+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ كَانَتْ لَهُ مَظْلَمَةٌ لِأَخِيهِ مِنْ عِرْضِهِ أَوْ شَيْءٍ فَلْيَتَحَلَّلْهُ مِنْهُ اليَوْمَ، قَبْلَ أَلا يَكُونَ دِينَارٌ وَلاَ دِرْهَمٌ، إِنْ كَانَ لَهُ عَمَلٌ صَالِحٌ أُخِذَ مِنْهُ بِقَدْرِ مَظْلَمَتِهِ، وَإِلَمْ تَكُنْ لَهُ حَسَنَاتٌ أُخِذَ مِنْ سَيِّئَاتِ صَاحِبِهِ فَحُمِلَ عَلَيْهِ».

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 2449]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વ્યક્તિએ પોતાના ભાઈની આબરૂ અથવા બીજી કોઈ વસ્તુમાં અધિકાર બાબતે ખોટું કર્યું હોય, તો તે આજે જ તેની પાસે માફી માંગી લે, તે દિવસ આવતા પહેલા જે દિવસે ન તો તેની પાસે દીનાર હશે અને ન તો દિરહમ, કદાચ તેની પાસે કોઈ સારા કર્મ હશે, તો તે પીડિતને આપી દેવામાં આવશે અને જો તેની પાસે નેકીઓ નહીં હોય, તો જેના પર તેણે જુલમ કર્યો હશે તેના ગુનાહ તેના પર લાદવામાં આવશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 2449]

સમજુતી

આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે વ્યક્તિને આદેશ આપ્યો, જેણે આ દુનિયામાં પોતાના મુસલમાન ભાઈની આબરૂ, માલ અને લોહી બાબતે અધિકાર છીન્વયો હશે, તો તેણે આજે જ માફી માગી લેવી જોઇએ, કયામત આવતા પહેલા, જે દિવસે ન તો સોનાના દિનાર કામમાં આવશે અને ન તો ચાંદીના દિરહમ, કે તે આપી પોતાને માફ કરાવી શકે; કારણ કે તે દિવસે બદલો સારા અને ખરાબ કાર્યો પર આધારિત હશે, પીડિત વ્યક્તિને અત્યાચારીના સારા કાર્યોમાંથી તેના પર થયેલા અન્યાયનો બદલો આપવામાં આવશે, જો અત્યાચારી પાસે કોઈ સારા કાર્યો નહી હોય, તો પીડિત વ્યક્તિના દુષ્ટ કાર્યોનો બોજ અત્યાચારી પર તેના પર થયેલા અન્યાયના પ્રમાણમાં નાખવામાં આવે છે.

હદીષથી મળતા ફાયદા

  1. અત્યાચાર અને વિદ્રોહ કરવાથી બચવું જોઈએ.
  2. આ હદીષમાં પ્રોત્સાહન આપવામાં આવ્યું કે લોકોએ પોતાના પર અન્ય લોકોના બાકી રહેલ અધિકારોથી પોતાને મુક્ત કરવામાં પહેલ કરવી જોઈએ.
  3. લોકો પર અન્યાય અને નુકસાનને કારણે સત્કાર્યો બગડે છે અને તેનાથી થતો સવાબ નષ્ટ થઇ જાય છે.
  4. લોકોના હક અલ્લાહ દ્વારા ત્યાં સુધી માફ કરવામાં આવતા નથી જ્યાં સુધી જેનો હક છે તેને આપી દેવામાં ન આવે.
  5. દિનાર અને દિરહમ આ દુનિયામાં લાભ મેળવવાનું સાધન છે, પરંતુ કયામતના દિવસે તે સારા અને ખરાબ કાર્યો જ છે.
  6. કેટલાક આલિમોએ સન્માનના મુદ્દા અંગે કહ્યું: જો જેની સાથે અન્યાય થયો હોય તેને ખબર ન હોય, તો તેને જાણ કરવાની કોઈ જરૂર નથી, જેમ કે તેણે કોઈ સભામાં તેનું અપમાન કર્યું હોય અને બદનામ કર્યો હોય, તેને જાણ કરવાની કોઈ જરૂર નથી, પરંતુ તેણે તેના માટે માફી માંગવી જોઈએ, તેના માટે દુઆ કરવી જોઈએ, અને જે સભાઓમાં તે તેનું અપમાન કરતો હતો, ત્યાં તેના વિશે સારું બોલવું જોઈએ, અને આ રીતે તે તેના પાપથી મુક્ત થઈ જશે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية الدرية الرومانية المجرية الجورجية المقدونية الخميرية الماراثية
ભાષાતર જુઓ
વધુ