પેટા- કેટેગરીઓ

હદીષનું અનુક્રમણિકા

1. ઇસ્લામના પાંચ (સ્તંભો) છે - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
2. ‌તમારા માંથી કોઈ વ્યક્તિ બુરાઈ થતી જુએ તો તે તેને પોતાના હાથ વડે રોકે, જો હાથ વડે રોકવાની શક્તિ ન હોય તો પોતાની જબાન વડે તે બુરાઈને રોકે, અને જો તે તેની પણ શક્તિ ન ધરાવતો હોય તો તે બુરાઈને પોતાના દિલમાં ખરાબ સમજે, આ ઈમાનનો સૌથી કમજોર દરજ્જો છે - 4 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
3. જેણે ઇસ્લામ કબૂલ કર્યા પછી સારા કાર્યો કર્યા તો તેણે અજ્ઞાનતાના સમયે જે ખરાબ કાર્યો કર્યા હતા તેના વિષે તેની પકડ કરવામાં નહીં આવે, અને જેણે ઇસ્લામ કબૂલ કર્યા પછી પણ ખરાબ કાર્યો કર્યા તો તેની તેના પહેલા અને પછી કરેલ બંને કાર્યો પર પકડ કરવામાં આવશે
عربي અંગ્રેજી ઉર્દુ
4. તમારો શું વિચાર છે કે હું ફરજ નમાઝ પઢું અર્થાત્ પાંચ વખતની નમાઝ પઢું અને નફિલ નમાઝ ન પઢું અને ફક્ત રમજાનના રોઝા રાખું, નફિલ રોઝા ન રાખું, હલાલને હલાલ સમજું અને હરામને હરામ સમજું
عربي અંગ્રેજી ઉર્દુ
5. સ્વચ્છતા ઈમાનનો એક ભાગ છે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું તે ત્રાજવાને ભરી દે છે, અને સુબ્હાનલ્લાહ અને અલ્ હમ્દુ લિલ્લાહ, તે બંને અથવા તે બંને માંથી એક આકાશ અને જમીન વચ્ચેની ખાલી જગ્યાને ભરી દે છે - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
6. ખબરદાર ! શક્ય છે કે કોઈ વ્યક્તિને મારી કોઈ હદીષ પહોંચે અને તે પોતાના ગાદલા પર ટેકો લગાવી બેઠો હોય, અને કહે કે અમારી અને તમારી વચ્ચે ફક્ત અલ્લાહની કિતાબ છે - 6 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
7. નિઃશંક બંદાઓ પર અલ્લાહનો હક એ છે કે તેઓ (ફક્ત) તેની જ બંદગી કરે અને તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે અને અલ્લાહ પર બંદાઓનો હક એ છે કે તેં પોતાના તે બંદાને અઝાબ ન આપે, જે તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે
عربي અંગ્રેજી ઉર્દુ
8. જે વ્યક્તિ એવી સ્થિતિમાં મૃત્યુ પામે કે તે અલ્લાહ સાથે કોઈને શરીક નથી ઠહેરાવતો, તે જન્નતમાં જશે અને જે એ સ્થિતિમાં મૃત્યુ પામ્યો કે તે અલ્લાહ સાથે કોઈને શરીક કરતો હતો, તો તે જહન્નમમાં જશે
عربي અંગ્રેજી ઉર્દુ
9. મને ઇસ્લામ વિશે એવી વાત જણાવો કે આજ પછી કોઈને સવાલ કરવાની જરૂર ન પડે, નબી ﷺ એ કહ્યું: «કહો: હું અલ્લાહ પર ઈમાન લાવ્યો, અને પછી તેના પર અડગ રહો - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
10. બે શક અલ્લાહ તઆલા કયામતના દિવસે સમગ્ર સર્જન સામે મારી કોમના એક વ્યક્તિને બહાર કાઢશે
عربي અંગ્રેજી ઉર્દુ
11. જ્યારે અલ્લાહ તઆલાએ જન્નત અને જહન્નમ બનાવી તો જિબ્રઈલ અલૈહિસ્ સલામને તેની તરફ મોકલ્યા
عربي અંગ્રેજી ઉર્દુ
12. અલ્લાહ તઆલા એ સર્જનની તકદીરને આકાશો અને જમીનનું સર્જન કરતા હજાર વર્ષ પહેલા લખી દીધી છે
