પેટા- કેટેગરીઓ

હદીષનું અનુક્રમણિકા

1. ?નિઃશંક અલ્લાહ તમને એ વાતથી રોકે છે કે તમે તમારા પૂર્વજોના નામની કસમો ખાઓ
عربي અંગ્રેજી ફ્રેન્ચ
2. ?કયામતના દિવસે સૌ પ્રથમ નાહક કતલ વિશે પૂછવામાં આવશે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
3. આ બન્ને કબર વાળાને અઝાબ થઈ રહ્યો છે, અને આ અઝાબ કોઈ મોટા ગુનાહના કારણે નથી થઈ રહ્યો, પરંતુ તેમાંથી એક પેશાબના છાંટાથી બચતો ન હતો, અને તેમાંથી બીજો ચાડી કરતો હતો
عربي અંગ્રેજી ફ્રેન્ચ
4. ?જ્યારે તમે અઝાન સાંભળો, તો તમે પણ મુઅઝ્ઝિન (અઝાન આપનાર) જેમ કહે તેમ કહો
عربي અંગ્રેજી ફ્રેન્ચ
5. તેને રહેવા દો, મેં બન્ને મોજા વુઝુની સ્થિતિમાં પહેર્યા હતા
عربي અંગ્રેજી ફ્રેન્ચ
6. આ તો એક રગ દ્વારા આવતું લોહી છે, હા એટલા દિવસોમાં તમે નમાઝ છોડી શકો છો, જેટલા દિવસ તમને આ બીમારી પહેલા માસિકનું લોહી આવતું હતું, ફરી ગુસલ કરી નમાઝ પઢવાનું શરૂ કરી દો
عربي અંગ્રેજી ફ્રેન્ચ
7. ?જ્યારે તમારા માંથી કોઈ વઝૂ કરે તો તે પોતાના નાકમાં પાણી નાખી તેને બરાબર સાફ કરે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ પથ્થર વડે પાકી પ્રાપ્ત કરે તો તે પથ્થરોનો ઉપયોગ એકી સંખ્યામાં કરે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
8. ?જ્યારે માનવી પોતાના ઘરમાં દાખલ થાય છે, અને દાખલ થતી વખતે અને ખાતી વખતે અલ્લાહનું નામ લે છે તો શૈતાન કહે છે: અહીં ન તો રાત પસાર કરવા માટેની જગ્યા છે ન તો રાત્રીના ભોજનની વ્યવસ્થા છે - 2 ملاحظة
عربي અંગ્રેજી ફ્રેન્ચ
9. ?ખરેખર દુનિયા મીઠી અને લીલીછમ છે, અને અલ્લાહ તમારા માથી પોતાના ઉત્તરાધિકારી બનાવે છે, જેથી તે જોઈ લે કે તમે કેવા કાર્યો કરો છો, જેથી તમે દુનિયા અને સ્ત્રીઓથી સચેત રહો
عربي અંગ્રેજી ફ્રેન્ચ
10. મેં નબી ﷺ સાથે દસ રકઅતો શીખી
عربي અંગ્રેજી ફ્રેન્ચ
11. ?શું તમારા માંથી કોઈ ડરતુ નથી - શું તમારા માંથી કોઈ ડરતુ નથી - જ્યારે તે ઈમામ પહેલા પોતાનું માથું ઉઠાવી લે, તો અલ્લાહ તેના માથાને ગધેડાના માથા માફક કરી દેશે, અથવા તેના ચહેરાને ગધેડાની માફક કરી દે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
12. મને નબી ﷺ એ તશહ્હુદનો (તરીકો) શિખવાડ્યું, એ સ્થિતિમાં કે મારા બંને હાથ નબી ﷺ ની હથેળીઓ વચ્ચે હતા, એ રીતે શિખવાડ્યું જે કુરઆનની સૂરતો શીખવાડતા હતા
عربي અંગ્રેજી ફ્રેન્ચ
13. ?"અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિન અઝાબિલ્ કબ્રી, વ-મિન અઝાબિન્ નાર, વ-મિન ફિત્નતિલ્ મહ્યા વલ્ મમાત, વ-મિન ફિત્નતિલ્ મસીહિદ્ દજ્જાલ - 2 ملاحظة
عربي અંગ્રેજી ફ્રેન્ચ
14. જ્યારે નબી ﷺ શૌચાલયમાં દાખલ થતાં તો કહેતા: «"અલ્લાહુમ્મ ઇન્ની અઉઝુબિક મિનલ્ ખુબુસી વલ્ ખબાઇસ"( હે અલ્લાહ ! હું નાપાક પુરુષ અને નાપાક સ્ત્રી જિનથી તારી પનાહ માગું છું)
