عن المقدام بن معدِيْكَرِب رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«أَلَا هَلْ عَسَى رَجُلٌ يَبْلُغُهُ الْحَدِيثُ عَنِّي وَهُوَ مُتَّكِئٌ عَلَى أَرِيكَتِهِ فَيَقُولُ: بَيْنَنَا وَبَيْنَكُمْ كِتَابُ اللهِ، فَمَا وَجَدْنَا فِيهِ حَلَالًا اسْتَحْلَلْنَاهُ، وَمَا وَجَدْنَا فِيهِ حَرَامًا حَرَّمْنَاهُ، وَإِنَّ مَا حَرَّمَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَمَا حَرَّمَ اللهُ».
[صحيح] - [رواه أبو داود والترمذي وابن ماجه] - [سنن الترمذي: 2664]
المزيــد ...
મિકદામ બિન મઅદિકરિબ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું:
«ખબરદાર ! શક્ય છે કે કોઈ વ્યક્તિને મારી કોઈ હદીષ પહોંચે અને તે પોતાના ગાદલા પર ટેકો લગાવી બેઠો હોય, અને કહે કે અમારી અને તમારી વચ્ચે ફક્ત અલ્લાહની કિતાબ છે, અમે તેમાં જે વસ્તુ હરામ જોઈશું તેને અમે હરામ સમજીશું અને જેને હલાલ જોઈશું તેને હલાલ સમજીશું, (જાણી લો !) ખરેખર જે વસ્તુને નબી ﷺ એ હરામ કરી તે એવી રીતે જ હરામ છે જેવી અલ્લાહએ કરેલ વસ્તુઓ હરામ છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 2664]
આ હદીષમાં નબી ﷺ એ ખબર આપી કે નજીકમાં જ એવો સમય આવશે કે જેમાં એવા લોકોનું એક જૂથ બેઠું હશે, તેમના માંથી એક પોતાના પલંગ પર ટેકો લગાવીને બેઠો હશે, તેની પાસે નબી ﷺ ની હદીષ પહોંચાડવામાં આવશે, તો તે કહેશે: અમારી અને તમારી વચ્ચેની બાબતોમાં કુરઆન મજીદ છે, જે અમારા માટે પૂરતું છે, જે વસ્તુ અમને તેમાં હલાલ જોવા મળશે અમે તેના પર અમલ કરીશું અને જે હરામ જોવા મળશે, અમે તેનાથી દૂર રહીશું. ફરી નબી ﷺ એ વર્ણન કર્યું કે તે દરેક બાબતો જે નબી ﷺ એ હરામ કરી અથવા જેનાથી રોક્યા છે, તે એવી રીતે જ હરામ છે જેવી રીતે અલ્લાહએ કોઈ વસ્તુને પોતાની કિતાબમાં હરામ કરી છે; કારણકે તેની જાણકારી તેમના પાલનહારે તેમને આપી છે.