પેટા- કેટેગરીઓ

હદીષનું અનુક્રમણિકા

1. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચપ્પલ પહેરવામાં, કાંસકો કરવામાં અને પાકી મેળવવામાં અને દરેક કામમાં જમણી બાજુથી શરૂ કરવાનું પસંદ કરતાં હતાં
عربي અંગ્રેજી ઉર્દુ
2. મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કદાપિ એવી રીતે ખૂલીને હસતાં નથી જોયા કે તેમનું તાળવુ દેખાવા લાગે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફક્ત સ્મિત કરતાં હતા
عربي અંગ્રેજી ઉર્દુ
3. જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ એવું સપનું જુએ, જે તેને સારું લાગે, તો તે અલ્લાહ તરફથી છે, તો તે તેના પર અલ્લાહના વખાણ કરે, અને તેના વિષે અન્ય સાથે ચર્ચા કરી શકે છે, અને જો તે એવું સપનું જુએ, જે તેને નાપસંદ હોય, તો તે શૈતાન તરફથી છે, બસ તેની બુરાઈથી અલ્લાહ પાસે પનાહ માંગે, અને તેના વિષે કોઇની સાથે પણ ચર્ચા ન કરે, કારણકે તેનાંથી તેને કોઈ નુકસાન નહીં થાય
عربي અંગ્રેજી ઉર્દુ
4. જે વ્યક્તિએ બે બાળકીઓનું ભરણપોષણ કર્યું, અહીં સુધી કે પુખ્તવય સુધી પહોંચી ગઈ, તો હું અને તે કયામતના દિવસે આવી રીતે પહોંચીશું» અને પોતાની બંને આંગણીઓ ભેગી કરી બતાવ્યું
عربي અંગ્રેજી ઉર્દુ
5. જો મોમિનો પર અથવા મારી ઉમ્મત પર અઘરું ન હોત, તો હું તેમને દરેક નમાઝના સમયે મિસ્વાક (દાતણ) કરવાનો આદેશ આપતો
عربي અંગ્રેજી ઉર્દુ
6. દરરોજ સવાર જ્યારે બંદો ઉઠે છે, તો બે ફરિશ્તા ઉતરે છે, તે બંને માંથી એક કહે છે: હે અલ્લાહ! ખર્ચ કરવાવાળા ને ઉત્તમ બદલો આપ, અને બીજો ફરિશ્તો કહે છે: હે અલ્લાહ! રોકવાવાળાને નષ્ટ કરી દે
عربي અંગ્રેજી ઉર્દુ
7. સત્ય માર્ગ પર ચાલો, અને જ્યાં સુધી શક્ય હોય તેની નજીક રહો, અને જાણી લો કે કોઈ પણ વ્યક્તિ પોતાના કાર્યોના બદલામાં નજાત મેળવી નથી શકતો» સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ સવાલ કર્યો: હે અલ્લાહના પયગંબર!તમે પણ નહીં? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હું પણ નહીં, તે અલગ વાત છે કે અલ્લાહ મને પોતાની કૃપા અને રહેમત વડે ઢાંકી લે
عربي અંગ્રેજી ઉર્દુ
8. અલ્લાહુમ્મ અઊઝુ બિરઝાક મિન્ સખ્તિક્, વબિમુઆફાતિક મિન્ ઉકૂબતિક, વઅઊઝુ બિક મિન્ક લા ઉહ્સી ષનાઅન્ અલૈક અન્ત કમા અષ્નય્ત અલા નફ્સિક" હે અલ્લાહ! હું તારી પ્રસન્નતા દ્વારા તારા નારાજ થવાથી પનાહ માંગુ છું, અને હું એ વાતથી તારી પનાહ માંગુ છું કે હું તે રીતે તારા વખાણ ન કરી શક્યો જે રીતે તે તારા પોતાના વખાણ કર્યા છે
عربي અંગ્રેજી ઉર્દુ