عربي અંગ્રેજી ફ્રેન્ચ
15. ?તમે મારા પછી એવા કાર્યો જોશો જેને તમે નાપસંદ કરશો» સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર ! તો તમે અમને શું આદેશ આપો છે? નબી ﷺ એ કહ્યું: «તમારા પર જેની જવાબદારી છે તેના અધિકાર આપતા રહેજો અને પોતાના અધિકાર માટે અલ્લાહ સમક્ષ દુઆ કરતાં રહેજો
عربي અંગ્રેજી ફ્રેન્ચ
16. જ્યારે નબી ﷺ જનાબતનું ગુસલ કરતાં તો પહેલા બંને હાથ ધોતાં, ફરી વઝૂ કરતાં જે રીતે નમાઝ માટે કરતાં, ફરી ગુસલ કરતાં
عربي અંગ્રેજી ફ્રેન્ચ
17. ?અલ્લાહ એ નક્કી કરેલ હદનો ખ્યાલ રાખનાર અને અલ્લાહએ નક્કી કરેલ હદ વટાવી જનાર વ્યક્તિનું ઉદાહરણ તે લોકો જેવુ છે, જેમણે એક હોડી બાબતે ચિઠ્ઠી ઊછાળી, જેના પરિણામે કેટલાક લોકો હોડીના ઉપરના ભાગમાં અને કેટલાક લોકો નીચેના ભાગમાં વહેંચાઈ ગયા - 8 ملاحظة
عربي અંગ્રેજી ફ્રેન્ચ
18. હું એવો વ્યક્તિ હતો જેને ખૂબ જ મઝી (ગુપ્તાંગના રસ્તેથી નિકળતું ચીકણું પાણી) નીકળતું હતું, અને મને શરમ આવતી હતી હું નબી ﷺ ને આ વિષે સવાલ કરું; કારણકે તેમની દીકરીના કારણે મારું તેમની પાસે અલગ સ્થાન હતું, તો મેં મિકદાદ બિન અસ્વદને આદેશ આપ્યો કે આ વિષે સવાલ કરો, તો તેમણે સવાલ કર્યો તો નબી ﷺ એ કહ્યું: «પોતાના ગુપ્તાંગને ધોઈ લો અને વઝૂ કરો
عربي અંગ્રેજી ફ્રેન્ચ
19. ?તમે એમ ન કહો કે જે અલ્લાહ ઈચ્છે અને ફલાણો ઈચ્છે' પરંતુ તમે આ પ્રમાણે કહો જે અલ્લાહ ઈચ્છે અને પછી જે ફલાણો ઈચ્છે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
20. ?કસમ છે તે હસ્તીની, જેના હાથમાં મારી જાન છે, તમે જન્નતમાં ત્યાં સુધી દાખલ થઈ શકતા નથી જ્યાં સુધી કે તમે ઈમાન ન લઈ આવો, અને તમે ત્યાં સુધી મોમિન બની શકતા નથી, જ્યાં સુધી કે તમે એકબીજા સાથે મુહબ્બત ન કરવા લાગો, શું હું તમને એક એવી વસ્તુ વિશે ન જણાવું કે જો તમે તેને અપનાવી લો, તો એક બીજા સાથે મુહબ્બત કરવા લાગશો? અંદરો અંદર સલામને ખૂબ ફેલાવો - 2 ملاحظة
عربي અંગ્રેજી ફ્રેન્ચ
21. અલ્લાહની નજીક સૌથી પ્રિય અમલ કયો છે? નબી ﷺ એ જવાબ આપ્યો: «સમયસર નમાઝ પઢવી» મેં ફરી પૂછ્યું: ત્યારબાદ, નબી ﷺ એ જવાબ આપ્યો: «માતાપિતા સાથે સારો વ્યવહાર કરવો» મેં પૂછ્યું: ત્યારબાદ, નબી ﷺ એ કહ્યું: «અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું - 2 ملاحظة
عربي અંગ્રેજી ફ્રેન્ચ
22. એક વ્યક્તિ નબી ﷺ પાસે બેસી ડાબા હાથ વડે ખાવાનું ખાઈ રહ્યો હતો, તો નબી ﷺ એ કહ્યું: «જમણા હાથ વડે ખાઓ», તો તે વ્યક્તિ એ કહ્યું: હું જમણા હાથ વડે ખાઈ નથી શકતો, નબી ﷺ એ કહ્યું: «તું આમ ક્યારે પણ નહીં કરી શકે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
