عن ابنِ عُمَرَ رضي الله عنهما قال: قال رسولُ الله صلَّى الله عليه وسلم:
«مَن تَشَبَّهَ بِقَوْمٍ فَهُوَ مِنْهُمْ».
[حسن] - [رواه أبو داود وأحمد] - [سنن أبي داود: 4031]
المزيــد ...
ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે કે આપ ﷺ એ કહ્યું:
«જે કોમ કોઈનું અનુસરણ કરશે તો તે કોમ તેમના માંથી જ ગણાશે».
[હસન] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 4031]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે કોઈ કાફિર, ફાસિક (ભ્રષ્ટાચારી) અથવા સત્કાર્યો કરનાર કોમની અનુરૂપતા અપનાવશે, તો ભેલેને તે અકીદા પ્રમાણે હોય કે ઈબાદત પ્રમાણે કે આદત પ્રમાણે હોય, તો તે તેમના માંથી જ ગણવામાં આવશે, કારણકે જાહેરમાં તેમનું અનુસરણ કરવાથી બાતેનમાં પણ તેમનું અનુસરણ કર્યું ગણાશે, એમાં કોઈ શંકા નથી કે કોઈ કોમનું અનુસરણ કરવું તે વખાણને પાત્ર ગણાય છે, અને તે તેમની મોહબ્બત અને તેમના સન્માન તેમના પર ભરોસો કરવાનો સ્ત્રોત બની શકે છે, અને આ જ વસ્તુ તેમની અનુરૂપતા ધારણ કરવાનું કારણ પણ બની શકે છે, અહીં સુધી કે બાતેનમાં પણ અને ઈબાદતમાં પણ, -અલ્લાહ તેની પનાહમાં રાખે-.