9. શું હું તમને જન્નતી લોકો વિષે ન જણાવું? દરેક કમજોર, જેમને કમજોર સમજવામાં આવે છે, જો તે અલ્લાહ માટે કોઈ કસમ ખાઈ લે, તો અલ્લાહ તેને પૂરી કરે છે, શું હું તમને જહન્નમી લોકો વિષે ન જણાવું? તે દરેક ઉગ્રવાદી, બળવાખોર, કંજૂસ અને ઘમંડી જહન્નમી છે
عربي અંગ્રેજી ઉર્દુ
10. મને એવો કલીમો ખબર છે, જો તે બંને તેને કહી દે તો તેમનો ગુસ્સો દૂર થઈ જાય, જો તેઓ કહે: "અઊઝુબિલ્લાહિ મિનશ્ શૈતોનિર્ રજીમ" (હું અલ્લાહની પનાહમાં આવું છું ધૃતકારેલા શેતાનથી), તો તેનો ગુસ્સો ખતમ થઈ જશે
عربي અંગ્રેજી ઉર્દુ
11. સારા સપના અલ્લાહ તરફથી હોય છે, અને ખરાબ સપના શૈતાન તરફથી હોય છે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ ખરાબ સપનું જુએ તો પોતાની ડાબી બાજુ ત્રણ વાર થૂંકે અને શૈતાનની બુરાઈથી પનાહ માંગે, આમ કરવા પર તેને તે ખરાબ સપનું કોઈ નુકસાન નહીં પહોંચાડે
عربي અંગ્રેજી ઉર્દુ
12. મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! કઈ વસ્તુમાં છુટકારો છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પોતાની જબાન પર કાબૂ રાખો, પોતાના ઘરમાં રહો, અને પોતાની ભૂલો (ગુનાહો) પર રડો
عربي અંગ્રેજી ઉર્દુ
13. હું મારા બંદાઓના અનુમાન પ્રમાણે હોવ છું, જે તે મારાથી રાખે છે, અને જ્યારે તે મને યાદ કરે છે તો હું તેની સાથે હોવ છું - 4 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
14. મેં આયશા રઝી અલ્લાહુ અન્હાને સવાલ કર્યો, મેં કહ્યું: નબી સલ્લલ્લાહું અલૈહિ વસલ્લમ જ્યારે ઘરમાં દાખલ થતાં તો સૌથી પહેલું કયું કાર્ય કરતાં? તો આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: મિસ્વાક (દાતણ) કરતાં
عربي અંગ્રેજી ઉર્દુ
15. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક એવા વ્યક્તિ વિષે વર્ણન કરવામાં આવ્યું, જે રાત્રે સૂઈ ગયો તો સવાર સુધી સૂતો રહ્યો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ તે વ્યક્તિ છે, જેના બન્ને કાનમાં અથવા કહ્યું એક કાનમાં શૈતાને પેશાબ કરી છે
عربي અંગ્રેજી ઉર્દુ
16. અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રમઝાનના છેલ્લા દસ દિવસોમાં ખૂબ મહેનત કરતાં હતા, તે પ્રકારની મહેનત બીજા દિવસોમાં નહતા કરતાં
عربي અંગ્રેજી ઉર્દુ
17. જે વ્યક્તિ દુનિયામાં અન્યના ભેદ છુપાવશે, તો અલ્લાહ કયામતના દિવસે તેના ભેદ છુપાવશે
عربي અંગ્રેજી ઉર્દુ
18. તમારા માંથી કોઈ પણ વ્યક્તિ મૃત્યુ ન પામે પરંતુ તેને એ સ્થિતિમાં મૃત્યુ આવે કે તે અલ્લાહથી સારું અનુમાન રાખતો હોય
عربي અંગ્રેજી ઉર્દુ