عربي અંગ્રેજી ઉર્દુ
13. તમે અલ્લાહનો તકવો જરૂરી અપનાવો, અમીરની વાત સ્વીકારવા અને તેના અનુસરણની નસીહત કરું છું, તે હોદ્દેદાર ભલેને એક હબશી ગુલામ જ કેમ ન હોય, હું મારા પછી જે જીવિત રહીશે તેઓ સખત વિવાદ જોશે, તો તમે મારી સુન્નત અને હિદાયત પામેલ ખુલફાના તરીકાને મજબૂતી સાથે થામી લો - 6 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
14. જ્યારે મુઅઝ્ઝિન અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર કહે, તો તમારા માંથી (દરેકે) અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર કહેવું જોઈએ
عربي અંગ્રેજી ઉર્દુ
15. જે કોઈ વ્યક્તિ નમાઝ પઢવાનું ભૂલી જાય તો તેને જ્યારે પણ યાદ આવે તે નમાઝ પઢી લે, (આ સ્થિતિમાં) ફક્ત નમાઝ કઝા કરવાની હોય છે એ સિવાય કંઈ પણ કફ્ફારો આપવાનો હોતો નથી
عربي અંગ્રેજી ઉર્દુ
16. ખરેખર માનવી, શિર્ક અને કુફ્ર વચ્ચે તફાવત કરનાર: નમાઝને છોડવું છે
عربي અંગ્રેજી ઉર્દુ
17. અમારી અને તેમની વચ્ચે એક વચન નમાઝનું છે, જે વ્યક્તિ નમાઝ છોડશે, તો તેણે કુફ્ર કર્યું - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
18. અલ્લાહ તઆલાએ કહ્યું: મેં નમાઝને મારી અને મારા બંદા વચ્ચે અડધી અડધી વહેંચી દીધી છે, મારા બંદાએ જે માગ્યું તે તેનું છે
عربي અંગ્રેજી ઉર્દુ
19. હે અલ્લાહના પયગંબર ! કોઈ નાનો અથવા મોટો ગુનોહ એવો નથી જે મેં કર્યો ન હોઇ અને હું અહીયાં આયો છું, નબી ﷺ એ કહ્યું: «શું તું એ વાતની ગવાહી નથી આપતો કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મોહમ્મદ તેના પયગંબર છે?
عربي અંગ્રેજી ઉર્દુ
20. કારણકે તેણે કોઈ દિવસ એવું નથી કહ્યું: હે મારા પાલનહાર ! કયામતના દિવસે મારા ગુનાહો માફ કરી દે
عربي અંગ્રેજી ઉર્દુ
21. જાણો છો તમારા પાલનહારે શું કહ્યું છે? સહાબાઓએ કહ્યું: અલ્લાહ અને તેનો રસૂલ વધારે જાણે છે, આપ ﷺ એ કહ્યું: તમારા પાલનહારે મને કહ્યું સવાર થતા થતા કેટલાક મોમિન થયા અને કેટલાક કાફિર બની ગયા
عربي અંગ્રેજી ઉર્દુ
22. અમારા માંથી કેટલાક પોતાના દિલોમાં એવા વિચાર અનુભવીએ છીએ કે અમે તે વિચાર જબાન પર લાવવાનું મોટું પાપ સમજીએ છીએ, આપ ﷺ એ કહ્યું: «શું ખરેખર તમે પોતાના દિલોમાં આ પ્રમાણે અનુભવો છો?» તેઓએ કહ્યું: હા, આપ ﷺ એ કહ્યું: «આ તો સ્પષ્ટ ઈમાન છે
عربي અંગ્રેજી ઉર્દુ
23. પ્રશંસા અલ્લાહ માટે જ છે, જેણે શૈતાનની યુક્તિઓને વસ્વસાનું રૂપ આપી દીધું
عربي અંગ્રેજી ઉર્દુ
24. તમારા માંથી કોઈની પાસે શૈતાન આવે છે અને તેને સવાલ કરે છે કે ફલાણી વસ્તુ કોણે પેદા કરી? ફલાણી વસ્તુ કોણે પેદા કરી? અને છેલ્લે વાત અહીં સુધી પહોંચાડે છે કે તમારા પાલનહારને કોણે પેદા કર્યો? જો કોઈને આ પ્રમાણે વસ્વસો આવે તો તેણે અલ્લાહથી પનાહ માંગવી જોઈએ અને તે આ પ્રકારના શૈતાની વિચારને છોડી દે
عربي અંગ્રેજી ઉર્દુ
