્દો કહી સલામ કર્યું: «"અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ વબરકાતુહુ" (તમારા પર સલામતી અને અલ્લાહની રહેમતો તેમજ બરકતો ઉતરે)», અને ડાબી બાજુ મોઢું ફેરવતા આજ શબ્દો કહ્યા: «"અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ વબરકાતુહુ" (તમારા પર સલામતી અને અલ્લાહની રહેમતો તેમજ બરકતો ઉતરે)
عربي અંગ્રેજી ઉર્દુ
75. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અબૂ બકર અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા વિષે કહ્યું: «આ બંને નબીઓ અને પયગંબરો સિવાય આગળ અને પાછલા દરેક વૃદ્ધ લોકોના સરદાર છે
عربي અંગ્રેજી ઉર્દુ
76. હસન અને હુસૈન રઝી અલ્લાહુ અન્હુમા બંને જન્નતમાં યુવાનોના સરદાર હશે
عربي અંગ્રેજી ઉર્દુ
77. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ક્યારેય ઝોહર પહેલાની ચાર રકઅત અને ફજર પહેલાની બે રકઅત છોડતા ન હતા
عربي અંગ્રેજી ઉર્દુ
78. જે વ્યક્તિએ ઝોહર પહેલા ચાર રકઅત અને ઝોહર પછી ચાર રકઅત પઢવાની પાબંદી કરી, તો અલ્લાહ તેના પર જહન્નમની આગ હરામ કરી દે શે
عربي અંગ્રેજી ઉર્દુ
79. અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફજરની બન્ને (સુન્નત) રકઅતોમાં સૂરે કાફિરૂન અને સૂરે ઇખલાસ પઢતા હતા
عربي અંગ્રેજી ઉર્દુ
80. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક વ્યક્તિને સફની પાછળ એકલો નમાઝ પઢતા જોયો, તેને આપ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ફરીવાર નમાઝ પઢવાનો આદેશ આપ્યો
عربي અંગ્રેજી ઉર્દુ
81. જે સ્ત્રી પોતાના વાલીની પરવાનગી વગર શાદી કરે તો તેની શાદી અમાન્ય છે, - નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ વાત ત્રણ વખત કહી - (ફરી કહ્યું) જો કોઈ પુરુષ આવી સ્ત્રી સાથે સમાગમ કરે, તો તેના બદલામાં તે મહેર આપે, જો વાલીઓ બંનેને અલગ કરી દે, તો શાસક તેનો વાલી છે, જેનો કોઈ વાલી ન હોય
عربي અંગ્રેજી ઉર્દુ
82. તે વ્યક્તિ ધિક્કારપાત્ર છે, જે પોતાની સ્ત્રી સાથે તેના પાછળના ગુપ્તાંગથી સમાગમ કરે
عربي અંગ્રેજી ઉર્દુ
83. અલ્લાહ તઆલા તે વ્યક્તિ તરફ નહીં જુએ, જે કોઈ પુરુષ અથવા સ્ત્રીના પાછળના ગુપ્તાંગમાં સંભોગ કરે
عربي અંગ્રેજી ઉર્દુ
84. મેં કહ્યું હે અલ્લાહના પયગંબર! અમારા માંથી કોઈની પત્નીનો તેના પર શું અધિકાર છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એ કે જે તમે ખાઓ, તે તેને પણ ખવડાવો, જે તમે પહેરો, તે તેને પણ પહેરાવો, અને તેના ચહેરા પર ન મારો, અને ન તો અપશબ્દો કહો, અને ઘર સિવાય અન્ય જગ્યાએ અલગ ન રહો
عربي અંગ્રેજી ઉર્દુ
85. જે વ્યક્તિની બે પત્નીઓ હોય, અને તે એક જ પત્ની તરફ ઝૂકી ગયો, તો તે કયામતના દિવસે તે સ્થિતિમાં આવશે કે તેનો એક ભાગ ઝૂકેલો હશે
عربي અંગ્રેજી ઉર્દુ
86. મુશરીકો સાથે પોતના માલ, પ્રાણ અને જબાન વડે યુદ્ધ કરો
عربي અંગ્રેજી ઉર્દુ
87. મુસલમાનની સરવાલ (પેન્ટ) અડધી પિંડલી સુધી હોવી જોઈએ જો તે અડધી પિંડલી અને ઘૂંટીની વચ્ચે સુધી રાખે તો પણ કંઈ વાંધો નથી, જે ભાગ ઘૂંટીની નીચે હશે તે ભાગ જહન્નમમાં હશે અને જે વ્યક્તિ ઘમંડ કરતા પોતાની સલવાર ઘૂંટીની નીચે રાખી ચાલતો હશે તો અલ્લાહ તેની તરફ જોશે પણ નહીં
عربي અંગ્રેજી ઉર્દુ