19. જો તેમે આ પ્રમાણે સબંધ જાણવી રાખો છો, જે પ્રમાણે તમે જણાવ્યું, તો તમે તેમને ગરમ રાખ ખવડાવી રહ્યા છો, અને જ્યાં સુધી તમે આ પ્રકારનો જ વ્યવહાર કરતા રહેશો, તો અલ્લાહ તરફથી તમને સતત એક મદદગાર સોંપવામાં આવશે
عربي અંગ્રેજી ઉર્દુ
20. જે વ્યક્તિના ડગલાં અલ્લાહના માર્ગમાં ધૂળવાળા થઈ જાય, તો તેને જહન્નમની આગ સ્પર્શ નહીં કરી શકે
عربي અંગ્રેજી ઉર્દુ
21. જે લોકો પણ અલ્લાહને યાદ કર્યા વગર કોઈ મજલિસ માંથી ઉભા થાય, તો તેઓની આ સભા દુર્ગંધી મરેલા ગધેડાની લાશ જેવી હોઈ છે, અને તે મજલિસ તેમના માટે (કયામતમાં દિવસે) અફસોસનું કારણ બનશે
عربي અંગ્રેજી ઉર્દુ
22. તે વ્યક્તિનું ઉદાહરણ, જે પોતાના પાલનહારને યાદ કરે છે અને જે યાદ નથી કરતો, જીવિત અને મૃતક જેવું છે
عربي અંગ્રેજી ઉર્દુ
23. હું તમારા વિષે તે વાતથી ભયભીત થાઉં છે કે દુનિયાની સમૃદ્ધિ અને શણગારના દ્વાર ખોલી દેવામાં આવશે - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
24. જે વ્યક્તિને આ વાત પસંદ હોય કે અલ્લાહ તઆલા કયામતના દિવસની ભયાનકતાઓથી તેને છુટકારો આપે, તો તે પરેશાન વ્યક્તિને મહેતલ આપે, અથવા (પોતાનું દેવું) માફ કરી દે
عربي અંગ્રેજી ઉર્દુ
25. કયામતના દિવસે, જે વ્યક્તિને સૌથી નાનો અઝાબ આપવામાં આવશે તે એ કે તેને આગના ચપ્પલ પહેરાવવામાં આવશે, જેનાથી તેનું દિમાગ ઉકળવા લાગશે, જે રીતે એક દેગચી ઊકળે છે, તે એવું સમજશે કે સૌથી મોટો અઝાબ તેને આપવામાં આવી રહ્યો છે, વાસ્તવમાં તે સૌથી નાનો અઝાબ હશે
عربي અંગ્રેજી ઉર્દુ
26. મોમિનને કયામતના દિવસે તેના ઉચ્ચ અને સર્વશ્રેષ્ઠ પાલનહારની નજીક કરવામાં આવશે, અહીં સુધી કે અલ્લાહ તેના પર પોતાનો પડદો ઢાંકી દેશે, (જેથી અન્ય કોઈ તેના ભેદો વિષે જાણી ન શકે)
عربي અંગ્રેજી ઉર્દુ
27. નેકી સારા અખ્લાક (નૈતિકતા) નું નામ છે, અને બુરાઈ તે છે જે તમારા દિલમાં ખટકે, અને તમને પસંદ ન હોય, કે લોકો તેના વિષે જાણે
عربي અંગ્રેજી ઉર્દુ
28. ત્રણ વ્યક્તિ પરથી કલમ ઉઠાવી લેવામાં આવી છે, સૂતેલા વ્યક્તિ પરથી, જ્યાં સુધી તે જાગી ન જાય, બાળક પરથી જ્યાં સુધી તે બાલિગ (પુખ્ત વય) ન થઈ જાય, અને પાગલ વ્યક્તિ પરથી જ્યાં સુધી તેનામાં બુદ્ધિ ન આવી જાય - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
29. જે વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) દરમિયાન એક દિવસનો રોઝો રાખે તો અલ્લાહ તઆલા તેનો ચહેરો જહન્નમથી સિત્તેર વર્ષ દૂર કરી દે છે
عربي અંગ્રેજી ઉર્દુ
30. લોકો ત્યાં સુધી ભલાઈમાં રહેશે, જ્યાં સુધી ઇફતારી કરવામાં જલ્દી કરશે
عربي અંગ્રેજી ઉર્દુ