23. ?જે વ્યક્તિએ કોઈને હિદાયતના માર્ગની દઅવત આપી, તો તેને પણ તે હિદાયતનું અનુસરણ કરનાર બરાબર સવાબ આપવામાં આવશે, અને તેના સવાબમાં કંઈ પણ કમી કરવામાં નહીં આવે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
24. ?અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક છે, -નબી ﷺ એ આ વાક્ય ત્રણ વખત કહ્યું-», આપણાં માંથી દરેકને શંકા જરૂર થાય છે, પણ અલ્લાહ તઆલા તેને ભરોસા વડે દૂર કરી દે છે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
25. મેં કહ્યું: તમે અમારા સરદાર છો, નબી ﷺએ કહ્યું: «સરદાર તો અલ્લાહ તઆલા જ છે», મેં કહ્યું: તમે અમારા બધા કરતા પ્રતિષ્ઠિત અને ખૂબ દાનવીર છો, તો નબી ﷺએ કહ્યું: «તમે આ પ્રમાણેની વાત કરી શકો છો, પરંતુ શેતાન તમને પોતાનો વકીલ ન બનાવી લે». (કે કોઈ એવી વાત કહી દો, જે મારી પ્રતિષ્ઠા પ્રમાણે ન હોય)
عربي અંગ્રેજી ફ્રેન્ચ
26. ?હે લોકો ! દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) કરવાથી બચો, કારણકે તમારા પહેલાના લોકો દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) કરવાના કારણે નષ્ટ થઈ ગયા
عربي અંગ્રેજી ફ્રેન્ચ
27. હે કાકા ! તમે એક વાક્ય લા ઇલાહ ઇલ્લલ્લાહ કહી દો, જેથી હું અલ્લાહ સામે આ વાક્ય દ્વારા તમારા પ્રત્યે ગવાહી આપી શકું
عربي અંગ્રેજી ફ્રેન્ચ
28. ?કોઈ બીમારી ચેપી નથી હોતી, અને અપશુકનની કોઈ વાસ્તવિકતા નથી, હા મને ફાલ (શુકન) લેવું સારું લાગે છે», સહાબાઓએ સવાલ કર્યો: ફાલ (શુકન લેવું) શું છે? તો નબી ﷺ એ કહ્યું: «સારી વાત
عربي અંગ્રેજી ફ્રેન્ચ
29. નબી ﷺએ અન્સાર વિશે કહ્યું: «તેમની સાથે ફક્ત મોમિન જ મોહબ્બત કરશે અને તેમની સાથે ફક્ત એક મુનાફિક જ દ્વેષ રાખશે, જે તેમનાથી મોહબ્બત કરશે, તો અલ્લાહ તેની સાથે મોહબ્બત કરશે, અને જે તેમનાથી દ્વેષ રાખશે તો અલ્લાહ પણ તેનાથી દ્વેષ રાખશે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
30. અને તેમને નબી ﷺ જેવું જ વુઝૂ કરીને બતાવ્યું
عربي અંગ્રેજી ફ્રેન્ચ
31. તમારા માટે પૂરતું હતું કે તમે આ પ્રમાણે જમીન પર હાથ મારતા», ફરી નબી ﷺએ જમીન પર એકવાર હાથ મારી બતાવ્યું, ફરી નબી ﷺએ પોતાના ડાબા હાથથી જમણા હાથ પર હથેળીઓના બહારના ભાગમાં મસહ કર્યો, અને પછી મોઢાનો મસહ કર્યો
عربي અંગ્રેજી ફ્રેન્ચ
32. હું અને આપ ﷺ એક જ વાસણ માંથી ગુસલ (સ્નાન) કરતા, જ્યારે કે અમે બન્ને જુનુબી હતા, આપ ﷺ મને સરવાલ બાંધી લેવાનો આદેશ આપતા, અને મારી સાથે ભેગા થઈ જતા જ્યારે કે મારા માસિક દિવસો ચાલતા હતા
عربي અંગ્રેજી ફ્રેન્ચ
33. મેં નબી ﷺ પાસેથી અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ કાયમ કરવા પર, ઝકાત આપવા પર, અનુસરણ કરવા પર અને દરેક મુસલમાન માટે ભલું ઇચ્છવા પર બૈઅત કરી