25. અમલ છ પ્રકારના છે અને લોકો ચાર પ્રકારના છે, બે વસ્તુઓ વાજિબ કરવાવાળી છે, એક વસ્તુ બરાબર બરાબર છે અને એક નેકીનો બદલો દસ ગણો અને એક નેકીનો બદલો સાત સો ઘણો છે
عربي અંગ્રેજી ઉર્દુ
26. અલ્લાહ તઆલા કોઈ મોમિન પર તેની નેકિઓનો બદલો આપવામાં સહેજ પણ જુલમ નથી કરતો, તેનો બદલો તેને દુનિયામાં પણ આપે છે અને આખિરતમાં પણ તેને બદલો આપશે
عربي અંગ્રેજી ઉર્દુ
27. તમે તે નેકીઓ પર ઇસ્લામ લાવ્યા છો જે તમે પહેલા કરી ચુક્યા છો
عربي અંગ્રેજી ઉર્દુ
28. અલ્લાહ તઆલાને પસંદ છે કે જે કામોમાં તેણે જે છૂટો આપી છે તેના પર અમલ કરવામાં આવે, જેવું કે તેને પસંદ છે કે તેણે તાકીદ કરેલ આદેશોને માનવામાં આવે અને તેના પર અમલ કરવામા આવે
عربي અંગ્રેજી ઉર્દુ
29. મુનાફિકનું ઉદાહરણ તે બકરી જેવું છે જે બકરીઓના બે ટોળાં વચ્ચે ચાલી રહી હોય, ક્યારેક તે દોડી એક તરફ જતી હોય છે તો ક્યારેક બીજા તરફ
عربي અંગ્રેજી ઉર્દુ
30. ઈમાન પણ તમારા દિલમાં કપડાંની જેમ જ જૂનું પડી જાય છે, માટે તમે અલ્લાહ પાસે પોતાના ઈમાનના નવીકરણ માટે સવાલ કરતા રહો
عربي અંગ્રેજી ઉર્દુ
31. કયામતની નિશાનીઓ માંથી એ પણ કે ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે, અજ્ઞાનતા ફેલાય જશે, વ્યભિચાર સામાન્ય થઈ જશે, દારુ લોકો વધારે પીવા લાગશે, પુરુષ ઓછા થઈ જશે અને સ્ત્રીઓની સંખ્યા વધી જશે, પરિસ્થિતિ એવી થઈ જશે કે પચાસ પચાસ સ્ત્રીઓની સંભાળ રાખનાર ફક્ત એક જ વ્યક્તિ હશે
عربي અંગ્રેજી ઉર્દુ
32. કયામત ત્યાં સુધી કાયમ નહીં થાય જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની કબર પાસેથી પસાર થશે, અને કહશે: કાશ ! હું તેની જગ્યાએ હોત
عربي અંગ્રેજી ઉર્દુ
33. કયામત ત્યાં સુધી કાયમ નહીં થાય જ્યાં સુધી તમારુ યહૂદી કોમ સાથે યુદ્ધ ન થાય, (જ્યારે યુદ્ધ થશે) તો તે પથ્થર પણ અલ્લાહના આદેશથી બોલશે, જેની પાછળ યહૂદી સંતાઈ ગયો હશે: હે મુસલમાન ! આ યહૂદી મારી પાછળ સંતાઈ ગયો છે, તેને કતલ કરી દે
عربي અંગ્રેજી ઉર્દુ
34. તે હસ્તીની કસમ જેના હાથમાં મારી જાન છે, નજીક જ એવો સમય આવશે કે ઈબ્ને મરયમ (ઈસા અલૈહિસ્ સલામ) તમારા વચ્ચે ન્યાયક બની આવશે, સલીબને તોડી નાખશે, ડુક્કરોને મારી નાખશે, અને ટેક્સ (વેરા) હટાવી દેશે, અને તે સમયે એટલો માલ હશે કે તેને કોઈ લેવા વાળું નહીં હોય
عربي અંગ્રેજી ઉર્દુ
35. કયામત ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ દિશા માંથી ન નીકળે, જ્યારે સૂર્ય પશ્ચિમ દિશા માંથી નીકળશે તો દરેક લોકો જોશે અને દરેક લોકો તરત જ ઈમાન લઈ આવશે
عربي અંગ્રેજી ઉર્દુ
36. કયામત ત્યાં સુધી કાયમ નહીં થાય જ્યાં સુધી સમય નજીક ન થઈ જાય
عربي અંગ્રેજી ઉર્દુ
37. કયામતના દિવસે અલ્લાહ સમગ્ર જમીનને પોતાના હાથમાં લઈ લેશે, અને આકાશોને પોતાના જમણા હાથમાં લપેટશે, ફરી કહેશે: હું બાદશાહ છું, ક્યાં છે દુનિયાના બાદશાહો?
