عن أبي هريرة رضي الله عنه عن رسول الله صلى الله عليه وسلم قال:
«مَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِ فَلْيَقُلْ خَيْرًا أَوْ لِيَصْمُتْ، وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِ فَلْيُكْرِمْ جَارَهُ، وَمَنْ كَانَ يُؤْمِنُ بِاللهِ وَالْيَوْمِ الْآخِرِ فَلْيُكْرِمْ ضَيْفَهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 47]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું:
«જે કોઈ અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે તો તે સારી વાત કહે અથવા ચૂપ રહે, જે અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે તો તે પાડોશીનું સન્માન કરે, અને જે વ્યક્તિ અલ્લાહ અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે તો તે પોતાના મહેમાનોનું સન્માન કરે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 47]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે મોમિન બંદો અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવતો હોય, જેની તરફ તેને પાછા ફરવાનું છે, જ્યાં તેને તેના કાર્યોનો બદલો આપવામાં આવશે, તેનું ઈમાન તેને હદીષમાં વર્ણવેલ લક્ષણોને અપનાવવાની પરેણાં આપે છે:
પહેલું: સારી વાત કહેવી: તસ્બીહ અને તહલીલ અર્થાત્ સુબ્હાનલ્લાહ અને લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવું, ભલાઈનો આદેશ આપવો અને બુરાઈથી રોકવા, લોકોની ઇસ્લાહ કરવી, જો તમે આ ન કરી શકતા હોય તો ચૂપ રહેવું જોઈએ, કોઈને તકલીફ આપવાથી રુકી જવું જોઈએ અને પોતાની જબાનની રક્ષા કરવી જોઈએ.
બીજું: પાડોશીનું સન્માન કરવું: તેમની સાથે ઉપકાર કરવો જોઈએ અને તેમને તકલીફ ન આપવી જોઈએ.
ત્રીજું: તમારી મુલાકાત કરવા આવેલ મહેમાનનું સન્માન કરવું: તેમની સાથે વાત કરવામાં નરમી અપનાવવી, તેમને ખવડાવવું જોઈએ.