عربي અંગ્રેજી ફ્રેન્ચ
34. ?તમે તમારા પાલનહાર અલ્લાહથી ડરો, તમે પાંચ વખતની નમાઝ પઢો, તમે રમઝાન મહિનાના રોઝા રાખો, તમારા માલ માંથી ઝકાત કાઢો અને પોતાના હોદ્દેદારોનું અનુસરણ કરો, તો પોતાના પાલનહારની જન્નતમાં દાખલ થઈ જશો
عربي અંગ્રેજી ફ્રેન્ચ
35. મને કોઈ એવો અમલ જણાવો જેને હું કરતો રહું તો જન્નતમાં દાખલ થઈ જઉં, નબી ﷺએ કહ્યું: «અલ્લાહની ઈબાદત કરો અને તેની સાથે કોઈને ભાગીદાર ન કરો, ફર્ઝ નમાઝ પઢતા રહો, ફર્ઝ ઝકાત આપતા રહો, રમઝાન મહિનાના રોઝા રાખો
عربي અંગ્રેજી ફ્રેન્ચ
36. ?મારી કોમના દરેક લોકોને માફ કરી દેવામાં આવશે, સિવાય તે લોકોના જેઓ જાહેરમાં ગુનાહ કરે છે - 2 ملاحظة
عربي અંગ્રેજી ફ્રેન્ચ
37. હવે તમે અમારી સાથે કઈ વાતે બૈઅત (પ્રતિજ્ઞા) કરવા ઈચ્છો છો? નબી ﷺએ કહ્યું: «તે વાત પર કે તમે ફક્ત એક અલ્લાહની ઈબાદત કરશો અને તેની સાથે કોઈને ભાગીદાર નહીં કરો, પાંચ વખતની નમાઝ પઢશો, અને અલ્લાહનું અનુસરણ કરશો, -ફરી એક વાક્ય ધીમા અવાજે કહ્યું- તમે કોઈની પાસે સવાલ નહીં કરો
عربي અંગ્રેજી ફ્રેન્ચ
38. ?મને આદેશ આપવામાં આવ્યો કે હું લોકો સાથે ત્યાં સુધી યુદ્ધ કરું જ્યાં સુધી તેઓ "લા ઇલાહ ઇલ્લલ્લાહ વ અન્ન મુહમ્મદુર્ રસૂલુલ્લાહ" (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મુહમ્મદ પયગંબર ﷺ અલ્લાહના રસૂલ છે) અર્થાત્ ઇસ્લામ લઈ આવે, અને નમાઝ કાયમ કરવા લાગે ઝકાત આપવા લાગે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
39. ?સવાર વ્યક્તિ ચાલતા વ્યક્તિને અને ચાલતો વ્યક્તિ બેઠેલા વ્યક્તિને સલામ કરશે અને નાનું જૂથ મોટા જૂથને સલામ કરે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
40. ?વ્યક્તિની જમાઅત સાથે પઢવામાં આવેલી નમાઝ બજાર અથવા ઘરમાં પઢવામાં આવેલી નમાઝની તુલનામાં (નેકી પ્રમાણે) વીસ કરતા પણ વધુ દરજ્જો ધરાવે છે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
41. ?કયામતના દિવસે કોઈ વ્યક્તિના ડગલાં ત્યાં સુધી તેની જગ્યા પરથી આગળ નહીં વધે, જ્યાં સુધી તેને સવાલ કરી લેવામાં ન આવે: તેણે પોતાની ઉંમર ક્યાં કામોમાં ખતમ કરી? તેના ઇલ્મ વિશે કે તેણે તેને કંઈ વસ્તુમાં ઉપયોગ કર્યો? તેના માલ વિશે કે તેણે તેને ક્યાંથી કમાવ્યો અને ક્યાં ખર્ચ કર્યો? અને તેના શરીર વિશે કે તેણે તેને કંઈ વસ્તુમાં ખપાવ્યું
عربي અંગ્રેજી ફ્રેન્ચ
42. ?તમારું શું કહેવું છે, જો તમારા માંથી કોઈના દરવાજા પાસે નહેર વહેતી હોય અને તે દરરોજ તેમાં પાંચ વખત સ્નાન કરતો હોય, તો શું તેના શરીર પર કંઈ પણ મેલ બાકી રહી જશે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
