عن المِقدام بن معدي كرب رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال:
«إِذَا أَحَبَّ الرَّجُلُ أَخَاهُ فَلْيُخْبِرْهُ أَنَّهُ يُحِبُّهُ».
[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي في السنن الكبرى وأحمد] - [سنن أبي داود: 5124]
المزيــد ...
મિક્દાદ બિન મઅદિ કરીબ રઝી. નબી ﷺ થી રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ભાઈ સાથે મોહબ્બત કરે તો તે તેને જણાવી દે કે તે તેનાથી મોહબ્બત કરે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઇ રહિમહુલ્લાએ સુનનુલ્ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 5124]
આ હદીષમાં નબી ﷺ એ મોમિનો વચ્ચે સંબંધ મજબૂત કરવા અને તેમની વચ્ચે મોહબ્બત ફેલાવવાનું કારણ વર્ણન કર્યું છે, અને તે એ કે જ્યારે કોઈ ભાઈ પોતાના ભાઈ સાથે મોહબ્બત કરે તો તે તેને જણાવી દે.