عن أبي ذر رضي الله عنه قال: قال لي النبي صلى الله عليه وسلم:
«لَا تَحْقِرَنَّ مِنَ الْمَعْرُوفِ شَيْئًا، وَلَوْ أَنْ تَلْقَى أَخَاكَ بِوَجْهٍ طَلْقٍ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2626]
المزيــد ...
અબુ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું:
«કોઈ પણ નેકીના કામને તુચ્છ ન સમજો, ભલેને તમારે પોતાના ભાઈ સાથે હસતા મોઢે મુલાકાત કરો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2626]
આ હદીષમાં નબી ﷺ એ નેકીના કામો કરવા પર પ્રોત્સાહન આપ્વાની સાથે સાથે તે વાત પર પ્રોત્સાહન આપ્યું છે કે નેકીના કોઈ પણ નાનામાં નાના કામને પણ તુચ્છ ન સમજવામાં આવે, તેનું એક ઉદાહરણ એ છે કે મુલાકાત કરતી વખતે હસતાં મોઢે મળવામાં આવે, અર્થાત્ દરેલ મુસલમાનો એ આ વાત પર ધ્યાન આપવું જોઈએ; કારણકે તેના દ્વારા મોહબ્બત અને લગાવ પેદા થાય છે.