43. ?મોમિનનું ઉદાહરણ એકબીજાથી મોહબ્બત, સ્નેહ અને ઉદારતા પ્રત્યે એક શરીર જેવું છે કે જ્યારે તેના કોઈ એક અંગને તકલીફ પહોંચે, તો તેની તકલીફ સંપૂર્ણ શરીર અનુભવે છે, જેના કારણે ઉંઘ ઉડી જાય છે અને સંપૂર્ણ શરીરમાં તાવ હોય છે - 6 ملاحظة
عربي અંગ્રેજી ફ્રેન્ચ
44. ?જ્યારે તમારું બાળક સાત વર્ષનું થઈ જાય તો તેને નમાઝ પઢવાનો આદેશ આપો, અને જો દસ વર્ષનું થઇ જાય તો તેમને નમાઝમાં ગફલત કરવા પર મારો અને તેમની પથારી પણ અલગ અલગ કરી દો
عربي અંગ્રેજી ફ્રેન્ચ
45. ?કયામતના દિવસે મોમિન વ્યક્તિના ત્રાજવામાં સારા અખ્લાકથી વધારે ભારે વસ્તુ કંઈ નહીં હોય, અને અલ્લાહ અભદ્ર વાતો અને અશ્લીલ કાર્યોને સખત નાપસંદ કરે છે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
46. નબી ﷺ અમારી વચ્ચે આવ્યા, અમે કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમે એ તો જાણી ગયા છે કે તમારા પર સલામ કઈ રીતે મોકલીએ, પરંતુ અમે તમારા ઉપર દરૂદ કંઈ રીતે મોકલીએ? - 2 ملاحظة
عربي અંગ્રેજી ફ્રેન્ચ
47. ?તે વ્યક્તિની નમાઝ નહીં ગણાય જેણે સૂરે ફાતિહા ન પઢી હોઈ - 4 ملاحظة
عربي અંગ્રેજી ફ્રેન્ચ
48. ?અલ્લાહ પાસે શક્તિશાળી મોમિન કમજોર મોમિન કરતા શ્રેષ્ઠ અને પ્રિય છે, હા, ભલાઈ તો બંને લોકોમાં છે,
عربي અંગ્રેજી ફ્રેન્ચ
49. નબી ﷺ આ દુઆ ખૂબ પઢતા હતા: «"અલ્લાહુમ્મ રબ્બના આતિના ફિદ્ દુનિયા હસનતવ વફિલ્ આખિરતિ હસનતવ વકિના અઝાબન્ નાર" (હે અમારા પાલનહાર ! અમને દૂનિયામાં સદકાર્ય કરવાની પ્રેરણા આપ અને આખિરતમાં પણ ભલાઇ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
50. ?સય્યદુલ્ ઇસ્તિગફાર - 2 ملاحظة
عربي અંગ્રેજી ફ્રેન્ચ
51. ?જુલમ કરવાથી બચો, કારણકે જુલમ કયામતના દિવસે અંધકારનું કારણ હશે, કંજુસાઈથી બચો, કારણકે કંજુસાઈના કારણે તમારા પહેલાના લોકો નષ્ટ થઈ ગયા, - 2 ملاحظة
عربي અંગ્રેજી ફ્રેન્ચ
52. એક વ્યક્તિએ નબી ﷺ ને સવાલ કર્યો કે કયો ઇસ્લામ સૌથી શ્રેષ્ઠ છે? તો નબી ﷺ એ કહ્યું: «તમે ખાવાનું ખવડાવો અને જેને તમે જાણતા હોય તેને પણ અથવા જેને ન જાણતા ન હોય તેને પણ સલામ કરો
عربي અંગ્રેજી ફ્રેન્ચ
53. ?તમારા માંથી દરેક વ્યક્તિ જવાબદાર છે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
54. તે હસ્તીની કસમ! જેના હાથમાં મારા પ્રાણ છે, તમે પણ તમારા પાછલા લોકોના માર્ગે ચાલવા લાગશો
عربي અંગ્રેજી ફ્રેન્ચ
55. એક વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને પોતાના કેટલાક કાર્યો વિષે વાતચીત કરવા લાગ્યો, તો તેણે કહ્યું: "મા શાઅ અલ્લાહ વ શિઅત (જે અલ્લાહ ઈચ્છે અને જે તમે ઈચ્છો)", તો નબી ﷺ એ કહ્યું: «શું તમે મને અલ્લાહનો ભાગીદાર બનાવી રહ્યા છો? (આવું નહીં પરંતુ) આમ કહો: "મા શાઅ અલ્લાહ વહદહ" (જે એકલો અલ્લાહ ઈચ્છે)