عربي અંગ્રેજી ઉર્દુ
38. મારો હોઝ એક મહિનાના અંતર જેટલો (લાંબો-પહોળો) હશે, તેનું પાણી દૂધ કરતા પણ વધુ સફેદ અને તેની સુગંધ મુશ્ક (કસ્તુરી) કરતા પણ વધુ સુગંધિત હશે - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
39. હું હોઝ પાસે હાજર રહીશ અને જોઇશ કે કોણ મારી પાસે આવે છે, ફરી અમુક લોકોને મારાથી અલગ કરી દેવામાં આવશે, હું કહીશ, હે પાલનહાર ! આ લોકો મારા જ માણસો છે અને મારી કોમના લોકો છે
عربي અંગ્રેજી ઉર્દુ
40. કસમ છે તે ઝાતની જેના હાથમાં મુહમ્મદ ﷺ ના પ્રાણ છે, હોઝના વાસણોની સંખ્યા આકાશમાં અંધારી રાતમાં સાફ વાદળમાં દેખાતા તારાઓ જેટલી હશે
عربي અંગ્રેજી ઉર્દુ
41. કયામતના દિવસે મોત એક કાબરચીતરા ઘેટાંના સ્વરૂપમાં લાવવામાં આવશે - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
42. તમારી (દુનિયાની આગ) જહન્નમની આગનો સિત્તેરમો ભાગ છે
عربي અંગ્રેજી ઉર્દુ
43. અમને નબી ﷺ એ વર્ણન કર્યું, જેઓ અત્યંત સાચા છે: «માનવીના (વીર્ય) નું ટીપું માતાના ગર્ભમાં ચાળીસ દિવસ અને રાત સુધી રહે છે - 4 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
44. દરેક વસ્તુ તકદીર મુજબ જ છે, અહીં સુધી કે અસક્ષમતા તથા સક્ષમતા અથવા સક્ષમતા તથા અસક્ષમતા
عربي અંગ્રેજી ઉર્દુ
45. જ્યારે અલ્લાહ તઆલા કોઈ બંદા વિષે નિર્ણય કરી લે તે ફલાળી જગ્યાએ મૃત્યુ પામશે તો ત્યાં તેની જરૂરત પેદા કરી દે છે (જે તેને ત્યાં લઈ જાય છે)
عربي અંગ્રેજી ઉર્દુ
46. જે વ્યક્તિ મારા તરફથી જાણી જોઈને જુઠ્ઠું બોલે તો તે વ્યક્તિ પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે - 8 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
47. મારું નામ ઝિમામ બિન ષઅલબા છે, હું સઅદ બિન બકરના ખાનદાનો વ્યક્તિ છું
عربي અંગ્રેજી ઉર્દુ
48. આપ ﷺ એ કોઈ વાતનું કર્યું, અને કહ્યું: «આ ત્યારે થશે, જ્યારે ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે
عربي અંગ્રેજી ઉર્દુ
49. અહલે કિતાબની વાતોની ન તો પુષ્ટિ કરો અને ન તો તેને જુઠલાવો પરંતુ આમ કહો: [અમે અલ્લાહ પર અને જે કંઈ પણ તેણે ઉતાર્યું છે તેના પર ઈમાન લાવ્યા}
عربي અંગ્રેજી ઉર્દુ
50. તમે ઇલ્મને આલિમો સામે બડાઈ મારવા ન શીખો, અને ન તો મૂર્ખ લોકો સાથે તકરાર કરવા માટે શીખો - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
51. અલ્લાહ તઆલાએ (ઇસ્લામનું) ઉદાહરણ સિરાતે મુસ્તકીમ (સાચો માર્ગ) દ્વારા આપ્યું છે
عربي અંગ્રેજી ઉર્દુ
52. આપ ﷺ પર વહી ઉતરી જ્યારે આપ ﷺ ચાળીસ વર્ષના હતા - 4 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
53. આપ ﷺ કુરઆન મજીદમાં સુરતનો અંત નક્કી નહતા કરી શકતા જ્યાં સુધી {બિસ્મિલ્લાહિર્ રહમાનીર્ રહીમ} ન ઉતરી જાય
عربي અંગ્રેજી ઉર્દુ
54. શું તમારા માંથી કોઈ ઈચ્છે છે કે જ્યારે તે ઘર તરફ પાછો ફરે તો પોતાના માટે ત્રણ ગર્ભવતી ઊંટણીઓ જે અત્યંત મોટી અને જાડી હોય મેળવી લે?