31. અમે નબી ﷺના સમયે દરેક નાના મોટા, આજાદ અને ગુલામ તરફથી એક સાઅ ઘઉં અથવા એક સાઅ પનીર અથવા એક સાઅ જુવાર, અથવા એક સાઅ ખજૂર અથવા એક સાઅ કિશમીશ (સૂકી દ્રાક્ષ) ફિતરો કાઢતા હતા
عربي અંગ્રેજી ઉર્દુ
32. અમે નબી ﷺ સાથે સેહરી કરી, પછી આપ નમાઝ માટે ઉભા થયા, મેં પૂછ્યું: અઝાન અને સેહરી વચ્ચે કેટલો સમય હોવો જોઈએ? નબી ﷺએ કહ્યું: લગભગ પચાસ આયત તિલાવત કરી શકાય એટલો સમય
عربي અંગ્રેજી ઉર્દુ
33. આપ ﷺ રમઝાનના છેલ્લા અશરામાં એઅતિકાફ કરતા હતા, અહીં સુધી કે અલ્લાહએ આપને મૃત્યુ આપ્યું, ત્યારબાદ આપ ﷺની પત્નીઓ પણ એઅતિકાફ કરતી હતી
عربي અંગ્રેજી ઉર્દુ
34. સેહરી કરો, કારણકે સેહરી કરવામાં બરકત છે - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
35. રમઝાનના એક અથવા બે દિવસ પહેલા રોઝા ન રાખો, પરંતુ કોઈ વ્યક્તિ આગળથી જ (નફીલ) રોઝા રાખતો હોય તો તે રાખી લે
عربي અંગ્રેજી ઉર્દુ
36. અલ્લાહના પયગંબર ﷺએ સદકતુલ્ ફિતર ફર્ઝ (જરૂરી) કર્યું છે, એક સાઅ ખજૂર અથવા એક સાઅ ઘઉં દરેક ગુલામ, આઝાદ, પુરુષ અને સ્ત્રી તેમજ દરેક નાના મોટા મુસલમાન પર, અને આ ફિતરો ઈદની નમાઝ પહેલા આપી દેવાનો આદેશ આપ્યો છે
عربي અંગ્રેજી ઉર્દુ
37. કોઈ મુસલમાન સ્ત્રી માટે જાઈઝ નથી કે એક દિવસ અથવા એક રાતનો સફર મહરમ (જેની સાથે લગ્ન નથી કરી શકતી) તેના વગર કરે
عربي અંગ્રેજી ઉર્દુ
38. જે રોજદારે ભૂલથી ખાઈ પી લીધું તે પોતાનો રોઝો પૂરો કરે, કારણકે તેને અલ્લાહએ ખવડાવ્યું અને પીવડાવ્યું
عربي અંગ્રેજી ઉર્દુ
39. મેં ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ સાથે ઈદની નમાઝ પઢી, તેમણે કહ્યું: આ બન્ને દિવસે અલ્લાહના રસૂલ ﷺએ રોઝા રાખવાથી રોક્યા છે, એક (રમઝાનના) રોઝા રાખ્યા બાદ (ઇદુલ્ ફિતરનો) દિવસ, બીજો દિવસ જેમાં તમે પોતાની કુરબાની કરેલ જાનવરનું શાક ખાઓ છો, (બકરી ઈદ)
عربي અંગ્રેજી ઉર્દુ
40. નબી ﷺના તલ્બિયહ માટેના શબ્દો આ હતા: «લબૈક અલ્લાહુમ્મ, લબૈક, લબૈક લા શરિક લક લબૈક, ઇન્નલ્ હમ્દ વન્નિઅમત લક વલ્ મુલ્ક લા શરીક લક
عربي અંગ્રેજી ઉર્દુ
41. રમઝાનના છેલ્લા અશરા (દસ દિવસોમાં)ની એકી રાતોમાં લેલતુલ્ કદર શોધો
عربي અંગ્રેજી ઉર્દુ
42. હું જોઉં છું કે તમારા માંથી કેટલાકને લલતુલ્ કદર છેલ્લા અશરાના સાત દિવસોમાં બતાડવામાં આવી છે, એટલા માટે જે વ્યક્તિ તે રાતની શોધમાં હોય તો તે તેને છેલ્લા સાત દિવસોમાં શોધે
عربي અંગ્રેજી ઉર્દુ