عربي અંગ્રેજી ફ્રેન્ચ
56. કયામતના દિવસે સૌથી સખત અઝાબ તે લોકોને થશે, જેઓ સર્જન કરવામાં અને બનાવવામાં અલ્લાહની સરખામણી કરે છે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
57. ?{તમે કહી દો કે અલ્લાહ એક જ છે.}, અને મુઅવિઝતૈન (સૂરે નાસ અને સૂરે ફલક) સવાર સાંજ બે વખત પઢો, જે તમારા માટે દરેક વસ્તુથી પૂરતી થઈ જશે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
58. ?કહો: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ, લા શરીલ લહુ, અલ્લાહુ અકબર કબીરા, વલ્ હમ્દુ લિલ્લાહિ કષીરા, સુબ્હાનલ્લાહિ રબ્બિલ્ આલમીન, લા હવલા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહિલ્ અઝીઝિલ્ હકીમ" (અલ્લાહ સિવાય કોઈ ઈબાદત ને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી,અલ્લાહ સૌથી મોટો છે, ખૂબ જ મોટો છે, અને દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે છે, ખૂબ જ વધારે, પવિત્ર અલ્લાહ જે સંપૂર્ણ દુનિયાનો પાલનહાર છે, કોઈ નેકી કરવાની શક્તિ મારામાં નથી પરંતુ એ કે અલ્લાહ ઈચ્છે અને કોઈ ગુનાહથી બચવાની શક્તિ મારામાં નથી પરંતુ એ કે અલ્લાહ ઈચ્છે. જે પ્રભુત્વશાળી અને હિકમત વાળો છે) - 2 ملاحظة
عربي અંગ્રેજી ફ્રેન્ચ
59. ?કોઈ પણ મુસલમાન જ્યારે તની ફર્ઝ નમાઝનો સમય થઈ જાય અને તે તેના માટે સારી રીતે વઝૂ કરે, અને તે નમાઝને ખુશૂઅ (દિલની સંપૂર્ણ હાજરી) સાથે પઢે, અને સારી રીતે રુકૂઅ કરે, તો તે નમાઝ તેના માટે તેના પાછલા ગુનાહોનો કફ્ફારો બની જાય છે, સિવાય એ કે તે મોટા ગુનાહ ન કરે, અને આ મહત્ત્વતા હંમેશા માટે રહે છે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
60. ?તે મોમિન વ્યક્તિનું ઉદાહરણ જે કુરઆન પઢે છે, સિટ્રોન (એક પ્રકારનું નારંગી જેવું ફળ) જેવુ છે, જેની સુગંધ પણ સારી હોય છે અને સ્વાદ પણ, અને તે મોમિન વ્યક્તિનું ઉદાહરણ જે કુરઆન નથી પઢતો, ખજૂર જેવુ છે, જેનો સ્વાદ તો સારો છે, પણ તેમાં સુગંધ નથી હોતી - 6 ملاحظة
عربي અંગ્રેજી ફ્રેન્ચ
61. ?તે દરેક વ્યક્તિ, જે ફર્ઝ નમાઝ પછી તેત્રીસ વખત તસ્બીહ (સુબ્હાનલ્લાહ), તેત્રીસ વખત તહ્મીદ (અલ્ હમ્દુ લિલ્લાહ) અને ચોત્રીસ વખત તકબીર (અલ્લાહુ અકબર) કહે - અથવા તેના પર અમલ કરે - તે કદાપિ અસફળ કે નિષ્ફળ નથી થતો
عربي અંગ્રેજી ફ્રેન્ચ
62. ?જે વ્યક્તિ અઝાન કહેનારની અઝાન સાંભળી કહે "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ, વહદહુ લા શરીક લહુ, વ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વ રસૂલુહુ, રઝીતુ બિલ્લાહી રબ્બવ વબિલ્ ઇસ્લામિ દીના વબિ મુહમ્મદિન્ નબિય્યા" (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને એ પણ સાક્ષી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને તેના રસૂલ છે, હું રાજી છું અલ્લાહના પાલનહાર હોવાથી, અને ઇસ્લામના દીન હોવાથી, અને મુહમ્મદ ﷺના નબી હોવાથી, તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવે છે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