عربي અંગ્રેજી ઉર્દુ
55. કુરઆન પઢવાવાળાને કહેવામાં આવશે: પઢતા જાઓ અને આગળ વધતા જાઓ અને સારી રીતે રુકી રુકીને તિલાવત કરો, જેવું કે તમે દુનિયામાં સારી રીતે રુકી રુકીને પઢતા હતા, તમારી છેલ્લી મંજિલ તે રહેશે, જ્યાં તમે કુરઆન મજીદની છેલ્લી આયત પઢીને રૂકશો - 4 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
56. ઊંચા અવાજે કુરઆનની તિલાવત કરનાર એવો છે, જેવું કે ઉંચા અવાજે સદકો કરવાવાળો અને ધીમા અવાજે કુરઆનની તિલાવત કરનાર એવો છે જેવું કે છુપી રીતે સદકો કરનાર
عربي અંગ્રેજી ઉર્દુ
57. સહાબા આપ ﷺ પાસે કુરઆન મજીદની દસ દસ આયતો શીખતાં હતા, અને આગળની દસ આયતો ત્યાં સુધી નહતા શીખતાં જ્યાં સુધી અમે પહેલી દસ આયતો વિશે ઇલ્મ અને અમલ કરવાને પ્રાપ્ત ન કરી લઈએ
عربي અંગ્રેજી ઉર્દુ
58. હે અબૂ મુનઝિર, કુરઆન મજીદ માંથી તમારા મતે કંઈ આયત સૌથી મોટી છે? મેં કહ્યું કે: {اللهُ لا إِلَهَ إِلا هُوَ الْحَيُّ الْقَيُّومُ} [સૂરે બકરહ: ૨૫૫], આપ ﷺ એ મારી છાતી પર એક હાથ માર્યો (શાબાશી આપવા માટે) અને કહ્યું: «અલ્લાહની કાસમ ! હે અબુ મુનઝિર ! તમને ઇલ્મ મુબારક - 10 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
59. આપ ﷺ દરરોજ રાત્રે જ્યારે પથારી પર આરામ કરવા માટે આવતા તો પોતાની બન્ને હથેળીઓને ભેગી કરતા અને {قُلْ هُوَ اللهُ أَحَدٌ}, અને {قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ}, અને {قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ}
عربي અંગ્રેજી ઉર્દુ
60. યહૂદી, જેમના પર અલ્લાહ ગુસ્સે થયો, અને નસ્રાની, જેઓ ગુમરાહ છે
عربي અંગ્રેજી ઉર્દુ
61. જ્યારે તમે જુઓ કે લોકો મુતશાબહ આયત (એવી આયત જેની સ્પષ્ટતા અલ્લાહને જ ખબર હોય) પાછળ પડ્યા હોય તો સમજી લો કે આ તે જ લોકો છે, જેમનું વર્ણન ઉપરોક્ત આયતમાં કરવામાં આવ્યું છે, તમે લોકો તેમનાથી બચો
عربي અંગ્રેજી ઉર્દુ
62. કોઈ વ્યક્તિ એવો નથી જે ગુનોહ કરે, ફરી સારી રીતે વઝૂ કરે, ફરી નમાઝ પઢે, ફરી અલ્લાહ પાસે માફી માંગે તો અલ્લાહ તેને માફ કરી દે છે
عربي અંગ્રેજી ઉર્દુ
63. તેઓએ તમારી સાથે ખિયાનત કરી છે અને તમારી અવજ્ઞા કરી છે તમારી સામે જુઠ્ઠું બોલે છે
عربي અંગ્રેજી ઉર્દુ
64. શું તે ઝાત, જેણે તેમને દુનિયામાં બે પગ પર ચાલવાની શક્તિ આપી તે ઝાત કુદરત નથી ધરાવતી કે કયામતના દિવસે તે તેઓને ચહેરાના સહારે ચાલવાની શક્તિ આપશે?