43. શું અલ્લાહએ તમારા માટે કોઈ એવી વસ્તુ નથી બનાવી, જેને તમે દાન કરી શકો? બેશક સુબ્હાનલ્લાહ કહેવું સદકો ગણવામાં આવશે, અલ્લાહુ અકબર કહેવું સદકો ગણવામાં આવશે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું સદકો ગણવામાં આવશે, લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવું પણ સદકો ગણવામાં આવશે, નેકી તરફ બોલાવવું પણ સદકો છે, કોઈને બુરાઈથી રોકવું પણ સદકો ગણવામાં આવશે, તમારા માંથી કોઈ પોતાની પત્ની સાથે પોતાની ઈચ્છા પૂરી કરે તે પણ સદકો ગણવામાં આવશે
عربي અંગ્રેજી ઉર્દુ
44. જે વ્યક્તિએ કોઈ મોમિનની દુનિયાની પરેશાનીઓ માંથી કોઈ પરેશાની દૂર કરશે, તો અલ્લાહ કયામતના દિવસે તેની પરેશાનીઓ માંથી એક પરેશાની દૂર કરશે
عربي અંગ્રેજી ઉર્દુ
45. હે લોકો ! તમે અલ્લાહ સામે તૌબા કરો એટલા માટે કે હું દરરોજ સો કરતા પણ વધારે વખત તૌબા કરું છું - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
46. એટલા માટે કે આપ ﷺ ચીસો પાડી રડનાર, માથાના વાળ ખેંચી ખેંચીને રાડો પાડનાર અને કપડાં ફાડનારી સ્ત્રીથી અલગ છે
عربي અંગ્રેજી ઉર્દુ
47. બની ઇસ્રાઇલ તરફ આવેલ પયગંબરો તેમને રાજકીય માર્ગદર્શન પણ આપતા હતા, જ્યારે પણ તેમના એક પયગંબર નષ્ટ થઈ જતા તરત જ તેમની પાછળ બીજા પયગંબર આવતા, યાદ રાખો! મારા પછી કોઈ પયગંબર નહીં આવે, હા, મારા નાયબ ઘણા લોકો હશે
عربي અંગ્રેજી ઉર્દુ
48. જ્યારે રમઝાનના છેલ્લા દિવસ બાકી રહેતા તો આપ ﷺ રાત જાગતા, ઘરવવાળોને પણ સાથે જગાડતા અને (ઈબાદત)માં ખૂબ મહેનત કરતા અને પોતાની કમર સીધી કરી લેતા
عربي અંગ્રેજી ઉર્દુ
49. ફિતનાના સમયે ઈબાદત કરવી એવું જ છે, જેવું કે મારા તરફ હિજરત કરવી
عربي અંગ્રેજી ઉર્દુ
50. જયારે પણ કોઈ મુસલમાન દુઆ કરે છે જેમાં કોઈ ગુનાહ અને સંબંધ તોડવાની વાત ન હોય, તો અલ્લાહ તઆલા તેને ત્રણ વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ જરૂર આપે છે, પ્રથમ તો તેની દુઆ મુજબ તે જ સમયે તેને આપવામાં આવે છે, અથવા તો તે દુઆને આખિરત માટે સંગ્રહ કરી લેવામાં આવે છે, અથવા તો તેના જેવી કોઈ મુસીબત, જે તેના પર આવવાની હોય છે, તે દૂર કરી દેવામાં આવે છે» રાવી કહે છે કે એમ તો વધુ દુઆઓ કરીશું, તો આપ ﷺએ કહ્યું: «અલ્લાહ તેના કરતા પણ વધારે આપવાવાળો છે
عربي અંગ્રેજી ઉર્દુ
51. નબી ﷺ મુસીબતના સમયે આ દુઆ પઢતા હતા: «"લા ઇલાહ ઇલ્લ્લાહુલ્ અઝીમુલ્ હલીમ, લા ઇલાહ ઇલ્લલ્લાહુ રબ્બુલ્ અર્શિલ્ અઝીમ, લા ઇલાહ ઇલ્લલ્લાહુ રબ્બુસ્ સમાવાતિ વ રબ્બુલ્ અર્ઝ વ રબ્બુલ્ અર્શિલ્ કરીમ" અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તે મહાન છે અને અત્યંત સહનશીલ છે, અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, જે ભવ્ય અર્શનો પાલનહાર છે, અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી તે જ આકાશો અને જમીનનો પાલનહાર છે, અને પ્રતિષ્ઠિત અર્શનો પણ પાલનહાર છે
