عن أبي سعيد الخُدْريِّ رضي الله عنه قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول:
«مَنْ رَأَى مِنْكُمْ مُنْكَرًا فَلْيُغَيِّرْهُ بِيَدِهِ، فَإِنْ لَمْ يَسْتَطِعْ فَبِلِسَانِهِ، فَإِنْ لَمْ يَسْتَطِعْ فَبِقَلْبِهِ، وَذَلِكَ أَضْعَفُ الْإِيمَانِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 49]
المزيــد ...
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«તમારા માંથી કોઈ વ્યક્તિ બુરાઈ થતી જુએ તો તે તેને પોતાના હાથ વડે રોકે, જો હાથ વડે રોકવાની શક્તિ ન હોય તો પોતાની જબાન વડે તે બુરાઈને રોકે, અને જો તે તેની પણ શક્તિ ન ધરાવતો હોય તો તે બુરાઈને પોતાના દિલમાં ખરાબ સમજે, આ ઈમાનનો સૌથી કમજોર દરજ્જો છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 49]
આ હદીષમાં નબી ﷺ પોતાની શક્તિ પ્રમાણે બુરાઈને રોકવાનો આદેશ આપ્યો છે, અને બુરાઈ તે દરેક વસ્તુને કહે છે, જેનાથી અલ્લાહ અને તેના પયગંબરે રોક્યા હોય, બસ તમારા માંથી જે વ્યક્તિ પણ બુરાઈને જુએ તો તેના પર વાજિબ છે કે તે તેને પોતાના હાથ વડે રોકે જો તેની તે શક્તિ ધરાવતો હોય, જો હાથ વડે રોકવાની શક્તિ ન હોય તો પોતાની જબાન વડે તે બુરાઈ કરવાવાળાને રોકે અને તેની સમક્ષ તે બુરાઈના નુકસાન વર્ણન કરે અને તેને આ બુરાઈના બદલામાં સત્ય અને સીધા માર્ગનું માર્ગદર્શન આપે, અને જો તે આ કરવા પર પણ સક્ષમ ન હોય તો તે બુરાઈને પોતાના દિલમાં ખરાબ સમજે અને તેને ના પસંદ કરે અને તેનાથી નફરત કરે અને જો શક્ય હોય તો તે બુરાઈ વાળી જગ્યા છોડી બીજે જતો રહે, અને બુરાઈને પોતાના દિલમાં ખરાબ માનવી, એ ઈમાનનો સૌથી કમજોર દરજ્જો છે.