عربي અંગ્રેજી ઉર્દુ
65. તમે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહો, હું કયામતના દિવસે તમારા વિશે ગવાહી આપીશ
عربي અંગ્રેજી ઉર્દુ
66. તમે જે કંઈ પણ કહો છો અને જે માર્ગ તરફ બોલાવો છો ખરેખર સારી વાત છે, પરંતુ અમને એ જણાવો કે અત્યાર સુધી અમે જે ગુનાહ કર્યા છે, તે ઇસ્લામ લાવ્યા પછી માફ થશે કે નહીં
عربي અંગ્રેજી ઉર્દુ
67. તમે સાબિત પાસે જાઓ અને તેને કહો કે તે જહન્નમી લોકો માંથી નથી પરંતુ તે જન્નતિ લોકો માંથી છે
عربي અંગ્રેજી ઉર્દુ
68. (હે લોકો ! અલ્લાહ તઆલાએ તમારા પરથી અજ્ઞાનતાના સમયનું અહમ અને ઘમંડ અને ખાનદાની તકબ્બુર દૂર કરી દીધું - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
69. {ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ} (તે દિવસે તમને નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે)
عربي અંગ્રેજી ઉર્દુ
70. અંતિમ સમયમાં મારી કોમમાં કેટલાક એવા લોકો હશે, જે તમારી સમક્ષ એવી હદીષો વર્ણન કરશે જે તમે ક્યારેય નહીં સાંભળી હોય અને ન તો તમારા પૂર્વજોએ સાંભળી હશે, તમે આવા લોકોથી બચીને રહેજો - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
71. લખતા રહો, કસમ છે તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, આનાથી સાચી વાત સિવાય કંઈ નથી નીકળતું - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
72. નબી ﷺ દરેક નમાઝ વખત નવું વઝૂ કરતા હતા
عربي અંગ્રેજી ઉર્દુ
73. નબી ﷺ એ વઝૂ કરતી વખતે દરેક અંગોને એક એક વખત ધોયા
عربي અંગ્રેજી ઉર્દુ
74. નબી ﷺ એ વઝૂ કરતી વખતે અંગોને બે બે વખત ધોયા
عربي અંગ્રેજી ઉર્દુ
75. જ્યારે તમારા માંથી કોઈને તમારા પેટ માંથી કંઈ વસ્તુનો આભાસ થાય અને તમને શંકા થાય કે કંઈ નીકળ્યું છે કે નહીં તો તેણે મસ્જિદ માંથી ન નીકળવું જોઈએ જ્યાં સુધી કે અવાજ સાંભળે અથવા વાંસ ન આવી જાય
عربي અંગ્રેજી ઉર્દુ
76. દરેક મુસલમાનનો હક છે કે તે અઠવાડિયામાં એકવાર ગુસલ (સ્નાન) કરે જેમાં તે પોતાના માથા અને શરીરને સારી રીતે ઘોઇ શકે
عربي અંગ્રેજી ઉર્દુ
77. હું ઇસ્લામ કબૂલ કરવાના ઈરાદાથી નબી ﷺ પાસે આવ્યો, તો નબી ﷺ એ મને પાણી અને બોરીના પાંદડા વડે સ્નાન કરવાનો આદેશ આપ્યો
عربي અંગ્રેજી ઉર્દુ
78. જ્યારે તમે મુઅઝ્ઝિનમેં સાંભળો તો તમે પણ એવું જ કહો, પછી મારા પર દરુદ પઢો - 6 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