عربي અંગ્રેજી ઉર્દુ
52. નબી ﷺએ સૂરે નસ્ર આ સુરહ નાઝીલ થયા પછી કોઈ એવી નમાઝ નથી જેમાં આ શબ્દો ન કહ્યા હોય: «સુબ્હાનક રબ્બના વ બિહમ્દિક અલ્લાહુમ્મગ્ફિર લી
عربي અંગ્રેજી ઉર્દુ
53. તમારા માંથી જ્યારે કોઈને બગાસુ આવે તો તે પોતાના હાથ મોઢા પર મૂકી તેને રોકે, નિઃશંક શૈતાન મોઢામાં દાખલ થાય છે
عربي અંગ્રેજી ઉર્દુ
54. એક મુસલમાનના બીજા મુસલમાન પર છો હકો છે» કહેવામાં આવ્યું હે અલ્લાહના પયગંબર! કયા કયા?, આપ ﷺએ કહ્યું: «જ્યારે તેની સાથે મુલાકાત કરો તો સલામ કરો, અને જો તે તેમને આંમત્રણ આપે, તો તેનું આમંત્રણ સ્વીકારો, અને જ્યારે તે તમારી પાસે સલાહ મશવરો માંગે, તો તેને યોગ્ય સલાહ આપો, જ્યારે તેને છીંક આવે, અને તે અલ્ હમ્દુ લિલ્લાહ કહે, તો તેના જવાબમાં યર્હમુકલ્લાહ્ કહેવું, અને જો તે બીમાર હોઇ તો ખબરગીરી કરવી, અને જ્યારે તે મૃત્યુ પામે તો તેના જનાઝામાં શરીક થવું - 4 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
55. અલ્લાહ તઆલા તે વ્યક્તિ તરફ નહીં જુએ, જે પોતાના કપડાં ઘમંડ રૂપે નીચે લટકાવતો હોય
عربي અંગ્રેજી ઉર્દુ
56. જે વ્યક્તિએ જૂઠી કસમ ખાઈને કોઈ મુસલમાન વ્યક્તિના અધિકારનો ભંગ કરશે, તો તેના માટે જહન્નમ અનિવાર્ય થઈ ગઇ અને જન્નત હરામ થઈ ગઈ», એક વ્યક્તિએ સવાલ કર્યો: હે અલ્લાહના પયગંબર તે કોઈ નાની વસ્તુ હોય તો પણ? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:«ભલે ને તે એક પીળુંના વૃક્ષની ડાળી જેટલું પણ કેમ ન હોય
عربي અંગ્રેજી ઉર્દુ
57. બે નેઅમતો એવી છે, જેમાં વધુ લોકો પોતાનું નુકસાન કરે છે, તંદુરસ્તી, અને નવરાશની પળો
عربي અંગ્રેજી ઉર્દુ
58. નબી ﷺસિજદામાં આ દુઆ કરતાં હતા: «"અલ્લાહુમ્મગ્ ફિર્લી ઝન્બી કુલ્લહુ દિક્કહુ, વજિલ્લહુ, વઅવ્વલુહુ, વઆખિરહુ વઅલાનિયતહુ વસિર્રહુ" (હે અલ્લાહ! મને અને મારા નાના-મોટા, આગળ અને પાછળના, જાહેર અને છુપા દરેક ગુનાહોને માફ કરી દે)
عربي અંગ્રેજી ઉર્દુ
59. સૌથી વધુ લઅનત (શાપ) કરનાર લોકો કયામતના દિવસે ન તો સાક્ષી આપનાર હશે ન તો ભલામણ કરનાર હશે
عربي અંગ્રેજી ઉર્દુ
60. અલ્લાહ "હય્યુન કરીમુન" અર્થાત્ હયાદાર અને કરમ કરવાવાળો છે, તેને એ વાતથી શરમ આવે છે કે જ્યારે કોઈ બંદો તેની સામે હાથ ફેલાવે છે તો તેને ખાલી હાથ નિરાશ મોકલે
عربي અંગ્રેજી ઉર્દુ
