عن أبي هريرة رضي الله عنه:
أَنَّ رَجُلًا قَالَ لِلنَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: أَوْصِنِي، قَالَ: «لَا تَغْضَبْ» فَرَدَّدَ مِرَارًا قَالَ: «لَا تَغْضَبْ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 6116]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓએ કહ્યું:
એક વ્યક્તિ આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું: મને વસિયત કરો, આપ ﷺ એ કહ્યું «ગુસ્સો ન કર » તે વારંવાર પૂછતો રહ્યો અને આપ ﷺ કહેતા રહ્યા: «ગુસ્સો ન કર».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 6116]
એક સહાબી એ અલ્લાહના રસૂલ ﷺ સમક્ષ આગ્રહ કર્યો કે અમને એવી વાત જણાવો જે અમને ફાયદો પહોંચાડે, આપ ﷺ એ આદેશ આપ્યો કે ગુસ્સો ન કરો, અર્થાત્ તે એવા કારણોથી બચે જેના દ્વારા ગુસ્સો આવતો હોય અને જ્યારે ગુસ્સો આવી જાય તો પોતાના ઉપર નિયંત્રણ રાખે, એવી ન થાય કે તેશમાં આવી કોઇની હત્યા કરી નાખે, મારી ડે અથવા ગાળો આપવા લાગે.
તે સહાબી એ વસિયત કરવાની વિનંતી કરી અને વારંવાર કરતો રહ્યો, પરંતુ દરેક વખતે નબી ﷺ એ એક જ જવાબ આપ્યો કે "ગુસ્સો ન કરો".