عن جرير بن عبد الله رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«مَنْ لَا يَرْحَمِ النَّاسَ لَا يَرْحَمْهُ اللهُ عَزَّ وَجَلَّ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2319]
المزيــد ...
જરીર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું:
«જે લોકો પર રહેમ નથી કરતો તો તેના પર સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ પણ રહેમ નથી કરતો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 2319]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે લોકો પર રહેમ નથી કરતો તો અલ્લાહ પણ તેના પર રહેમ નહીં કરે, મખલૂક (સર્જન) પર રહેમ કરવું તે અલ્લાહની રહેમતનું સૌથી મોટું કારણ છે.