61. જો કોઈ કોમ એવી સભામાં બેસશે, જેમાં તેમણે અલ્લાહનો ઝિક્ર ન કર્યો હોય અને ન તો તેના નબી પર દરૂદ પઢયું હોય, તો આ બેઠક તેમના માટે નુકસાન કારક સાબિત થશે, પછી જો અલ્લાહ ઈચ્છશે તો તેમને અઝાબ આપશે અને ઈચ્છશે તો તેમને માફ કરી દેશે
عربي અંગ્રેજી ઉર્દુ
62. નબી ﷺ વ્યાપક દુઆઓને પસંદ કરતાં હતા અને તે સિવાયની દુઆઓને છોડી દેતા હતા
عربي અંગ્રેજી ઉર્દુ
63. કસમ ખાઈને વેપાર કરવો, તે તેનો એક તરીકો તો છે પણ તેનાથી બરકત ખતમ થઈ જાય છે
عربي અંગ્રેજી ઉર્દુ
64. હવાને ગાળો ન આપો, બસ જ્યારે તમે કોઈ નાપસંદ વસ્તુ જુઓ, તો કહો: "અલ્લાહુમ્મ ઇન્ના નસ્અલુક મિન ખૈરિ હાઝિહિર્ રીહિ વ ખૈરિ મા ફીહા વ ખૈરિ મા ઉમિરત બિહિ, વનઅઊઝુબિક મિન શર્રિ શર્રિ હાઝિહિર્ રીહિ વ શર્રિ મા ફીહા વ શર્રિ મા ઉમિરત બિહિ" (હે અલ્લાહ! અમે તારી પાસે આ હવાની ભલાઈ નો સવાલ કરીએ છીએ અને એ વસ્તુંની ભલાઈની જે તેમાં છે, અને તે વસ્તુની ભલાઈનો જેની સાથે તે મોકલવામાં આવી છે, અને અમે તારી પનાહ માગીએ છીએ આ હવાની બુરાઈથી અને તે વસ્તુની બુરાઈથી જે તેમાં છે અને તે વસ્તુની બુરાઈથી જેની સાથે તે મોકલવામાં આવી છે)
عربي અંગ્રેજી ઉર્દુ
65. તમારા માંથી કોઈ વ્યક્તિ આ પ્રકારના શબ્દો ન કહે: હે અલ્લાહ! તું ઈચ્છે તો મને માફ કરી દે, હે અલ્લાહ! તું ઈચ્છે તો મારા પર રહેમ કર, હે અલ્લાહ! તું ઈચ્છે તો મને રોજી આપ, પરંતુ તે મક્કમ થઈ સવાલ કરે, કારણકે અલ્લાહ જે ઈચ્છે છે તે કરે છે તેના પર કોઈ બળજબરી નથી
عربي અંગ્રેજી ઉર્દુ
66. તે વ્યક્તિ અપમાનિત થાય, જેની સમક્ષ માંરુ નામ લેવામાં આવે અને તે મારા પર દરૂદ ન પઢે, તે વ્યક્તિ અપમાનિત થાય, જે રમજાનનો મહિનો પામે અને તે મહિનો તેની માફી પહેલા જ પસાર થઈ જાય, અને તે વ્યક્તિ પણ અપમાનિત થાય, જે વ્યક્તિ પોતાના માતાપિતાને વૃદ્ધાવસ્થામાં જોવે અને તેમની (સેવા કરી) પોતાને જન્નતનો હકદાર ન બનાવી શકે
عربي અંગ્રેજી ઉર્દુ
67. અને આ પ્રકારના કોઈ રોઝા નથી કે તમે કોઈ દિવસ છોડ્યા વગર સતત રોઝા રાખો, પરંતુ (દર મહિને) ત્રણ રોઝા રાખવા સંપૂર્ણ જીવન માટે પૂરતા થઈ જશે
عربي અંગ્રેજી ઉર્દુ
68. લોકોને શું થઈ ગયું છે તેઓ આમ આમ કહે છે? પરંતુ હું નમાઝ પણ પઢું છું અને સૂઈ પણ જાઉં છું, અને હું રોઝા પણ રાખું છે ને તેને છોડી પણ દઉં છું, અને હું સ્ત્રીઓ સાથે શાદી પણ કરું છું, બસ જેણે મારી સુન્નતની અવજ્ઞા કરી તેનો મારી સાથે કોઈ સંબંધ નથી
عربي અંગ્રેજી ઉર્દુ
69. બે મુસલમાનો જ્યારે ભેગા થાય અને તે બન્ને હાથ મિલાવે, તો તેમના અલગ થતાં પહેલા તે બન્નેને માફ કરી દેવામાં આવે છે - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