79. જે વ્યક્તિ અલ્લાહ માટે મસ્જિદ બનાવે તેના માટે અલ્લાહ તેના જેવું જ જન્નતમાં એક ઘર બનાવે છે
عربي અંગ્રેજી ઉર્દુ
80. મારી આ મસ્જિદમાં પઢવામાં આવેલ નમાઝ મસ્જિદે હરામ સિવાય અન્ય મસ્જિદો કરતા એક હજાર નમાઝ બરાબર દરજ્જો ધરાવે છે
عربي અંગ્રેજી ઉર્દુ
81. તમારા માંથી કોઈ મસ્જિદમાં દાખલ થાય તો બેસતા પહેલા તેણે બે રકઅત નફીલ નમાઝ પઢી લેવી જોઈએ
عربي અંગ્રેજી ઉર્દુ
82. જ્યારે કોઈ વ્યક્તિ મસ્જિદમાં દાખલ થાય તો તે આ દુઆ પઢે: اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ, અર્થ: હે અલ્લાહ તું મારા માટે રહેમતના દરવાજા ખોલી નાખ, અને જ્યારે કોઈ નીકળે તો તે આ દુઆ પઢે, اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِكَ, અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે તારો ફઝલ માંગુ છું
عربي અંગ્રેજી ઉર્દુ
83. હે બિલાલ ! નમાઝ માટે ઈકામત કહો અને અમને આરામ પહોંચાડો
عربي અંગ્રેજી ઉર્દુ
84. હે લોકો ! આવું મેં એટલા માટે કર્યું કે તમે મારું અનુસરણ કરો અને મારી પાસેથી નમાઝ પઢવાનો તરીકો શીખી લો
عربي અંગ્રેજી ઉર્દુ
85. જ્યારે તમે નમાઝ માટે ઉભા થાઓ તો પોતાની સફ સીધી કરી લો, પછી તમારા માંથી એક વ્યક્તિ તમારી ઇમામત કરાવશે, જ્યારે તે અલ્લાહુ અકબર કહેશે તો તમે પણ તકબીર કહેશો
عربي અંગ્રેજી ઉર્દુ
86. કસમ છે તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, હું તમારા કરતા સૌથી વધારે નમાઝમાં નબી ﷺ થી નજીક છું, પછી આપ આ પ્રમાણે જ નમાઝ પઢતા રહ્યા અહીં સુધી કે આ દુનિયાથી જતા રહ્યા
عربي અંગ્રેજી ઉર્દુ
87. લોકોમાં સૌથી મોટો ચોર નમાઝનો ચોર છે, જે પોતાની નમાઝમાં ચોરી કરે છે», કહ્યું: કોઈ પોતાની નમાઝમાં કંઈ રીતે ચોરી કરી શકે છે? કહ્યું: તે રુકૂઅ અને સિજદો પૂરેપૂરા નથી કરતો
عربي અંગ્રેજી ઉર્દુ
88. નબી ﷺ જ્યારે રુકૂઅ માંથી પોતાની પીઠ ઉઠાવતા તો કહેતા: «સમિઅલ્લાહુ લિમન હમિદહ - 2 ملاحظة
عربي અંગ્રેજી ઉર્દુ
89. કે નબી ﷺ દરેક ફર્ઝ નમાઝ પછી આ દુઆ પઢતા હતા
عربي અંગ્રેજી ઉર્દુ
90. નબી ﷺ બન્ને સિજદાની વચ્ચે આ દુઆ પઢતા હતા: رَبِّ اغْفِرْ لِي، رَبِّ اغْفِرْ لِي» અર્થ: હે મારા પાલનહાર ! મને માફ કરી દે, હે મારા પાલનહાર ! મને માફ કરી દે
عربي અંગ્રેજી ઉર્દુ
91. તે શેતાન છે, જેનું નામ ખિન્ઝબ છે, જ્યારે તને તે શૈતાનનો અસર થવા લાગે તો તું તેનાથી અલ્લાહની પનાહ માંગ, અને નમાઝમાં ડાબી બાજુ ત્રણ વખત થુકી દે
عربي અંગ્રેજી ઉર્દુ