63. આદમના સંતાને મને જૂઠલાવ્યો, જો કે તેના માટે આ યોગ્ય ન હતું, તેણે મને ગાળો આપી, જોકે તેનો આ અધિકાર ન હતો
عربي અંગ્રેજી ફ્રેન્ચ
64. જે વ્યક્તિ મારા કોઈ વલી સાથે દુશ્મની કરશે, તો તેની વિરુદ્ધ હું યુદ્ધનું એલાન કરું છે, અને મારો બંદો જે બાબતો દ્વારા મારી નિકટતા પ્રાપ્ત કરે છે તેમાંથી મને સૌથી વધુ પ્રિય તે બાબત છે, જે મેં તેના પર ફરજ કરી છે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
65. ?જેણે તાવીજ બાંધ્યું તણે શિર્ક કર્યું
عربي અંગ્રેજી ફ્રેન્ચ
66. એક વ્યક્તિએ વઝૂ કર્યું તો તેને પોતાના પગમાં એક નખ બરાબર જગ્યા સૂકી અર્થાત્ ધોયા વગર છોડી દીધી, તો જ્યારે નબી ﷺ એ તેની તરફ નજર કરી તો કહ્યું: «પાછા જાઓ અને સારી રીતે વઝૂ કરો» તે પાછો ગયો, ફરી તેણે નમાઝ પઢી
عربي અંગ્રેજી ફ્રેન્ચ
67. ?જહન્નમી લોકોના બે પ્રકાર છે, જેઓને મેં જોયા નથી, એક પ્રકાર તો તે લોકો, જેમની પાસે બળદની પૂછડીઓ માફક ચાબુક હશે, જેના દ્વારા તો લોકોને મારતા હશે, અને બીજો પ્રકાર તે સ્ત્રીઓને છે, જે કપડાં પહેર્યા હોવા છતાંય નગ્ન હશે, જે પુરુષોને પોતાની તરફ આકર્ષિત કરતી હશે અને તે પણ તેમની તરફ આકર્ષિત થશે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
68. ?એક પુરુષ બીજા પુરુષના ગુપ્તાંગ તરફ ન જુએ, અને ન તો કોઈ સ્ત્રી બીજી સ્ત્રીના ગુપ્તાંગ તરફ જુએ
عربي અંગ્રેજી ફ્રેન્ચ
69. ?તે જૂથ સાથે ફરિશ્તાઓ નથી હોતા, જેમાં કૂતરું અને ઘંટડી હોય
عربي અંગ્રેજી ફ્રેન્ચ
70. અમે પાકી પ્રાપ્ત કરી લીધા પછી કુદરહ અને સુફરહ (પીળા અથવા માટી જેવા રંગના પાણી) ની ગણતરી કરતાં ન હતા
عربي અંગ્રેજી ફ્રેન્ચ
71. ?તમે એટલા દિવસ નમાઝ પઢવાથી રુકી જાઓ, જેટલા દિવસ તમને તમારું હૈઝ (માસિક) નમાઝ પઢવાથી રોકતું હતું, ત્યારબાદ ગુસલ કરી લો
عربي અંગ્રેજી ફ્રેન્ચ
72. ?શુક્રવારના દિવસે દરેક પુખ્તવય વ્યક્તિ પર ગુસલ કરવું વાજિબ છે, અને તે મિસ્વાક (દાતણ) કરે, જો કોઈ સુગંધ તેની પાસે હોય તે પણ જરૂર લગાવે - 4 ملاحظة
عربي અંગ્રેજી ફ્રેન્ચ
73. ?મુસલમાન તે છે, જેની જબાન અને હાથથી બીજો મુસલમાન સુરક્ષિત રહે, અને હિજરત કરવાવાળો તે છે, જે અલ્લાહએ હરામ કરેલ દરેક વસ્તુને છોડી દે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
74. ?કોઈ સ્ત્રી ત્યાં સુધી બે દિવસ કે તેથી વધારે સફર ન કરે, સિવાય એ કે તેની જોડે તેનો પતિ અથવા કોઈ મહરમ હોય
عربي અંગ્રેજી ફ્રેન્ચ