70. જે વ્યક્તિએ સૂરે અલ્ કહફની પહેલી દસ આયતો યાદ કરી, તે દજ્જાલના ફિતનાથી સુરક્ષિત થઈ જશે». અને બીજી રિવાયતના શબ્દો છે: «સૂરે અલ્ કફહની છેલ્લી દસ આયતો
عربي અંગ્રેજી ઉર્દુ
71. તમારા માંથી કોઈ વ્યક્તિ એવા બીમાર વ્યક્તિની બીમાર પુરસી કરવા જાય જેના મૃત્યુનો સમય હજુ નજીક ન આયો હોય, અને તે તેની પાસે સાત વખત આ દુઆ પઢે: "અસ્ અલુલ્લાહલ્ અઝીમ રબ્બલ્ અર્શિલ્ અઝીમ અય્ યશ્ફિક" હું ખૂબ જ મહાનતા વાળા અલ્લાહથી, જે વિશાળ અર્શનો માલિક છે, સવાલ કરું છું કે તને સારું કરી દે (શીફા આપે), તો અલ્લાહ તેને તે બીમારીથી શીફા આપશે
عربي અંગ્રેજી ઉર્દુ
72. ખરેખર આદમની સંતાનના દિલ અત્યંત દયાળુ અલ્લાહની બે આંગળીઓ વચ્ચે છે, એવી જ રીતે તે એક જ દિલ હોય, અને તે જેમ ઈચ્છે છે તેને ફેરવતો રહે છે
عربي અંગ્રેજી ઉર્દુ
73. નબી ﷺને જ્યારે પણ કોઈ બે વસ્તુ માંથી કોઈ એક વસ્તુ પસંદ કરવી હોય, તો જે સરળ હોય તે પસંદ કરતાં, જેમાં કોઈ ગુનોહ ન હોય, અને જો તેમાં કોઈ ગુનોહ હોતો, તો આપ ﷺ તેનાથી ખૂબ દૂર થઈ જતાં
عربي અંગ્રેજી ઉર્દુ
74. અલ્લાહ તે વ્યક્તિને આનંદમય રાખે, જે અમારી પાસેથી કોઈ વાત સાંભળે અને તે એવી જ રીતે પહોંચાડી દે, જે રીતે તેણે સાંભળી હોય, ઘણીવાર જેને વાત પહોંચાડવામાં આવે છે, તે સાંભળનાર વ્યક્તિ કરતા વધુ ચપળ હોય છે
عربي અંગ્રેજી ઉર્દુ
75. અલ્લાહ તઆલા દરેક આગળના અને પાછલા લોકોને એક સપાટ મેદાનમાં એકઠા કરશે, જ્યાં તેઓ પોકાર લગાવનારની અવાજ સાંભળશે, અને એક જોવાવાળો તે સૌ ઘેરી રાખશે, સુર્ય તેમની નજીક થઈ જશે, અને લોકો તે સમયે એટલા દુ:ખી હશે, જે તેમની તાકાત અને સહનશીલતા કરતાં વધુ હશે
عربي અંગ્રેજી ઉર્દુ
76. જન્નતમાં મોમિનો માટે મોતીઓની માળા દ્વારા બનેલો એક તંબુ હશે, જેની લંબાઈ સાહિઠ મિલ જેટલી હશે, તેમાં મોમિનની પત્નીઓ હશે, જેમની તેઓ એક પછી એક મુલાકાત કરશે, પરંતુ તેણીઓ એકબીજાને નહીં જોઈ શકે
عربي અંગ્રેજી ઉર્દુ
77. અલ્લાહના પયગંબર ﷺએ તે પુરુષ પર લઅનત કરી છે, જે સ્ત્રીના કપડાં પહેરે છે, એવી જ રીતે તે સ્ત્રી પર લઅનત કરી છે, જે પુરુષોના કપડાં પહેરે છે
عربي અંગ્રેજી ઉર્દુ
78. જે વ્યક્તિ પાસે કોઈ જાનવર હોય અને તે તેની કુરબાની કરવા ઈચ્છતો હોય તો તે ઝિલ્ હિજ્જહના ચાંદ દેખાઈ ગયા પછી ઈદુલ્ અઝ્હા સુધી પોતાના વાળ અને નખ ન કાપે
عربي અંગ્રેજી ઉર્દુ
79. જ્યારે રમઝાનનો મહિનો શરૂ થાય છે, તો જન્નતના દ્વાર ખોલી નાખવામાં આવે છે, જહન્નમના દ્વાર બંધ કરી દેવામાં આવે છે અને શૈતાનોને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે
عربي અંગ્રેજી ઉર્દુ